બ્રિટનમાં વિવિધ સંગઠનો સહિત આરોગ્યકર્મીઓની હડતાળથી આરોગ્ય વ્યવસ્થા બેહાલ છે. સ્થિતિ એ છે કે દર્દીઓની સારવાર માટે મહિનાઓનું વેઇટિંગ ચાલી રહ્યું છે. આ વેઇટિંગને ઘટાડવા માટે સુનકની સરકારે વાયદો કર્યો છે કે તેઓ NHSની હોસ્પિટલમાં સારવાર કરાવતા દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે મંજૂરી આપશે.
તેનાથી 70 લાખ દર્દીઓને રાહત મળવાની આશા છે. ડિપાર્ટમેન્ટ ફૉર હેલ્થ એન્ડ સોશિયલ કેર અનુસાર દર્દીઓ NHS એપ અથવા વેબસાઇટ પર જઇને ઑપરેશન, સ્કેન અને સારવારની પ્રક્રિયા માટે 5 વિકલ્પ પસંદ કરી શકે છે. તેમાં બિન સરકાર ક્ષેત્ર પણ સામેલ છે. ખાનગી ક્ષેત્રની આરોગ્ય સંસ્થાઓ પહેલાથી જ વધારે બેડ લગાડીને હોસ્પિટલમાં આરોગ્ય માટે સુવિધા વધારી છે.
આગામી વર્ષની ચૂંટણી પૂર્વે મતદારોને રીઝવવા બંને પક્ષનો પ્રયાસ
બ્રિટનમાં આગામી વર્ષે ચૂંટણી છે. મતદારોને રીઝવવા અને સંકટ દૂર કરવા માટે સુનક સરકારે દર્દીઓને સુવિધા આપવાની પહેલ કરી છે. સુનકની કન્ઝર્વેટિવ પાર્ટી કીર સ્ટાર્મરની લેબર પાર્ટીથી બે અંકોના અંતરથી પાછળ છે, જેમણે સત્તા પર આવતા જ આરોગ્ય સેવામાં મૂળભૂત સુધારાનો વાયદો કર્યો હતો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.