એર ઈન્ડિયાની ફ્લાઈટમાં સાપ ઘૂસ્યો:દુબઈથી કરીપુર આવી રહેલા વિમાનમાંથી મુસાફરોને સુરક્ષિત બહાર કઢાયા, ફ્લાઈટ કેન્સલ કરાઈ

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

શનિવારે દુબઈમાં એર ઈન્ડિયા એક્સપ્રેસની એક ફ્લાઈટમાં અચાનક સાપ દેખાયો. સાપ દેખાતા જ ફ્લાઈટમાં અફરાતફરી મચી ગઈ હતી. ત્યારબાદ એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ તાત્કાલિક પ્લેનમાં પહોંચ્યા અને મુસાફરોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. આ પછી તમામ મુસાફરોને નજીકની હોટલમાં લઈ જવામાં આવ્યા હતા.

દુબઈથી કરીપુર આવી રહેલા આ વિમાનમાં સાપને બહાર કાઢવામાં ઘણો સમય લાગ્યો હતો. સાપને બહાર કાઢવામાં વિલંબને કારણે સવારે 2.30 વાગ્યાની ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી હતી.

આ જ વર્ષે એર મલેશિયાની ફ્લાઈટમાં સાપ જોવા મળ્યો હતો
આ વર્ષે 10 ફેબ્રુઆરીના રોજ જ્યારે એર એશિયાની ફ્લાઈટ કુઆલાલાંપુરથી ઉડાન ભરી હતી, ત્યારે મુસાફરોએ રસ્તાની વચ્ચે એક લાઇટ કેસની અંદર એક સાપને ફરતો જોયો હતો. સાપ દેખાતાની સાથે જ તવાઉ શહેર તરફ જઈ રહેલી ફ્લાઈટને કૂચિંગ શહેર તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી અને તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. એરલાઇનના અધિકારીઓએ કહ્યું હતું કે આ ખૂબ જ દુર્લભ ઘટના છે જે કોઈપણ ફ્લાઇટ સાથે બની શકે છે.

બ્રિટિશ એરવેઝની ફ્લાઈટમાં ફૂડમાંથી નકલી દાંત નીકળ્યો

4 ડિસેમ્બરના રોજ બ્રિટિશ એરવેઝની ફ્લાઇટમાં ભોજનમાંથી નકલી દાંત મળી આવ્યો હતો. એક મુસાફરે તેનો ફોટો ટ્વિટર પર શેર કર્યો છે. ટ્વીટમાં બ્રિટિશ એરવેઝને ટેગ કરીને તેણે લખ્યું કે હું આ અંગે તમારા જવાબની રાહ જોઈ રહી છું. આ પોસ્ટ પર યુઝર્સ વિવિધ રીતે કોમેન્ટ પણ કરી રહ્યા છે.

લંડનથી દુબઈ જઈ રહી હતી ફ્લાઈટ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર લંડનથી દુબઈ જઈ રહેલી બ્રિટિશ એરવેઝની ફ્લાઈટમાં મહિલા પેસેન્જરના ભોજનમાં નકલી દાંત મળી આવ્યો હતો. ઘાદા એલ-હોસ નામની આ મહિલાએ ફૂડનો ફોટો ટ્વિટર પર શેર કર્યો છે. જેમાં એક નકલી દાંત પડેલો જોવા મળે છે.

મહિલાએ બ્રિટિશ એરવેઝને ટેગ કરીને લખ્યું કે 25 ઓક્ટોબરે તમારી ફ્લાઇટ BA107માં પીરસવામાં આવેલા ફૂડમાં નકલી દાંત મળ્યો હતો. હું હજુ પણ આ અંગે તમારા જવાબની રાહ જોઈ રહી છું. તમારા કોલ સેન્ટરમાંથી કોઈએ મને આ વિશે વાત પણ ન કરી.

આ પછી એરવેઝે જવાબમાં લખ્યું, અમને આ જોઈને ખૂબ દુખ થયું. શું તમે કેબિન ક્રૂ સાથે આ વિશે વાત કરી હતી. તમને વિનંતી છે કે અમને તમારી માહિતી મોકલો, અમે તમારો સંપર્ક કરીશું. એક મીડિયા સંસ્થા સાથે વાત કરતા એરલાઈને કહ્યું કે અમે માફી માગવા માટે કસ્ટમરનો સંપર્ક કરી રહ્યા છીએ.

સોશિયલ મીડિયા પર આવી રહ્યા છે આવા રિએક્શન
બીજી તરફ આ તસવીર જોયા બાદ યુઝર્સ સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, આ માની શકાય તેમ નથી, પરંતુ જો સાચું હોય તો તે ખૂબ જ ઘૃણાજનક છે. અન્ય યુઝરે લખ્યું કે હું ડેન્ટલ ઈમ્પ્લાન્ટ સ્પેશિયાલિસ્ટ છું, શું હું આની વધુ તસવીરો જોઈ શકું છું.

અન્ય સમાચારો પણ છે...