તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હોલિવૂડ એક્ટ્રેસ અને બિઝનેસ વુમન પેરિસ હિલ્ટને તેના વેન્ચર કેપિટલિસ્ટ બોયફ્રેન્ડ કાર્ટર રિયમ સાથે થોડા સમય પહેલાં જ સગાઈ કરી લીધી છે. બંનેની સગાઈ 13 ફેબ્રુઆરીએ પેરિસના 40માં જન્મદિવસના સેલિબ્રેશન દરમિયાન થઈ હતી. આ સમયે બંને એક પ્રાઈવેટ આઈલેન્ડ પર હતા. કાર્ટરે પેરિસને કરોડોની કિંમતની ડાયમંડ રિંગ પહેરાવીને પ્રપોઝ કર્યું હતું.
આ રિંગની સોશિયલ મીડિયા ઉપર ખૂબ ચર્ચા થઈ રહી છે. પેરિસને તેના બોયફ્રેન્ડ કાર્ટરે ખૂબ સુંદર એમરલ્ડ કટ વાળી ડાયમંડ રિંગ પહેરાવી હતી. આ રિંગને jeam Doussetએ બનાવી છે, જે ફેમસ ફ્રેન્ચ જ્વેલરી આઈકોન Louis Cartierના પપૌત્ર છે. પેરિસ હિલ્ટનની વેબસાઈટ પર તેમની સગાઈની તસવીરો શેર કરવામા આવી છે.
14 કરોડની એંગેજમેન્ટ રિંગ
પેરિસ હિલ્ટનની એંગેજમેન્ટ રિંગ વિશે કહેવામાં આવે છે કે તે 2 મિલિયન ડોલર્સની છે. એટલે ભારતીય કરન્સી પ્રમાણે જોવા જઈએ તો આ રિંગની અંદાજિત કિંમત રૂ. 14 કરોડ, 51 લાખ, 8 હજાર અને 600 રૂપિયા છે. નોંધનીય વાત છેકે, કાર્ટર રિયમે પેરિસ હિલ્ટનના પ્રેમમાં પોતાની બધી કમાણી ખર્ચી દીધી. પેરિસે તેમની યુટ્યૂબ ચેનલ ઉપર પણ આ રિંગની ડિઝાઈનનો વીડિયો શેર કર્યો છે.
નોંધનીય છે કે, હિલ્ટને સોશિયલ મીડિયા પર થોડા દિવસ પહેલાં જ તેની સગાઈની જાહેરાત કરી છે. તેણે પોતાનો અને કાર્ટરનો વીડિયો શેર કરીને કહ્યું છે કે, મારું સપનું સાચુ થઈ ગયું. હું મારા થનારા પતિને ખૂબ પ્રેમ કરુ છું. આ મારા બર્થ-ડેની બેસ્ટ સરપ્રાઈઝ છે. હું તમારી પત્ની બનવા ખુબ ઉત્સાહી છું.
મેચિંગ આઉટફિટમાં હેલ્ટન અને કાર્ટર
સગાઈના દિવસે પેરિસ હિલ્ટન અને કાર્ટરે વ્હાઈટ કલરના મેચિંગ આઉટફિટ પહેર્યાં હતા. પેરિસે શિમરિંગ વ્હાઈટ રેટ્રોએટ ડ્રેસ અને ક્રાઉન પહેર્યો હતો અને ત્યારે કાર્ટર ક્રિસ્પ પણ વ્હાઈટ સૂટમાં જોવા મળ્યા હતા. આ સગાઈના દરેક ફોટો ખૂબ જ સુંદર છે. હિલ્ટને વીડિયો શેર કરીને જણાવ્યું છે કે, કેવી રીતે કાર્ટરે કેવી રીતે તેને આ ટ્રોપિકલ આીલેન્ડ પર પ્રપોઝ કર્યું હતું. તેમણે જણાવ્યું કે, કાર્યર રિયમ પહેલાં તેમને પ્રી ડિનર વોક પર લઈ ગયા હતા. ત્યારપછી ફૂલોથી સજેલા ખૂબ સુંદર સ્ટેજ સામે તેણે મને પ્રપોઝ કર્યું હતું.
હિલ્ટને ચોથી વખત સગાઈ કરી
આ પહેલાં પેરિસ હિલ્ટને 2002માં જેસન શૉ સાથે સગાઈ કરી હતી. ત્યારપછી 2005માં પેરિસ લેટસિસ સાથે સગાઈ કરી હતી અને 2018માં ક્રિસ જિલ્કા સાથે સગાઈ કરી હતી. પરંતુ તેમાંથી એક પણ સંબંધ આગળ વધ્યો નહતો અને તેણે લગ્ન કર્યા નથી.
હિલ્ટન અને કાર્ટર M13 નામની એક ઈન્વેસ્ટમેન્ટ કંપની ચલાવે છે. 2019થી બંને એકબીજાના સંબંધમાં હોવાનું માનવામાં આવે છે. તે બંને એકબીજાને છેલ્લા 15 વર્ષથી ઓળખે છે અને તેઓ ઘણાં સારા મિત્રો પણ છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.