• Gujarati News
  • International
  • Parents Lost Their Youngest Children; People's Own Homes Were Destroyed In Front Of Their Eyes, People Just Kept Crying

PHOTOSમાં યુક્રેન યુદ્ધના ભયાનક 10 દિવસ:માતા-પિતાએ નાના-નાના બાળકોને ગુમાવ્યા, હજારો ઘર આંખોની સામે જ બળીને ખાખ થયા

કિવ5 મહિનો પહેલા
  • યુક્રેનમાંથી 12 લાખથી વધુ લોકો પોતાનું ઘર છોડીને દેશની બહાર ચાલ્યા ગયા છે

રશિયાની સેનાના હુમલાઓથી યુક્રેન ધીમે ધીમે બરબાદ થઈ રહ્યું છે. રવિવારે યુદ્ધનો 11મો દિવસ છે, પરંતુ 10 દિવસમાં તેણે ઘણું ગુમાવ્યું છે. 10થી વધુ શહેરો નાશ પામ્યા છે. જીવ બચાવવા માટે 12 લાખથી વધુ લોકો પોતાનું ઘર છોડીને દેશની બહાર ચાલ્યા ગયા છે. દરેક જગ્યાએ ખૂબ જ દર્દનાક દ્રશ્ય જોવા મળે છે. લોકો તેમના ઘરોને બોમ્બ, મિસાઈલથી સળગતા જોઈને રડા રહ્યા છે. બળી ગયેલા ઘરોમાં પોતાની વ્હાલી વસ્તુ શોધી રહ્યાં છીએ. કેટલાકે તો પોતાના લોકોને પણ ગુમાવ્યા છે. તસવીરોમાં જુઓ 10 દિવસની તબાહી....

5 માર્ચ, 10મો દિવસ: રશિયાએ યુદ્ધના 10મા દિવસે યુક્રેનમાં સામાન્ય લોકોના સ્થળાંતર માટે યુદ્ધવિરામની જાહેરાત કરી હતી, પરંતુ થોડા કલાકો પછી તેને સમાપ્ત કરી દીધી. એના પછી રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ધમકી આપી છે કે જો યુક્રેન ઝુકશે નહીં તો તેનો નાશ કરી દેશે.

આ દરમિયાન, કિવમાં અને તેની નજીકના 10થી વધુ શહેરોમાં હુમલાઓ કરવામાં આવ્યા હતા, જેમાં મરખલેવકા ગામ, મારિયુપોલ, ચેર્નિહીવનો સમાવેશ થાય છે. યુએન સર્વેલન્સ મિશને કહ્યું છે કે યુક્રેનમાં 10 દિવસ પછી ઓછામાં ઓછા 351 નાગરિકો માર્યા ગયા છે. 707 ઘાયલ છે, જેમાંથી ઘણાની હાલત ગંભીર છે.

મારીયુપોલની હોસ્પિટલમાં એક દુખી માતા તેના 18-મહિનાના બાળકને છેલ્લી વાર સ્પર્શ કરીને જુએ છે. નજીકમાં ઉભેલા તેના પિતા પણ તેની સામે જોઈ રહ્યા છે. તે બંનેએ પોતાના કાળજાને કટકાને રશિયન રોકેટ હુમલામાં ગુમાવ્યો હતો.

કિવ નજીક બિલા સેરકાવામાં, જોરદાર વિસ્ફોટમાં એક વિશાળ ખાડો પડ્યો હતો. આસપાસના અનેક મકાનો ધરાશાયી થયા હતા. બ્લાસ્ટ ત્યારે થયો જ્યારે બધા પોતપોતાના ઘરમાં સૂતા હતા. કેટલી જાનહાની થઈ કે કેમ તે હજુ સુધી જાણી શકાયું નથી.

કિવ નજીક મરખલેવકા ગામમાં હવાઈ હુમલામાં એક બાળક સહિત છ લોકો માર્યા ગયા હતા. અહીં અનેક મકાનોને ભારે નુકસાન થયું હતું. રાજ્ય કટોકટી સેવા કહે છે કે ઘણા લોકો કાટમાળ નીચે દટાયેલા છે. મૃત્યુઆંક વધી શકે છે.
કિવ નજીક મરખલેવકા ગામમાં હવાઈ હુમલામાં એક બાળક સહિત છ લોકો માર્યા ગયા હતા. અહીં અનેક મકાનોને ભારે નુકસાન થયું હતું. રાજ્ય કટોકટી સેવા કહે છે કે ઘણા લોકો કાટમાળ નીચે દટાયેલા છે. મૃત્યુઆંક વધી શકે છે.
આ દ્રશ્ય એક બંકરનું છે. બોમ્બ ધડાકા વચ્ચે અનેક માતાઓ તેમના નવજાત શિશુ સાથે અહીં છુપાયેલી છે. આ વીડિયો ઘણા મીડિયા હાઉસ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. જો કે, તે જાણી શકાયુ નથી કે તે ક્યાંનો છે.
આ દ્રશ્ય એક બંકરનું છે. બોમ્બ ધડાકા વચ્ચે અનેક માતાઓ તેમના નવજાત શિશુ સાથે અહીં છુપાયેલી છે. આ વીડિયો ઘણા મીડિયા હાઉસ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. જો કે, તે જાણી શકાયુ નથી કે તે ક્યાંનો છે.

4 માર્ચ, 9મો દિવસ: રશિયન દળોએ યુદ્ધના નવમા દિવસે ઝપોરિઝિયા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર કબજો કર્યો. ફાયરિંગમાં પ્લાન્ટના કેટલાક ભાગોમાં આગ લાગી હતી. બીજી બાજુ, ચેર્નિહીવમાં રશિયાના હુમલામાં 47 લોકોના મોત થયા છે. અહીં શાળાઓને પણ નિશાન બનાવવામાં આવી હતી.

આ ફોટો ઈરપિનનો છે. યુક્રેનના એક સૈનિકે પુલ પર થયેલા વિસ્ફોટ બાદ એક નવજાતને બચાવ્યો હતો. પુલ તૂટવાને કારણે તેની સાથે અનેક વાહનો નીચે નદીમાં પડ્યા હતા. આ માસુમને રેસ્ક્યુ ટીમે આ જ વાહનમાંથી બહાર કાઢ્યું હતું.

બોમ્બ વિસ્ફોટથી પોતાનું ઘર સળગતું જોઈને મહિલા રડી પડી હતી. રશિયાએ Su-25 સુખોઈ એરક્રાફ્ટ વડે ઈરપિનના ઘણા વિસ્તારોમાં ભારે બોમ્બમારો કર્યો હતો.
બોમ્બ વિસ્ફોટથી પોતાનું ઘર સળગતું જોઈને મહિલા રડી પડી હતી. રશિયાએ Su-25 સુખોઈ એરક્રાફ્ટ વડે ઈરપિનના ઘણા વિસ્તારોમાં ભારે બોમ્બમારો કર્યો હતો.
લોકો તેમના સળગતા ઘરોમાંથી જે બચાવી શકે તે એકત્રિત કરતા જોવા મળ્યા હતા. રશિયાએ કિવથી 26 કિમી દૂર 60 હજારની વસ્તીવાળા ઇરપિનના દરેક વિસ્તારને નિશાન બનાવ્યો.
લોકો તેમના સળગતા ઘરોમાંથી જે બચાવી શકે તે એકત્રિત કરતા જોવા મળ્યા હતા. રશિયાએ કિવથી 26 કિમી દૂર 60 હજારની વસ્તીવાળા ઇરપિનના દરેક વિસ્તારને નિશાન બનાવ્યો.

3 માર્ચ, 8મો દિવસ: રશિયાએ યુદ્ધના આઠમા દિવસ સુધી યુક્રેનમાં ખેરસોન, માઈકોવ, નિકપોલ અને મેલિટોપોલ પર કબજો કર્યો. બીજી તરફ પોલેન્ડ બોર્ડર પર બંને દેશો વચ્ચે વાતચીત થઈ હતી. જેમાં વધારે સફળતા મળી નથી, પરંતુ બંને દેશો એ વાત પર સહમત થયા કે અસરગ્રસ્ત લોકોને માનવતાના ધોરણે ખોરાક અને દવાઓ પૂરી પાડવામાં આવે. આ દિવસે, રશિયન સૈન્યએ ચેર્નિહીવ, સુકાચી, બુકા અને બોરોડ્યાન્કામાં તબાહી મચાવી હતી.

રશિયાએ બોરોડ્યાંકમાં પણ વિનાશ સર્જ્યો હતો. 20 હજારની વસ્તી ધરાવતા આ શહેરના મોટાભાગના વિસ્તારોમાં બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. ડર અને ગભરાટના કારણે 10 હજારથી વધુ લોકો અહીંથી હિજરત કરી ગયા છે.
રશિયાએ બોરોડ્યાંકમાં પણ વિનાશ સર્જ્યો હતો. 20 હજારની વસ્તી ધરાવતા આ શહેરના મોટાભાગના વિસ્તારોમાં બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. ડર અને ગભરાટના કારણે 10 હજારથી વધુ લોકો અહીંથી હિજરત કરી ગયા છે.

2 માર્ચ, 7મો દિવસ: સાતમા દિવસે, યુક્રેનમાં રશિયન દળોને તાત્કાલિક પાછા ખેંચવા માટે યુએનજીસીમાં એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો, જેના સમર્થનમાં 141 મત મળ્યા, પાંચ દેશોએ વિરોધમાં મતદાન કર્યું. 35 દેશો હાજર રહ્યા ન હતા. બીજી તરફ ખાર્કીવ સહિત અનેક મોટા શહેરોમાં વારંવાર હુમલા થયા હતા. જેમાં 21 લોકોના મોત થયા હતા, 112 લોકો ઘાયલ થયા હતા.

ખાર્કિવમાં પોલીસ વિભાગની ઇમારત પર હુમલો કર્યો હતો. હુમલા બાદ રસ્તાની બીજી બાજું કરજિન નેશનલ યુનિવર્સિટીની એક ઈમારત પણ બળીને ખાખ થઈ ગઈ હતી.
ખાર્કિવમાં પોલીસ વિભાગની ઇમારત પર હુમલો કર્યો હતો. હુમલા બાદ રસ્તાની બીજી બાજું કરજિન નેશનલ યુનિવર્સિટીની એક ઈમારત પણ બળીને ખાખ થઈ ગઈ હતી.

1 માર્ચ, 6ઠ્ઠો દિવસ : યુક્રેન વિશ્વને મદદ માટે અપીલ કરી હતી. રશિયાએ યુક્રેનનો ટીવી ટાવર ઉડાવી દીધો. આ હુમલામાં પાંચ લોકોના મોત થયા હતા. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ યુરોપની બેઠકમાં વિશ્વભરમાંથી મદદની અપીલ કરી હતી. આ તરફ પુતિને ન્યુક્લિયર સિસ્ટમનું નિરીક્ષણ કર્યું હતું.

રશિયન દળો રાજધાનીથી 100 કિલોમીટરની નજીક પહોંચી ગયા હતા. બે શહેરો, બર્દયાન્સ્ક અને એનેર્હોદર કબજે કર્યા હતા.
રશિયન દળો રાજધાનીથી 100 કિલોમીટરની નજીક પહોંચી ગયા હતા. બે શહેરો, બર્દયાન્સ્ક અને એનેર્હોદર કબજે કર્યા હતા.

28 ફેબ્રુઆરી, 5મો દિવસ: રશિયાએ હુમલાના પાંચમા દિવસે વાટાઘાટો કરવાની ઓફર કરી. બેલારુસ બોર્ડર પર યુક્રેન સાથે 5 કલાક સુધી વાતચીત ચાલી. જો કે તે અનિર્ણિત રહી. રશિયાની સેનાએ રાજધાની કિવમાં અનેક જગ્યાએ મિસાઈલ છોડી હતી.

આ ફોટો દુનિયાના સૌથી મોટા કાર્ગો એરક્રાફ્ટ Antonov Mriyaનો છે. રશિયન હુમલામાં તે નષ્ટ થઈ ગયું હતું. ત્યારબાદ યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાએ કહ્યું કે, રશિયા અમારા Mriyaનો નાશ કરી શકે છે, પરંતુ તે અમારા સપનાને નષ્ટ કરી શકશે નહીં.

27ફેબ્રુઆરી, ચોથો દિવસ: EU પ્રમુખ ઉર્સલા વોન ડેર લિને જાહેરાત કરી કે EUએ રશિયા માટે તેની એરસ્પેસ સંપૂર્ણપણે બંધ કરી દીધી છે. બીજી તરફ, અમેરિકાએ યુક્રેન માટે 54 લાખ ડોલરનું બીજું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું.

કિવ નજીક પેટ્રોલિયમ બેઝ પર રોકેટ હુમલામાં આગ લાગી હતી. તેની જ્વાળાઓ કેટલાય કિલોમીટર સુધી જોવા મળી હતી.
કિવ નજીક પેટ્રોલિયમ બેઝ પર રોકેટ હુમલામાં આગ લાગી હતી. તેની જ્વાળાઓ કેટલાય કિલોમીટર સુધી જોવા મળી હતી.

26 ફેબ્રુઆરી, ત્રીજો દિવસ: બ્રિટને પુતિન અને તેમના વિદેશ પ્રધાન, સેર્ગેઈ લાવરોવની તમામ સંપત્તિ જપ્ત કરવાનો આદેશ આપ્યો. કેનેડા અને યુરોપિયન યુનિયને રશિયાને સ્વિફ્ટ પેમેન્ટ સિસ્ટમમાંથી બહાર કરવાની વાત કરી. યુક્રેનના પ્રસ્તાવ પર રશિયાના વીટો વિરુદ્ધ 50 દેશોએ સંયુક્ત નિવેદન બહાર પાડ્યું હતું. કહ્યું- રશિયાએ UNSCના પ્રસ્તાવને બ્લોક કરીને પોતાના વીટો પાવરનો દુરુપયોગ કર્યો છે.

યુક્રેનમાં યુદ્ધના ત્રીજા દિવસે થયેલા હુમલામાં 100થી વધુ લોકો માર્યા ગયા હતા. ડોનેત્સ્કમાં એક મહિલાનો મૃતદેહ તેના ઘરની બહાર પડેલી મળી આવી હતી. જો કે, કોઈએ તેના જેકેટથી તેનો ચહેરો ઢાંક્યો હતો.
યુક્રેનમાં યુદ્ધના ત્રીજા દિવસે થયેલા હુમલામાં 100થી વધુ લોકો માર્યા ગયા હતા. ડોનેત્સ્કમાં એક મહિલાનો મૃતદેહ તેના ઘરની બહાર પડેલી મળી આવી હતી. જો કે, કોઈએ તેના જેકેટથી તેનો ચહેરો ઢાંક્યો હતો.

25 ફેબ્રુઆરી, બીજો દિવસ: રશિયન દળોએ યુક્રેનના લુહાન્સ્ક અને ડોનેત્સ્કમાં હુમલા શરૂ કર્યા. અમેરિકાએ તરત જ રશિયા પર ઘણા પ્રતિબંધો લાદવાની જાહેરાત કરી. યુએનમાં રશિયાના સામે નિંદા પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો.

રશિયાએ યુદ્ધના બીજા દિવસે વહેલી સવારે કિવના અનેક વિસ્તારો પર રોકેટ છોડ્યા હતા. યુક્રેનના મીડિયા અનુસાર રાજધાનીમાં થયેલા આ હુમલાઓમાં ત્રણ લોકોના મોત થયા છે.
રશિયાએ યુદ્ધના બીજા દિવસે વહેલી સવારે કિવના અનેક વિસ્તારો પર રોકેટ છોડ્યા હતા. યુક્રેનના મીડિયા અનુસાર રાજધાનીમાં થયેલા આ હુમલાઓમાં ત્રણ લોકોના મોત થયા છે.

24 ફેબ્રુઆરી, યુદ્ધની શરૂઆત: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન પર લશ્કરી કાર્યવાહીનો આદેશ આપ્યો, ત્યારબાદ રશિયાની સેનાએ યુક્રેન સરહદ તરફ કૂચ કરી.

યુદ્ધના પહેલા દિવસે, રશિયાએ યુક્રેનના ખાર્કીવ, મારીયુપોલ, નીપ્રો સહિત 14 વિસ્તારોમાં હુમલા કર્યા હતા. બ્લાસ્ટની આ તસવીર યુક્રેનની રાજધાની કિવની છે. યુક્રેનના રાષ્ટ્રપતિ કાર્યાલયે આ ફોટો ટ્વિટ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...