• Gujarati News
  • International
  • Panther Party Leader Bhimsinh's Son Taken Into Custody By Bulgarian Police, Carrying Ukrainian Supermodel Friend's Mercedes

ભાસ્કર વિશેષ:પેન્થર પાર્ટીના નેતા ભીમસિંહના પુત્રને બલ્ગેરિયા પોલીસે કસ્ટડીમાં લીધો, યુક્રેનની સુપર મોડલ મિત્રની મર્સીડીઝ લઇને જઇ રહ્યો હતો

સોફિયા (બલ્ગેરિયા)23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલા મિત્ર માટે 3 હજાર કિમીની યાત્રા પર નીકળ્યો, યુક્રેનના રજિસ્ટ્રેશન નંબરથી પકડાયો

જમ્મુ-કાશ્મીરની નેશનલ પેન્થર્સ પાર્ટીના અધ્યક્ષ ભીમસિંહના દીકરા અંકિત લવને બલ્ગેરિયા પોલીસે અટકાયતમાં લીધો છે. વાસ્તવમાં, અંકિત યુક્રેનની રજિસ્ટ્રેશન પ્લેટ ધરાવતી એક મર્સીડીઝ કારથી સફર કરી રહ્યો હતો. બલ્ગેરિયામાં પોલીસે યુક્રેનનું રજિસ્ટ્રેશન જોતા તેને રોક્યો હતો. તપાસમાં આ કાર યુક્રેનની સુપર મોડલ અન્ના દુર્યત્સકાની હોવાનું માલુમ પડ્યું હતું. તેના પર અંકિતની અટકાયત કરીને પોલીસે 7 કલાક સુધી પૂછપરછ કરી હતી.

અહેવાલ અનુસાર અંકિત 1.6 કરોડ રૂપિયાની મર્સીડીઝ જી 400 ડી લઇને બલ્ગેરિયાથી બ્રિટન જઇ રહ્યો હતો. તપાસમાં મોડલ અન્ના દુર્યત્સકા યુક્રેન-રશિયા યુદ્વ બાદ પોતાના દેશથી ભાગી ગઇ હોવાની જાણ થઇ હતી. અન્નાએ બ્રિટનમાં આશરો લીધો છે. અંકિતને જ્યારે અન્નાની કાર વિશે પૂછાયું તો તેણે મિત્રની મદદ કરી રહ્યો હોવાનું કહ્યું હતું.

અન્નાના સામાન અને કારને તે યુક્રેનથી બહાર લઇ જઇ રહ્યો હતો. અન્નાએ બલ્ગેરિયામાં પોતાના મિત્ર પાસે પોતાની ચીજવસ્તુ રાખી હતી. આ વચ્ચે તે બ્રિટન સુધી 3 હજાર કિલોમીટરની સવારી કરીને ચીજવસ્તુ અને ગાડી પહોંચાડવા માટે નીકળ્યો હતો. આ દરમિયાન તેને 27 કલાકથી વધુનો સમય લાગ્યો હતો. તે આટલા વધુ અંતર સુધી સવારી કઇ રીતે કરી શકશે તેવું પૂછાતા લવે ફોર્મ્યુલા રેસમાં ભાગ લીધો હોવાનું જણાવ્યું હતું.

મેયરની ચૂંટણીમાં લડી ચૂક્યો છે અંકિત, અન્ના એક હત્યાની સાક્ષી છે
નેશનલ પેન્થર્સ પાર્ટીના અધ્યક્ષ ભીમસિંહના પુત્ર 32 વર્ષીય લવ લંડનમાં મેયરની ચૂંટણી પણ લડી ચૂક્યો છે. આવું કરનાર તે જમ્મુ-કાશ્મીરની પહેલી વ્યક્તિ છે. અંકિતની પાર્ટીનું નામ ‘લંડન વન લવ પાર્ટી’ છે. તે ફિલ્મનિર્માતા અને સંગીતકાર પણ છે. લવને ડ્રાઇવિંગનું પેશન હોવાથી તે ફોર્મ્યુલા કાર રેસમાં ભાગ લઇ ચૂક્યો છે.

અન્ના દુર્યત્સકા યુક્રેનની સુપર મોડલ છે. 2018માં મિસ યુક્રેન યુનિવર્સની ફાઇનાલિસ્ટ પણ રહી ચૂકી છે. વર્ષ 2015માં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિનના વિરોધી બોરિસ નેમત્સોબની હત્યાની સાક્ષી રહી ચૂકી છે. તે સમયે બોરિસ નેમત્સોવ અને અન્ના દુર્યત્સકા રિલેશનશિપમાં હતા.

અન્ય સમાચારો પણ છે...