તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇઝરાયેલ:પેલેસ્ટાઇનના ટોળાએ કાર પર પથ્થર મારો કર્યો, પોલીસકર્મીએ ફાયરિંગ કરી યુવકને બચાવ્યો

3 મહિનો પહેલા

થોડાં દિવસ પહેલાં ઇઝરાયેલ ડેના દિવસે હિંસા થઈ હતી. આ પછી પેલેસ્ટાઇનના ટોળાએ ઇઝરાયેલની કાર પર હુમલો કર્યો હતો. કારચાલક યુવકે હુમલાથી બચવા માટે ટોળાની વચ્ચેથી કાર હંકારી હતી. આ પછી તે કાર ડિવાઇડર સાથે અથડાઈ જતાં ટોળાએ યુવક પર જોરદાર પથ્થરમારો કર્યો હતો. જેને લીધે યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ જોઈ ત્યાં હાજર પોલીસકર્મી ફાયરિંગ કરતો-કરતો આવ્યો અને યુવકને કારમાંથી બહાર કાઢી બચાવી લેવામાં આવ્યો હતો. આ પછી ત્યાં મેડિકલની ટીમ પણ આવી ગઈ અને પ્રાથમિક સારવાર પછી યુવકને હોસ્પિટલ લઈ ગઈ હતી. મહત્ત્વનું છે કે, આ સમગ્ર ઘટના રોડ પર લાગેલાં CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...