તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આરોપ:પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને નવાઝ શરીફને સૌથી મોટા ગદ્દાર કહ્યા, સેનામાં બળવો કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે

ઈસ્લામાબાદ5 મહિનો પહેલા

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને વિપક્ષી નેતા નવાઝ શરીફ ઉપર પ્રહાર કર્યા છે. તેમણે નવાઝ શરીફને ગદ્દાર પણ કહ્યા. પાકિસ્તાનના PMએ કહ્યું કે નવાઝ શરીફ જવાનોને સૈન્ય નેતૃત્વ સામે બળવો કરવા માટે ઉશ્કેરી રહ્યા છે અને તેનાથી મોટો દેશદ્રોહ બીજો શું હોય શકે.

ઈમરાન ખાને ટીવે ચેનલ જીએનએન ટુડેને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે જ્યારે તેઓ કહે છે કે સૈન્ય નેતૃત્વ ખરાબ છે અને તેના સિવાય આર્મી સારી છે. આનો અર્થ એ થયો કે તમે સૈનિકોને બળવા માટે ઉશ્કેરી રહ્યા છો. ચોરીના પૈસાથી ખરીદેલા ભવ્ય ફ્લેટમાં બેસીને એક વ્યક્તિ (નવાઝ શરીફ) આર્મીના જવાનોને નેતૃત્વ પરિવર્તન માટે ઉશ્કેરી રહી છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે નવાઝ શરીફ ડરપોક થઈને વિદેશમાં છૂપાયા છે અને પોતાના સમર્થકોને સરકાર સામે વિદ્રોહ કરવા માટે ઉશ્કેરી રહ્યા છે. શરીફ પર દેશદ્રોહનો કેસ કેમ નથી કરતા તેવા સવાલના જવાબમાં ઈમરાને કહ્યું કે દેશદ્રોહને સાબિત કરવો ઘણો મુશ્કેલ કામ છે. એજન્સીના રિપોર્ટના આધારે કોર્ટમાં કેસ ન કરી શકો.

વાસ્તવમાં નવાઝ શરીફની PML-N પાર્ટી સહિત 11 વિપક્ષી પાર્ટીઓએ સાથે મળીને ઈમરાન ખાન સામે ગઠબંધન બનાવ્યું છે. જેને પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટ નામ આપ્યું છે. નવાઝ શરીફે પોતે સત્તા બહાર થયા તેમા પાકિસ્તાનની સેના જવાબદાર હોવાની વાત કરી છે. તેમણે આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાનું નામ લઈને કહ્યું હતું કે પાકિસ્તાનમાં સરકાર ઉપર એક સરકાર ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો