તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Pakistan's PM Says Our Economy Is In A Better Position Than India's, Although We Are Not As Strong As Hindustan

ઈમરાનની હાસ્યાસ્પદ તુલના:પાકિસ્તાનના PMએ કહ્યું- અમારું અર્થતંત્ર ભારત કરતાં સારી સ્થિતિ ધારણ કરી રહ્યું છે, જોકે હિન્દુસ્તાન જેટલા મજબૂત નથી

ઈસ્લામાબાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને દાવો કર્યો છે કે તાજેતરના મહિનાઓમાં પાકિસ્તાનના અર્થતંત્રએ ભારત કરતા સારી સ્થિતિ ધારણ કરી છે. મુલતાનમાં એક સરકારી કાર્યક્રમ દરમિયાન ઈમરાને જણાવ્યું કે ભારતનો ગ્રોથ રેટ -7 ટકા છે, જ્યારે પાકિસ્તાનનો ગ્રોથ રેટ 4 ટકા છે. જોકે આ જ ભાષણમાં તેમણે સ્વીકાર કર્યો કે આ મુશ્કેલ સ્થિતિમાં પણ ભારતની સ્થિતિ ઘણી મજબૂત છે.

ઈમરાન ખાન વર્ષ 2018માં વડાપ્રધાન બન્યા હતા અને તેમણે સત્તા સંભાળી ત્યારબાદ પાકિસ્તાનમાં મોંઘવારી અત્યાર સુધીમાં સૌથી ઉંચી સપાટી પર છે. નિષ્ણાતોનું માનવું છે કે સરકાર અન્ય દેશો પાસેથી દેવું લઈ બેંક રિઝર્વ વધારી રહી છે અને આ રીતે દેશના અર્થતંત્રની સારી સ્થિતિને દર્શાવે છે.

શું કહી રહ્યા છે પાકિસ્તાનના વડાપ્રધાન
ઈમરાન ખાને શુક્રવારે પંજાબ પ્રાંતના લોધરાન-મુલતાનમાં એક ધોરીમાર્ગ અપગ્રેડેશન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. અહીં તેમણે આપેલા ભાષણમાં અર્થતંત્રનો ઉલ્લેખ કર્યો હતો અને ત્યારબાદ મુદ્દો ભારત સાથે જોડ્યો. તેમણે કહ્યું- જરા જુઓ, ભારતે કેવા નિર્ણયો કર્યો, અને આપણે શું કર્યું. તુલના કરો કે આપણે તેમનાથી કેવી રીતે આગળ નિકળી ગયા. આજે ભારતની ગ્રોથ રેટ -7 છે અને આપણે 4 ટકાના દરથી આગળ વધી રહ્યા છીએ. જોકે, આજે પણ આપણે તેમના જેવા મજબૂત નથી.

ઈમરાને વધુમાં કહ્યું- જ્યારે મહામારીની શરૂઆત થઈ તો ભારત અર્થતંત્રની દ્રષ્ટિ ઘણી મજબૂત સ્થિતિમાં હતું. આપણે આ સમયમાં પોતાના લોકો અને અર્થતંત્ર બન્નેને બચાવવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું. હવે આપણો મુશ્કેલ સમય પૂરો થયો છે અને દેશ વિકાસના માર્ગ પર છે.​​​​​​​

સારા સમાચાર ટૂંક સમયમાં આપશું
​​​​​​​
ઈમરાને ભાષણમાં એમ પણ કહ્યું કે હવે તેમની સરકાર અનેક સેક્ટરને વધારે સારા બનાવવાના એજન્ડા પર આગળ વધી રહ્યા છીએ. તેમા કૃષિ,IT, અને પર્યટનનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું-અમે ક્યારેય પર્યટન સેક્ટરનો ઉપયોગ કર્યો નથી. જો તમે તમારી રજાઓ લંડનમાં વિતાવતા હોય તો કેવી રીતે સમજી શકશું કે આપણા વિસ્તારમાં પણ કેટલી સુંદર જગ્યા અને પર્યટન સ્થળ છે. હું તમને ખાતરી આપું છું કે દેશને મોટા સારા સમાચાર ટૂંક સમયમાં આપીશ.