તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Pakistan's PM And North Korean Dictator Kim Jong un Are Among The 37 World Leaders In The World Who Have Been Stripped Of Press Freedom.

RSFનો રિપોર્ટ:પ્રેસની સ્વતંત્રતા  છીનવી લેતા વૈશ્વિક નેતાઓની યાદીમાં પાકિસ્તાનના વડાપ્રધાન અને ઉ.કોરિયાનાં તાનાશાહ કિમ જોંગ, દુનિયામાં આવા 37 નેતા

21 દિવસ પહેલા
  • કૉપી લિંક

પ્રેસ વોચડોગ- રિપોટર્સ વિધાઉટ બાઉંન્ડ્રીઝ(RSF)એ એવા વૈશ્વિક નેતાઓની યાદી જાહેર કરી છે કે જેઓ પ્રેસની સ્વતંત્રતા પર પ્રતિબંધ લગાવે છે. આ યાદીમાં પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઇમરાન ખાન અને ઉત્તર કોરીયાનાં તાનાશાહ કિમ જોંગ ઉનને પ્રેસની સ્વતંત્રતા છીનવી લેનારા તરીકે ગણવામાં આવ્યા છે. 37 વૈશ્વિક નેતાની આ યાદીમાં 17 નવા નેતા છે. આ યાદીમાં ભારતનાં વડાપ્રધાન નરેદ્રમોદીના નામનો પણ સમાવેશ થાય છે.

RSFએ કહ્યુ ઇમરાનની છત્રછાયામાં સેના શાસન ચલાવે છે
RSFએ કહ્યું કે ઈમરાનના શાસનની છત્રછાયા હેઠળ પાકિસ્તાન પર સૈન્યની અસર વધુ છે. ખુલ્લેઆમ સેંસરશીપ લગાવવામાં આવે છે. અખબારોમાં અવરોધ સર્જવામાં આવે છે. મીડિયા સંસ્થાઓને ધમકી આપવામાં આવે છે અને જાહેરાતોને દૂર કરવા કહેવામાં આવે છે. ટીવી ચેનલોના સીગ્નલો જામ કરવામાં આવે છે. ઇમરાનખાન વડાપ્રધાન બન્યા બન્યા ત્યારબાદ આ બધુ વધારે પ્રમાણમાં બની રહ્યુ છે.

સાઉદી અરબનાં ક્રાઉન પ્રિંન્સને કહ્યુ- ખગોશીની હત્યા ક્રુરતા દર્શાવે છે
RSFએ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ બિન સલમાનના શાસનને જુલમી ગણાવ્યું હતું. તેણે કહ્યું કે, જાસૂસી અને ધાકધમકી આપવાની પદ્ધતિઓ ક્યારેક અપહરણ, ત્રાસનાં એવા સ્તર પર પહોંચી જાય છે કે જેની કલ્પના કરવી મુશ્કેલ હોય. જમાલ ખગોશીની હત્યા આ જુલમી અને નિર્દયતાને દર્શાવે છે.

આ યાદીમાં હોંગકોંગની મહિલા નેતા કૈરી લૈમ
હોંગકોંગના એડમિનિસ્ટ્રેટિવ ચીફ કૈરી લૈમન વિશે લખવામાં આવ્યુ છે કે, 2018 માં રજૂ કરાયેલા ડિજિટલ સિક્યુરિટી કાયદા તેની દમનકારી પદ્ધતિઓ વિશે ખ્યાલ આપે છે. આ કાયદાને કારણે, 70 થી વધુ પત્રકારો અને બ્લોગર્સ પર કાર્યવાહી કરવામાં આવી હતી.

યાદીમાં આ નામો સામેલ છે.
1. અબ્દેલ ફતહ અલ સિસ્સી, ઇજિપ્ત
2. એલેક્ઝેંડર લુકાશેન્કો, બેલારુસ
3. અલી ખમેનેઇ, ઇરાન
4. બશર અલ-અસદ, સીરિયા
5. કૈરી લૈમ, હોંગકોંગ
6. ડેનિયલ ઓર્ટેગા, નિકારાગુઆ
7. ઇમોમલી રખમોન, તાજિકિસ્તાન
8. ગોતાબાયા રાજપક્ષા, શ્રીલંકા
9. ગુરબંગુલી બર્ડીમોખમ્મેદોવ, તુર્કમેનિસ્તાન
10. હામીદ બિન ઇસા અલ ખલીફા, બહરીન
11. હુન સેન, કંબોડિયા
12. ઇલહમ અલીયેવ, અઝરબૈજાન
13. ઇમરાન ખાન, પાકિસ્તાન
14. ઇસ્માઇલ ઓમર ગુએલ્લેહ, દજિબાઉતી
15. ઇસ્સાયસ અફવર્કી, એરિટ્રીઆ
16. જાયર બોલસોનારો, બ્રાઝિલ
17. કિમ જોંગ ઉન, ઉત્તર કોરિયા
18. લી સીએન લૂંગ, સિંગાપોર
19. મિગુએલ ડાયજ-કેનેલ, ક્યુબા
20. મીન ઓંગ લાયંગ, મ્યાનમાર
21. મોહમ્મદ બિન સલમાન, સાઉદી અરેબિયા
22. નરેન્દ્ર મોદી, ભારત
23. એનગુએન ફુ સ્ટ્રોંગ , વિયેટનામ
24. નિકોલસ મદુરો, વેનેઝુએલા
25. પૌલ બિયા, કેમરૂન
26. પોલ કગામે, રવાંડા
27. પ્રયુત ચાન-ઓ-ચા, થાઇલેન્ડ
28. રમઝાન કૈદિરોવ, રશિયા
29. રેસેપ તૈયિપ એર્દોગન, તુર્કી
30. રોડ્રિગો દુર્તેતે, ફિલિપાઇન્સ
31. સાલ્વા કીર, દક્ષિણ સુડાન
32. શેખ હસીના, બાંગ્લાદેશ
33. તેઇઓડોરો ગુએમા એમ્બાસોગો, ઇક્વાટોરિયલ ગુનીયા
34. વિક્ટર ઓર્બન, હંગરી
35. વ્લાદિમીર પુતિન, રશિયા
36. શી જિનપિંગ, ચીન
37. યોવેરી મ્યુસેવેની, યુગાન્ડા