તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Pakistan's Intelligence Agency ISI Is Behind The Jihadist Statement Of The Terrorist Organization In Kashmir

પાકિસ્તાનના ઈશારે બોલી રહ્યું છે અલકાયદા:આતંકી સંગઠનના કાશ્મીરમાં જેહાદવાળા નિવેદનની પાછળ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI

20 દિવસ પહેલા

31 ઓગસ્ટની રાત્રે અમેરિકી સૈનિકોએ અફઘાનિસ્તાન છોડ્યા બાદ આતંકવાદી સંગઠન અલ કાયદાએ એક નિવેદન જાહેર કર્યું હતું. જેમાં તેઓએ ઈસ્લામિક લેન્ડ્સને મુક્ત કરાવવા માટે ગ્લોબલ જેહાદનું આહ્વાન કર્યું છે, જેમાં કાશ્મીરનો પણ ઉલ્લેખ કર્યો હતો.

NDTVના રિપોર્ટ મુજબ સરકારી સૂત્રોએ જણાવ્યું કે અલકાયદાના નિવેદનમાં કાશ્મીરને સામેલ કરવામાં આવ્યું છે, જ્યારે ચેચન્યા અને શિનજિયાંગનું નામ હટાવાયું છે. અધિકારીના જણાવ્યા મુજબ બંને નામ હટાવવાની પાછળ પાકિસ્તાનનો જ હાથ છે. અધિકારીઓએ જણાવ્યું કે અલકાયદાના આંતરરાષ્ટ્રીય જેહાદ અંગે વાત કરવી તે ચિંતાજનક છે.

તે રસપ્રદ છે કે કાશ્મીરને નિવેદનમાં સામેલ કરાયું છે જ્યારે કે કાશ્મીર પહેલાં ક્યારેય તાલિબાનના એજન્ડામાં ન હતું. આતંકી સંગઠનના નિવેદન પાછળ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI છે. આ નિવેદનમાં ભારતમાં હુમલાઓને લઈને લશ્કર-એ-તોયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠનોને પ્રોત્સાહિત કરશે.

મુસલમાનોને કટ્ટરપંથી બનાવવાના પ્રયાસમાં અલકાયદા
અધિકારીએ જણાવ્યું કે અલકાયદાના નિવેદનનું હજુ વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે પરંતુ આ ભારત માટે ચિંતાનો વિષય છે. તેઓએ કહ્યું કે અલકાયદા દુનિયામાં મુસલમાનોને કટ્ટરપંથી બનાવવાના પ્રયાસમાં છે. આ માનવતા માટે ખતરારૂપ છે. પાકિસ્તાન પણ પોતાના એજન્ડાને આગળ વધારવામાં લાગી ગયું છે.

ઈરાનથી અફઘાનિસ્તાન પરત ફરી શકે છે અલકાયદાના સમર્થક
સરકારની નજર ઈરાનમાં હાજર અલકાયદા સાથે સહાનુભૂતિ રાખનાર અને આતંકવાદીઓના પરિવારના લોકો પર પણ છે. એવા સંકેત છે કે તેમાંથી અનેક લોકો હવે અફઘાનિસ્તાન પરત ફરી શકે છે. અધિકારીએ કહ્યું કે ઈરાન એક શિયા બહુમતીવાળો દેશ છે. એવું જોવામાં આવ્યું છે કે જ્યાં સુધી સામરિક ફાયદાનો સવાલ છે શિયા અને સુન્ની બંને કામ કરી શકે છે. જો એક સાથે નહીં હોય તો પણ તેઓ એકબીજા વિરૂદ્ધ તો નહીં જ લડે.

અફઘાનિસ્તાનના ઘટનાક્રમના પરિણામો પર ચર્ચા થઈ
તાલિબાન દુનિયાની સામે એવો દાવો કરી રહ્યાં છે કે તેઓમાં બદલાવ આવ્યો છે. ભારત આ વાતને લઈને પણ નજર રાખી રહ્યું છે. દિલ્હી અને કાશ્મીરની બેઠકોમાં અફઘાનિસ્તાનના ઘટનાક્રમના પરિણામોને લઈને ચર્ચા થઈ. નિયંત્રણ રેખા પર ઘુસણખોર અને લોન્ચપેડ્સ ફરી સક્રિય થવાની વધતી ઘટનાઓને લઈને વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સૂત્રોનું કહેવું છે કે એજન્સીઓ દ્વારા ઈન્ટરસેપ્ટ કરવામાં આવી રહેલી વાતચીતથી સંકેત મળ્યા છે કે LoC નજીક લોન્ચ પેડ ફરી એક્ટિવ થઈ રહ્યાં છે.

અલકાયદાએ કહ્યું- મુસ્લિમ કેદીઓને આઝાદી અપાવો
અલકાયદાએ ગત મંગળવારે અફઘાનિસ્તાનમાં જીતને લઈને તાલિબાનને અભિનંદન આપ્યા. તેઓએ શુભેચ્છા સંદેશમાં ઈસ્લામના દુશ્મનોને કાશ્મીર અને અન્ય ઈસ્લામી જમીનને આઝાદી આપવાનું આહ્વાન કર્યું. સંદેશમાં તેઓએ પેલેસ્ટાઈન, લેવેન્ટ, સોમાલિયા અને યમન જેવાં ક્ષેત્રોની આઝાદીની માગ કરી છે અને કહ્યું કે દુનિયાભરમાં મુસ્લિમ કેદીઓને આઝાદી અપાવો.

અન્ય સમાચારો પણ છે...