તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાકિસ્તાનની નવી ચાલ:તાલિબાનને માન્યતા અપાવવા અનેક દેશોના ચક્કર કાપી રહ્યા છે પાકિસ્તાનના વિદેશ મંત્રી, મોટાભાગના દેશોએ મૌન ધારણ કર્યું

ઈસ્લામાબાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ ફોટો) - Divya Bhaskar
(ફાઈલ ફોટો)
  • કુરેશી અને વિદેશ મંત્રાલય ટૂંક સમયમાં અન્ય કેટલાક દેશોનો સંપર્ક કરવાની યોજના ઘડી રહ્યા છે

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા બાદ વિશ્વમાં સૌથી વધારે કોઈ ખુશ હોય તો તે પાકિસ્તાન છે. હવે પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહેમુદ કુરેશી અનેક દેશો અને ખાસ કરીને અફઘાનિસ્તાનના પડોશી દેશોનો પ્રવાસ કરી રહ્યા છે અથવા તો કરી ચુક્યા છે. એક અહેવાલ પ્રમાણે પાકિસ્તાન ઈચ્છે છે કે તાલિબાનની સરકારને વિશ્વના મોટાભાગના દેશો તરફથી માન્યતા મળી જાય અને આ રીતે પોતાનો પ્રભાવ વધી જાય.

બીજી બાજુ ભારત સહિત મોટાભાગના દેશો થોભો અને રાહ જુઓની નીતિ અપનાવેલી છે. 31 ઓગસ્ટ બાદ રાજદ્વારી સ્તર પર ચિત્ર સ્પષ્ટ થવાનું શરૂ થઈ શકે છે. ત્યાં સુધીમાં તમામ વિદેશી સૈનિક અને નાગરિકો અફઘાનિસ્તાન છોડી જતા રહ્યા હશે.

શાહ મહેમૂદ કુરેશીના વિદેશ પ્રવાસ
પાકિસ્તાનના વિદેશી મંત્રી શાહ મહેમુદ કુરેશીએ તાજેતરમાં જ તાઝીકિસ્તાન, ઉઝબેકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઈરાનનો પ્રવાસ કર્યો છે. પાકિસ્તાનના અખબાર 'ધ ટ્રીબ્યુન'ના અહેવાલ પ્રમાણે પાકિસ્તાન સરકાર તાલિબાનના પક્ષમાં ખૂબ જ લોબિંગ કરી રહી છે,જેથી વિશ્વના તમામ નહીં તો કેટલાક દેશો તરફથી માન્યતા મળી જાય.અલબત પાકિસ્તાનના પ્રયત્નને લઈ હજુ સુધી કોઈ પરિણામ સામે આવ્યા નથી. પાકિસ્તાને સત્તાવાર રીતે એવી કોઈ જાહેરાત કરી નથી કે તે તાલિબાન સરકારને માન્યતા આપશે કે નહીં. ​​​​​​​

અન્ય કેટલાક દેશોનો પ્રવાસ કરવાની યોજના
અહેવાલ પ્રમાણે કુરેશી અને વિદેશ મંત્રાલય ટૂંક સમયમાં અન્ય કેટલાક દેશોનો સંપર્ક કરવાની યોજના ઘડી રહ્યા છે. ટૂંક સમયમાં તેઓ અન્ય કેટલાક દેશોનો પ્રવાસ કરી શકે છે. તેમા યુરોપિન યુનિયનના કેટલાક દેશોનો સમાવેશ થાય છે.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલય એવો તર્ક આપી રહ્ય છે કે તાલિબાનને માન્યતા અપાવવી તેનો એવો અર્થ નથી કે ત્યાં ફક્ત તાલિબાની જ સરકારમાં સામેલ હોય. તેમનું એવું કહેવું છે કે તાલિબાને પોતાની સરકારમાં અન્ય પક્ષોને પણ સામેલ કરવા જોઈએ જેથી બેલેન્સ જળવાઈ રહે અને અફઘાનિસ્તાનમાં સ્થિતિ બગડે નહીં. ​​​​​​​

તાલિબાન સાથે વાતચીત કરી રહ્યું છે પાકિસ્તાન
શનિવારના રોજ એક નિવેદનમાં કુરેશીએ સ્વીકાર્યું હતું કે પાકિસ્તાન અફઘાનિસ્તાનના તાલિબાની નેતાઓ સાથે સતત સંપર્કમાં છે. જો તાલિબાન તરફથી યોગ્ય સંકેત મળે છે તો વિશ્વ તેને માન્યતા આપવા માટે ચોક્કસ વિચાર કરશે. કુરેશીએ કહ્યું અમે અફઘાનિસ્તાનને ફરીથી પાડવાની ભૂલ કરી તો તેનું પરિણામ અગાઉ કરતા ઘણુ ખતરનાક આવશે.

વડાપ્રધાન ઈમરાન ખાને કેટલાક દિવસ અગાઉ કહ્યું હતું કે તાલિબાન અત્યાર સુધી એમ જ કરતું આવ્યું છે કે જે વિશ્વને તેને કહ્યું. તેણે માનવઅધિકારો અને મહિલાઓને હક આપવાની ખાતરી આપી છે. ઈમરાનના અનેક મંત્રીઓ પણ સતત તાલિબાનના પક્ષમાં નિવેદન આપી રહ્યા છે.