• Home
  • International
  • Pakistan's foreign minister says Kartarpur corridor will reopen from June 29;

કરતારપુરના બહાને નિમ્ન કક્ષાની ચાલ / પાકિસ્તાન કરતારપુર કોરિડોરને કાલથી ખોલવા તૈયારઃ ભારતે કહ્યું, ‘ભ્રમ ફેલાવવા પ્રયાસ’

આ તસવીર લાહોરની છે. શનિવારે અહીં મહારાજા રણજીત સિંહની પૂર્ણતિથિ નિમિતે ત્રણ દિવસનો કાર્યક્રમ શરૂ થયો છે
X

  • ભારતે કહ્યું- પાકિસ્તાન સદભાવનાના નામે ભ્રમ લેવાનાનો પ્રયત્ન કરી રહ્યું છે
  • અગાઉ થયેલી સમજૂતી પ્રમાણે 7 દિવસ અગાઉ જાણ કરવી જરૂરી હતી
  • કરતારપુર કોરિડોરનું ઉદઘાટન ગયા વર્ષ 9 નવેમ્બરના રોજ થયુ હતું
  • કોરોના વાઈરસને પગલે ભારત અને પાકિસ્તાને તેને 16 માર્ચના રોજ બંધ કર્યો હતો

રવિંદર સિંહ રોબિન

રવિંદર સિંહ રોબિન

Jun 28, 2020, 06:14 AM IST

નવી દિલ્હી / ઈસ્લામાબાદ. પાકિસ્તાન શીખ શ્રદ્ધાળુઓ માટે કરતારપુર કોરિડોરને સોમવારથી ખોલવાની તૈયારીમાં છે. પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરેશીએ શનિવારે ટિ્વટમાં કહ્યું કે 29 જૂને મહારાજા રણજિત સિંહની પુણ્યતિથિ છે. અમે ઈચ્છીએ છીએ કે આ દિવસે કોરિડોર ખૂલી જાય. તેના માટે અમે ભારત સાથે વાત કરી રહ્યા છીએ. પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે કહ્યું કે વિશ્વભરમાં ધાર્મિક સ્થળો ખૂલી રહ્યાં છે, એવામાં પાકિસ્તાને પણ શીખ શ્રદ્ધાળુઓ માટે કરતારપુર સાહિબ કોરિડોર ફરી ખોલવા માટે જરૂરી વ્યવસ્થા કરી છે.

શ્રદ્ધાળુંઓ માટે વ્યવ્સથાની પુષ્ટી કરવી જરૂરી
આ જાણકારી ભારતને આપી દેવામાં આવી છે. જ્યારે ભારત સરકારે પાકિસ્તાનની તૈયારીઓને નકારી કાઢી હતી. નવી દિલ્હીમાં સરકારી સૂત્રોએ કહ્યું કે આ પાકિસ્તાનનો શીખો સાથે સદભાવના બતાવી ભ્રમ ફેલાવવાનો પ્રયાસ છે. કરાર મુજબ કોરિડોર સાથે સંકળાયેલા મામલે કોઈ પણ નિર્ણય લેવા માટે સાત દિવસ પહેલાં સૂચના આપવી જરૂરી છે. જોકે આ જાણકારી બે દિવસ પહેલાં અપાઈ છે. કોરિડોર માટે ભારતે પહેલાથી રજિસ્ટ્રેશન કરવું પડે છે. એ પણ જોવું પડશે કે પાકિસ્તાને પોતાની સરહદે રાવી નદીના પૂરવાળા વિસ્તારમાં પુલ બનાવવાનો હતો, જે તેણે નથી બનાવ્યો. ચોમાસુ આવી ગયું છે. એવામાં એ પણ ધ્યાન રાખવું પડશે કે શું શ્રદ્ધાળુઓ માટે કોરિડોરથી જવું સુરક્ષિત છે?

ગુરુદ્વારા ડેરા બાબા નાનાકથી 4 કિમી દૂર 
ભારતમાં કોરોના વાઈરસના ચેપને જોતાં 15 માર્ચે કોરિડોરને બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. પહેલા તેને 31 માર્ચે બંધ કરાયો હતો. પછી અનિશ્ચિતકાળ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો. બંને દેશોએ ગત વર્ષે નવેમ્બરમાં પાકિસ્તાનના ગુરુદ્વારા કરતારપુર સાહિબ અને ભારતના ગુરદાસપુર સ્થિત ડેરા બાબા સાહિબને જોડનાર કોરિડોરને શ્રદ્ધાળુઓ માટે ખોલ્યો હતો. કરતારપુર સાહિબ ગુરુદ્વારા રાવી નદી પાસેના પાકિસ્તાનના નારોવાલ જિલ્લામાં છે અને ડેરા બાબા નાનકથી આશરે 4 કિમી દૂર છે.

'પાકિસ્તાનની ગુગલી' 
અહીં એક વાતનો ઉલ્લેખ કરવો ખૂબ જરૂરી છે. આ વાત ડિસેમ્બર,2018ની છે. તે સમયે કુરેશીએ કરતારપુર કોરિડોર શરૂ કરવાની દરખાસ્ત અંગે કહ્યું હતું કે આ પાકિસ્તાનની ગુગલી છે. જેના જવાબમાં ભારતના તે સમયના વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે જે 'ગુગલી' શબ્દનો તમે ઉપયોગ કરી રહ્યા છો તે તમારા અસલી ચહેરાને ખુલ્લો પાડે છે. આ સાથે એ સ્પષ્ટ થઈ ગયું છે કે તમારા હૃદયમાં શિખ સમૂદાય પ્રત્યે કેટલો આદર રહેલો છે. તમે ફક્ત 'ગુગલી' જ રમી રહ્યા છો.

છેવટે આટલી ઉતાવળ શાં માટે?
એક મહત્વનો પ્રશ્ન છે. કોરિડોર મહામારીને લીધે હંગામી ધોરણે બંધ કરવામાં આવ્યો છે. આ જોખમ હજુ પણ યથાવત છે. પાકિસ્તાનમાં 2 લાખથી વધારે સંક્રમિત છે. 4 હજારથી વધારે લોકોના મોત થયા છે. શું કુરેશી એ સાબિત કરવા માંગે છે કે પાકિસ્તાનમાં કોવિડ-19નું જોખમ ટળી ગયું છે?કુરેશીએ કહ્યું છે કે તેમણે કોરિડોર શરૂ કરતા પહેલા ભારતને દિશા-નિર્દેશ(SOPs) અંગે વાતચીત કરવા આમંત્રણ આપ્યુ છે. પાકિસ્તાનમાં હેલ્થ સેક્ટરની કેવી સ્થિતિ છે તે કોઈનાછી છૂપાયેલી નથી.

શું સાબિત કરવા માંગે છે પાકિસ્તાન? 
હકીકતમાં પાકિસ્તાન દોસ્તી અને શાંતિની વાત કરી ષડયંત્ર રચી રહ્યું છે. 27 જૂનના રોજ કરતારપુર કોરિડોર ખોલવાની જાહેરાત કરે છે.
આ માટે ફક્ત બે દિવસનો સમય આપે છે. જ્યારે, બન્ને દેશ વચ્ચે સમજૂતી હેઠળ એ નક્કી છે કે કોઈ પણ યાત્રા માટે ઓછામાં ઓછા 7 દિવસની જાણકારી આપવી પડશે. આ માટે ભારતને તૈયારી કરવા સમય મળશે. રજિસ્ટ્રેશન પ્રોસેસ શરૂ કરી શકાય.

બ્રિજ પણ નથી તૈયાર કરાયો 
સમજૂતી હેઠળ પાકિસ્તાને તેની તરફ વહેતી રાવિ નદી ઉપર બ્રિજ બનાવવાનો હતો. પણ તે તૈયાર નથી કર્યો. બ્રિજ બન્યો હોત તો શિખ શ્રદ્ધાળુઓની યાત્રા સુરક્ષિત અને સરળ થઈ ગઈ હોત. ચોમાસા સમયે તે વિશેષ જરૂરી હતી.અનેક વર્ષોથી 250 શિખનો જથ્થો લાહોરમાં મહારાજા રણજીત સિંહની પૂર્ણતિથિ નિમિતે જાય છે. પણ આ વખતે પાકિસ્તાને વિઝા માટે શિખોને આમંત્રણ આપ્યું નથી. હાલની સ્થિતિને જોતા શિખ શ્રદ્ધાળુઓએ ઈન્ડિયન હાઈકમીશનનો સંપર્ક કર્યો નથી.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી