દુલ્હનને લગ્નની ભેટ તરીકે ગધેડો મળ્યો, VIDEO:પાકિસ્તાની યુટ્યૂબરે પત્નીને રિસેપ્શનમાં બેબી ડોન્કી આપ્યો, વરરાજાએ કહ્યું- પ્લીઝ.... કોઈ તેની મજાક ના ઉડાવો
પાકિસ્તાનના એક યુટ્યૂબરે તેની નવી દુલ્હનને ખૂબ જ વિચિત્ર લગ્નની ભેટ આપી છે. આ સજ્જનનું નામ અઝલાન શાહ છે અને તેમની શરીક-એ-હયાત એટલે પત્નીનું નામ વરિશા છે.
અઝલાને લગ્ન સમયે વરિશાને જે ભેટ આપી હતી એ બહુ મોંઘી વીંટી કે જ્વેલરી નથી. એ ખરેખર ગધેડો એટલે કે બેબી ડોન્કી છે. ખાસ વાત એ છે કે આ ગધેડાનું બચ્ચું એકલું ન રહે એ માટે અઝલાન તેની માતાને પોતાની સાથે લાવ્યો હતો. અઝલાનની ભેટ અને વરિશાના રિએક્શનનો વીડિયો પણ વાઇરલ થયો છે.
અઝલાન અને વારિશાએ પોતે આ ફોટો શેર કર્યો છે.
જાણો શું છે સમગ્ર કિસ્સો?
- અઝલાન શાહ પાકિસ્તાનના પ્રખ્યાત યુટ્યૂબર છે. તેના ઘણા શોર્ટ વીડિયો પણ વાઇરલ થયા હતા. થોડા દિવસ અગાઉ તેણે વરિશા જાવેદ સાથે લગ્ન કર્યા હતા. નિકાહ પછી દાવત-એ-વલીમા (વેડિંગ રિસેપ્શન) હતું.
- આ વેડિંગ રિસેપ્શનમાં અઝલાને તેની જીવનસાથી વરિશાને તેની પસંદગીની ગિફ્ટ આપી હતી. આ એક જાનવર છે, ગધેડાનું બચ્ચું. અઝલાન અને વરિશા બંને એનિમલ લવર છે.
- હવે સોશિયલ મીડિયા પર કેટલાક લોકો અઝલાનના આ પગલાનાં વખાણ કરી રહ્યા છે તો કેટલાક એવા છે જે વરિશાને મળેલી ગિફ્ટથી નાખુશ છે. જોકે અઝલાન અને વરિશા ખુશ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ રિસેપ્શનમાં પાકિસ્તાની શો-બિઝ ઈન્ડસ્ટ્રીની ઘણી જાણીતી હસ્તીઓ પણ સામેલ થઈ હતી.
પાકિસ્તાની યુટ્યૂબર અઝલાન અને તેની પત્ની વરીશા બેબી ડોન્કી સાથે.
અઝલાનના ગિફ્ટની સમગ્ર કહાની
- અઝલાનની ભેટ અને વરિશાની રિએક્શનનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં અઝલાને તેના રિસેપ્શનમાં મિત્રોને ગિફ્ટ લાવવા માટે કહ્યું હતું. ત્યારે સામેથી એક વ્યક્તિ દોરડાથી બાંધેલા ગધેડાના બચ્ચાને લાવે છે. એ જ સમયે વરિશા ગધેડાના બાળકના માથા પર હાથ ફેરવે છે.
- આ સમયે અઝલાન વરિશાને પૂછે છે કે- હવે સવાલ એ છે કે ગધેડો કેમ? વરિશા આના પર કહે છે- કારણ કે મને એ ગમે છે. પછી અઝલાને કહ્યું - તે દુનિયાનો સૌથી મહેનતુ અને પ્રેમાળ પ્રાણી છે. મને પ્રાણીઓ પ્રત્યે ખૂબ લગાવ છે. લોકો શું કહેશે એની મને કોઈ ચિંતા નથી. પ્લીઝ... કોઈ તેની મજાક ના ઉડાવશો.
- આ પછી બંને બોલિવૂડ ગીત 'એક મેં ઔર એક તૂં, દોને મિલી ઇસ રહે...' પર ડાન્સ કરે છે. આ પછી, બોલિવૂડનો બીજો સોન્ગ બેકગ્રાઉન્ડમાં વાગે છે - મેરે મહેબૂબ મેરે સનમ, શુકરિયા મહેરબાની કરમ...
અઝલાને ઘણી રોચક વાત જણાવી
- એક ન્યૂઝ મીડિયા સાથે વાતચીતમાં અઝલાને કહ્યું- લોકો પૂછે છે કે મેં માત્ર વરિશા સાથે જ લગ્ન કેમ કર્યા અને તેને ભેટમાં ગધેડો કેમ આપ્યો? જવાબ મળ્યો કે વરિશા પણ મારી જેમ એનિમલ લવર છે. મારી જેવી આદતો હોય તો જ કોઈ બીજી વ્યક્તિ મારી સાથે રહી શકે છે. ક્યારેક હું સાપ સાથે રહું છું તો ક્યારેક મગર કે ગરોળી સાથે.
- અઝલાન આગળ કહે છે- વરિશાએ મને એકવાર કહ્યું હતું કે તેને ગધેડો બહુ ગમે છે. મારી માતાને પણ ગધેડા બહુ ગમે છે. એક દિવસ હું ધોબીઘાટ ગયો અને ત્યાંથી આ 30 હજાર રૂપિયામાં ગધેડાનું બચ્ચું ખરીદ્યું. હવે લોકોને જે કહેવું હોય, જે કરવું હોય તે કરતા રહે. મેં મારી બેગમને સરપ્રાઈઝ આપી છે. તે અમારા ઘરમાં એકલો ન રહે, માટે હું તેની માતાને મારી સાથે લઈ આવ્યો છું. હવે તેમને વધુ મહેનત કરવાની જરૂર નથી. મારા ફાર્મહાઉસમાં આરામથી રહેશે અને મજા કરશે.
- વાતને આગળ વધારતાં શાહ કહે છે - આ અમારું દત્તક બાળક છે. બેગમ તેનું નામ માફીન રાખવા માગે છે, પણ હું એને ગુડ્ડુ કહેવા માગુ છું. નામ થોડું સ્વદેશી હોવું જોઈએ. જોકે એને શું નામ આપવું એ અંગે ભારે મૂંઝવણ ચાલી રહી છે.