તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાક PMનો એક તરફી વાટકી વ્યવહાર:સાઉદી અરબથી દાનમાં ચોખાની બોરીઓ લઈને ઈમરાન પરત ફર્યા, વિપક્ષે કહ્યું- આનાથી વધુ પૈસા તો આવવા-જવામાં ખર્ચ થયા

એક મહિનો પહેલા
  • ચીનની વેક્સિન લગાવી હોય એવા તમામ પાકિસ્તાનીઓની સાઉદીમાં 'નો એન્ટ્રી'

ત્રણ દિવસની સાઉદી અરબની મુલાકાત પછી પ્રધાનમંત્રી ઈમરાન ખાન પાકિસ્તાન પરત ફર્યા છે. PM ઈમરાનનાં આ પ્રવાસ પર વિપક્ષ અને જનતાએ સવાલો ઉઠાવ્યા છે. સાઉદી સરકારે પાકિસ્તાનને ચોખાની 19,032 બોરીઓ દાનમાં આપી છે. પાકિસ્તાનનું વિપક્ષ આને દેશનું અપમાન ગણાવી રહી છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)નાં અધ્યક્ષ બિલાવલ ભુટ્ટોએ કહ્યું હતું કે ઈમરાન જેટલી કિંમતનાં ચોખા સાઉદી અરબથી લાવ્યા છે, એનાથી વધારે તો PMનો આવવા અને જવાનો ખર્ચો થયો છે.

PM ઈમરાન ઘણાબધા લોકો સાથે પ્રવાસ પર ગયા હતા
ઈમરાન આ યાત્રામાં 12થી વધુ મંત્રીઓ અને મિત્રોને પણ લઈ ગયા હતા. જોકે, ઈમરાન સરકાર આ મુલાકાતને સફળ જણાવી રહ્યા છે. ભુટ્ટોએ સાઉદી અરબ જ્યારે દાન આપી રહ્યું હતું એ સમયે પણ વિરોધ પ્રગટ કર્યો હતો. તેઓએ કહ્યું હતું કે સાઉદી અરબે પાકિસ્તાનને આ સહાયતા જકાત અથવા ફિતરા ( ઈદમાં ખુશીઓ માણવા માટે જે દાનમાં રકમ મળે) સમજીને આપી છે. શું ઈમરાન ખાને 22 વર્ષ સુધી રાજનીતિમાં મહેનત આ દિવસને જોવા માટે કરી હતી? તેઓએ ન્યૂક્લિઅર આર્મ્ડ કન્ટ્રી માટે આવી રીતે મદદ માગતા પહેલા વિચારવું જોઈએ.

ઇમરાન ખાન રવિવારે 3 દિવસીય સાઉદી પ્રવાસથી પરત ફર્યા છે. એમની સરકાર આ મુલાકાતને મહત્ત્વપૂર્ણ ગણાવી રહી છે.
ઇમરાન ખાન રવિવારે 3 દિવસીય સાઉદી પ્રવાસથી પરત ફર્યા છે. એમની સરકાર આ મુલાકાતને મહત્ત્વપૂર્ણ ગણાવી રહી છે.

મંત્રી અને અધિકારીઓએ PMનો બચાવ કર્યો
વિપક્ષનાં વારનો જવાબ આપતા PMનાં વિશેષ સલાહકાર તાહિર આશરફીએ જણાવ્યું હતું કે પાકિસ્તાન પહેલા પણ આ પ્રકારની મદદ સાઉદી અરબ પાસેથી લઈ ચૂક્યું છે. ચોખાની બોરીઓ દાનમાં આપવા માટે સાઉદી અરબે 1 મહિના પહેલાથી યોજના બનાવીને રાખી હતી. ઈમરાને સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે મુલાકાત કરીને દ્વિપક્ષીય સંબંધોને સુધારવા અંગે પણ ચર્ચા-વિચારણાઓ કરી હતી.

ચીનની વેક્સિન લીધી હોય એવા તમામ પાકિસ્તાનીઓની સાઉદીમાં 'નો એન્ટ્રી'
ઈમરાન રવિવારે સાઉદી અરબનાં પ્રવાસથી પરત ફર્યા હતા. ત્યારપછી સાઉદીએ જણાવ્યું હતું કે તેઓ એવા એકપણ પાકિસ્તાનીને વિઝા નહીં આપે જેને ચીની વેક્સિન લીધી હશે. આનું મુખ્ય કારણ એ છે કે સાઉદી અરબે ચીનની સાઈનોવેક અને સાઈનોફાર્મ વેક્સિનને મંજૂરી આપી નથી. જોકે, ચીને વેક્સિનની ડિપ્લોમસી અંતર્ગત સાઉદીને વેક્સિનનો પુરવઠો પહોંચાડ્યો હતો.

સાઉદીએ માત્ર 4 વેક્સિનને મંજૂરી આપી

  • સાઉદીએ ફાઈઝર, એસ્ટ્રોજેનેકા, મોડર્ના અને જ્હોન્સન એન્ડ જ્હોન્સન, એમ ફક્ત 4 વેક્સિનને મંજૂરી આપી છે. આમાંથી જ્હોન્સન એન્ડ જ્હોન્સનની સિંગલ ડોઝ બાકી ત્રણ ડબલ ડોઝ વેક્સિન છે.
  • ચીને ભલે એના 2 ડોઝ સાઉદીને મોકલ્યા હોય, પરંતુ તેઓએ આનો ઉપયોગ કર્યો નથી. ચીને માત્ર સાઉદી જ નહીં પરંતુ અન્ય ગલ્ફ કન્ટ્રીઝને પણ પોતાની વેક્સિન આપી છે, પરંતુ કોઈએ પણ આનો ઉપયોગ કર્યો નથી.
અન્ય સમાચારો પણ છે...