તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Pakistan's PM Announces Day Of National Mourning, Says Gilani Considers Himself Pakistani, We Salute Him

ગિલાનીના મૃત્યુ પર ઈમરાનનું રાજકારણ:પાકિસ્તાનના વડાપ્રધાને એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો, કહ્યું- ગિલાની પોતાને પાકિસ્તાની માનતા હતા, અમે તેમને સલામ કરીએ છીએ

નવી દિલ્હી24 દિવસ પહેલા
  • ઈમરાન ખાને સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને તેમના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું
  • નિધનના સમાચાર વહેતા થતાં જ કાશ્મીરમાં કેટલાક પ્રતિબંધો લગાવવામાં આવ્યા

કાશ્મીરના રાજકીય દળ- ઓલ પાર્ટી હુર્રિયત કોન્ફરન્સના ચેરમેન સૈયદ અલી શાહ ગિલાનીનું બુધવારે રાતે 91 વર્ષની ઉંમરે મૃત્યુ થયું છે. અલગાવવાદી નેતા ગિલાનીના મૃત્યુ પર પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને રાજકારણ શરૂ કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને તેમના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું અને પાકિસ્તાનમાં એક દિવસનો શોક જાહેર કર્યો છે.

ઈમરાને કહ્યું- કાશ્મીરની આઝાદી માટે લડનારા સૈયદ અલી ગિલાનીના મૃત્યુના સમાચાર સાંભળીને ખૂબ દુઃખી છું. તેઓ આખી જિંદગી કાશ્મીરના લોકો અને તેમની આઝાદીના અધિકાર માટે લડતા રહ્યા. તેમને ભારત સરકાર પાસેથી નિષ્ફળતા મળી, એમ છતાં તેઓ પોતાના ઈરાદા પર અડગ રહ્યા.

તેમણે એ પણ કહ્યું હતું કે પાકિસ્તાનમાં અમે તેમની લડાઈને સલામ કરીએ છીએ અને તેમના શબ્દો યાદ કરીએ છીએ- અમે પાકિસ્તાનના છીએ અને પાકિસ્તાન અમારું છું. પાકિસ્તાનનો ઝંડો અડધો નમેલો રહેશે અને અમે એક દિવસ શોક મનાવીશું.

મહેબૂબા મુફ્તિએ આપી નિધનની માહિતી
PDP નેતા મહબૂબા મુફતિએ બુધવારે રાતે સોશિયલ મીડિયા પર ગિલાનીના નિધનની માહિતી આપી. બીજી તરફ, કાશ્મીરના આઈપીજી વિજય કુમારે કહ્યું હતું કે ગિલાનીના નિધનના સમાચાર મળવા પર કાશ્મીરમાં કેટલાક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. ઈન્ટરનેટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે.

મુફ્તિએ કહ્યું- ગિલાનીના નિધનના સમાચારથી દુઃખી છું. અમારી વચ્ચે વધુ મુદ્દાઓ પર સહમતી નહોતી, જોકે તેમની તાત્કાલિક નિર્ણય શક્તિ અને પોતાના ભરોસા પર અડગ રહેવાના પ્રયત્નોનું સન્માન કરું છું. અલ્લાહ તેમને જન્નતમાં સ્થાન આપે.

અન્ય સમાચારો પણ છે...