પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકાર રાજદ્રોહના કેસમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ કરવાની તૈયારી કરી રહી છે. આ ડરના કારણે ઈમરાન પોતાની સરકારના રાજ્ય ખૈબર પખ્તુખ્વામાં બેઠા છે. 25 મે પછી, તેA માત્ર 1 દિવસ માટે ઈસ્લામાબાદ આવ્યો છે. ઈમરાનની ધરપકડના વિરોધનું અત્યારથી જ વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે.
ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના સાંસદ અતાઉલ્લાહ ખાને કહ્યું છે કે જો ઈમરાનની ધરપકડ કરવામાં આવશે તો તેઓ સરકારના મંત્રીઓ અને તેમના બાળકોને ફિદાયીન હુમલામાં મારી નાખશે. અતાઉલ્લાહે એક વીડિયો જાબેર કરીને આ ધમકી આપી હતી. આ વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે.
સાંસદ આટલા ગુસ્સામાં કેમ છે?
ઈમરાન ખાને તાજેતરમાં એક રેલીમાં કહ્યું હતું- 'જો સેના યોગ્ય નિર્ણય નહીં લે તો પાકિસ્તાનના પરમાણુ હથિયારો અમેરિકા લઈ લેશે. આપણો દેશ નાદાર થવા જઈ રહ્યો છે. સૌથી વધુ નુકસાન સેનાને થશે. ઈમરાને વધુમાં કહ્યું હતુ કે તમે મારી આ વાતને લખી રાખો કે પાકિસ્તાન ત્રણ ભાગમાં વિભાજિત થવા જઈ રહ્યું છે.
ખાનના આ નિવેદનનો સમગ્ર દેશમાં ભારે વિરોધ થયો છે. જોકે, તેમની પાર્ટી અને સોશિયલ મીડિયા વિંગે ખાનના નિવેદનનો બચાવ કર્યો હતો.
ઈમરાનને લાગવા માંડ્યું છે કે સેના અને સરકાર કોઈપણ ભોગે તેની ધરપકડ કરશે. તેથી તેમણે પોતાના કાર્યકરોને ઉશ્કેરવાનું શરૂ કરી દીધું છે. સોશિયલ મીડિયા પર સેના અને સરકાર વિરુદ્ધ જબરદસ્ત પ્રહારો કરવામાં આવી રહ્યા છે.
સાંસદનું ઉશ્કેરણીજનક નિવેદન
કરાચીના સાંસદ અતાઉલ્લાહે જોશ અને જુસ્સામાં એક ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું- 'જો મારા નેતા ઈમરાન ખાનનો એક વાળ પણ વાંકો થશે, તો જેઓ દેશ ચલાવી રહ્યા છે તેઓ એક વાત સમજી લે. હું તે પ્રથમ વ્યક્તિ હોઈશ જે મંત્રીઓ અને તેમના બાળકો પર આત્મઘાતી હુમલો કરશે. હું તમને લોકોને બચવા નહીં દઉં. અમારા હજારો કાર્યકરો પણ તૈયાર છે.
અયાતુલ્લાહ 2018થી સાંસદ છે અને વ્યવસાયે વકીલ છે. તેઓ ભૂતકાળમાં પણ સરકાર વિરુદ્ધ આવા જ નિવેદનો આપી ચૂક્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.