તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ISમાં સામેલ થવાની યોજના બનાવી રહેલા પાકિસ્તાની ડોક્ટરની અમેરિકામાં ધરપકડ, આતંકી સંગઠન માટે લડવા માંગતો હતો

અમેરિકાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક ફોટો - Divya Bhaskar
પ્રતિકાત્મક ફોટો
  • મોહમ્મદ મસૂદ પાકિસ્તાનનું લાઇસન્સ ધરાવતો ડોક્ટર છે, તે H1-B વિઝા પર અમેરિકા આવ્યો હતો
  • મસૂદ કાર્ગો શીપથી સીરીયા જવાની યોજના બનાવી રહ્યો હતો. FBI ટાસ્ક ફોર્સે તેને તે પહેલા જ પકડી લીધો

વોશિન્ગટન: પાકિસ્તાની મૂળના એક ડોક્ટરને આતંકી સંગઠન ISની મદદ કરવાના આરોપમાં ગુરૂવારે પકડવામાં આવ્યો હતો. કાયદા વિભાગ પ્રમાણે મોહમ્મદ મસૂદને મિનેપોલિસના સેન્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી પકડવામાં આવ્યો હતો. તે લોસ એન્જેલસ જવાની તૈયારીમાં હતો. FBIની ટાસ્ક ફોર્સ લાંબા સમયથી મસૂદની ગતિવધિઓ પર નજર રાખી રહી હતી. સીરીયા જવા માટે તે જે લોકોના સંપર્કમાં હતો તે બધા FBIના બાતમીદાર હતા. 
આસિસ્ટન્ટ એટર્ની જનરલ જોન. સી. ડેમર્સ અને મિનેસોટાના એટર્ની એરિકા એચ મેકડોનાલ્ડે મસૂદ વિરુદ્ધ ફરિયાદની જાહેરાત કરી હતી. તેના પર આતંકી સંગઠનને મદદ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો .

સર્ચ કોઓર્ડિનેટર પણ રહ્યો હતો
મસૂદને મિનેપોલિસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. હવે 24 માર્ચના આગામી સુનાવણી થશે. ત્યાં સુધી તેને કસ્ટડીમાં રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. કોર્ટમાં દાખલ થયેલી ફરિયાદ પ્રમાણે મસૂદ પાકિસ્તાનનું લાઇસન્સ ધરાવતો ડોક્ટર છે. તે H1-B વિઝા પર અમેરિકા આવ્યો હતો. તે મિનેસોટાની એક ક્લિનીકમાં રિસર્ચ કોઓર્ડીનેટર તરીકે કામ કરી ચૂક્યો છે. 

જોર્ડનના રસ્તે સીરીયા જવાની યોજના બનાવી હતી
કાયદા વિભાગ પ્રમાણે મસૂદે જાન્યુઆરી અને માર્ચ 2020 વચ્ચે IS આતંકીઓ પ્રત્યે વલણ દર્શાવ્યું હતું. તે સીરીયા જઇને આ સંગઠન વતી લડવા માગતો હતો. તે પહેલા જોર્ડનથી સીરીયા જવા માંગતો હતો. તેણે શિકાગોથી જોર્ડન જવા માટે ટિકિટ પણ લીધી હતી. જોકે 16 માર્ચના કોરોનાવાયરસના લીધે જોર્ડને સીરીયા સાથેની બોર્ડર બંધ કરી દીધી હતી જેના લીધે મસૂદનો ઉદ્દેશ્ય સફળ થઇ શક્યો નહીં. ત્યારબાદ તેણે મિનેપોલિસથી લોસ એન્જેલસ જવાનો નિર્ણય લીધો હતો. અહીં મસૂદને જે વ્યક્તિને મળવાનું હતું તે કાર્ગો શીપથી સીરીયા મોકલવામાં મદદ કરવાનો હતો. જોકે તે પહેલા જ તેને પકડી લેવામાં આવ્યો હતો. 

અન્ય સમાચારો પણ છે...