યૂટ્યુબ પર કડક વલણ:પાકિસ્તાનનો યૂટ્યુબને આદેશ- વાંધાજનક વીડિયો તાત્કાલિક હટાવો, દેશની સંસ્કૃતિને નુકસાન નહીં થવા દઈએ

ઈસ્લામાબાદએક વર્ષ પહેલા
પાકિસ્તાને યૂટ્યુબને વાંધાજનક કન્ટેન્ટ હટાવવા માટે કહ્યું છે. પાકિસ્તાને 2016માં યૂટ્યુબન પર ઘણા મહિના માટે પ્રતિબંધ લગાવાયો હતો(પ્રતિકાત્મક તસવીર)
  • પાકિસ્તાનના સંગઠનો કેટલાંક સમયથી માંગ કરી રહ્યા છે કે યૂટ્યુબને કન્ટેન્ટ અંગે જવાબદાર ઠેરવવામાં આવે
  • પાકિસ્તાન ટેલિકોમ્યુનિકેશન ઓથોરિટીના જણાવ્યા પ્રમાણે, યૂટ્યુબે ગાઈડલાઈન્સનું પાલન કરવું પડશે

પાકિસ્તાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યૂટ્યુબને વાંધાજનક કન્ટેન્ટ હટાવવા માટે કહ્યું છે. આ અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને એક લેટર લખવામાં આવ્યો છે. જેમાં જણાવાયું છે કે સરકાર દ્વારા નક્કી કરાયેલી ગાઈડલાઈન્સનું પાલન કરવું જરૂરી છે. દેશના ઘણા સંગઠનો ઘણા સપ્તાહથી આરોપ લગાવી રહ્યા છે કે યૂટ્યુબ પર ઘણા વીડિયો એવા છે જે રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી સાબિત થઈ શકે છે. આ ઉપરાંત ઘણી કન્ટેન્ટ એવી છે જેના કારણે ઈસ્લામી રાષ્ટ્ર તરીકે પાકિસ્તાનની છાપને નુકસાન થઈ રહ્યું છે.

નિયમોનું પાલન જરૂરી
પાકિસ્તાન ટેલિકોમ્યુનિકેશન ઓથોરિટીના જણાવ્યા પ્રમાણે,યૂટ્યુબ અને બીજી ચેનલો માટે પહેલાથી ગાઈડલાઈન્સ નક્કી છે.જો તેનું પાલન નહીં કરવામાં આવે તો કાર્યવાહી કરવામાં આવશે. લેટરમાં ઘણા ઉદાહરણ આપતા કહ્યું કે, ઈસ્લામિક રાષ્ટ્ર તરીકે અમે પાકિસ્તાનની છાપને નુકસાન નહીં થવા દઈએ. આ ઉપરાંત રાષ્ટ્રીય સુરક્ષા સાથએ જોડાયેલા મુદ્દાઓ પર પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે, કારણ કે ઘણા વીડિયો પણ સંવેદનશીલ છે.

હેટ સ્પીચ પર લગામ જરૂરી
PTAએ મીડિયાને આપેલા નિવેદનમાં કહ્યું કે, અશ્લીલ, અનૈતિક અને સંવેદનશીલ વીડિયોને હટાવવા પડશે. આનાથી સમાજ પર ખરાબ અસર પડી રહી છે. હાલ યૂટ્યુબ તરફથી આ અંગે કંઈ કહેવામાં આવ્યું નથી. અમે ઈચ્છીએ છીએ કે યૂટ્યુબ પાકિસ્તાનમાં પણ જવાબદારીનો પરિચય આપે. જો કે, બે મહિના પહેલા તેના એક અધિકારીએ કહ્યું હતું કે, પાકિસ્તાનમાં તેના એક અધિકારીએ કહ્યું હતું કે, પાકિસ્તાનમાં તેમની પર પ્રતિબંધ વધારવામાં આવી રહ્યો છે અને જે તેમના પ્રમાણે યોગ્ય નથી.

ટિકટોક પર પણ નજર
જુલાઈમાં ચીની એપ ટિકટોક અંગે પણ પાકિસ્તાનમાં હોબાળો થયો હતો. ત્યારે કહેવામાં આવ્યું હતું કે, ટિકટોક દ્વારા અશ્લીલ કન્ટેન્ટ તૈયાર કરવામાં આવે છે અને આનાથી યુવાનો પર ખરાબ અસર પડે છે. તેના પછી બીગો એપ પર પ્રતિબંધ લગાડી દેવાયો હતો. જો કે પછીથી ચીનના દબાણ દ્વારા આ એપ પરથી પ્રતિબંધ હટાવી લેવાયો હતો. પાકિસ્તાન સરકાર અને યૂટ્યુબ વચ્ચે ઘર્ષણ પહેલા પણ થયું હતું.2016માં યૂટ્યુબ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ત્યારે અમેરિકન સરકારની દખલગીરી પછી 2 મહિના પછી આ પ્રતિબંધને હટાવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...