PAKની મુશ્કેલી વધી:FATFના ગ્રે લિસ્ટમાં જ રહેશે પાકિસ્તાન; તુર્કી અને જોર્ડનની મુશ્કેલી પણ વધી

પેરિસએક મહિનો પહેલા
  • કૉપી લિંક
માત્ર બે દિવસ પહેલાં IMFએ સ્પષ્ટ કરી દીધું કે જો પાકિસ્તાન તેમની શરતો પૂરી નહીં કરે તો તેઓને 6 બિલિયન ડોલરની લોન નહીં આપવામાં આવે - Divya Bhaskar
માત્ર બે દિવસ પહેલાં IMFએ સ્પષ્ટ કરી દીધું કે જો પાકિસ્તાન તેમની શરતો પૂરી નહીં કરે તો તેઓને 6 બિલિયન ડોલરની લોન નહીં આપવામાં આવે

પાકિસ્તાન સતત ત્રીજા વર્ષે પણ ફાયનાન્સિયલ ટાસ્ક ફોર્સ (FATF)ના ગ્રે લિસ્ટમાંથી બહાર ન આવી શક્યું. ગુરૂવારે રાત્રે પેરિસમાં FATFની બેઠક પછી પ્રેસિડન્ટ માર્કસ પ્લીયરે કહ્યું- પાકિસ્તાનને અમે ગ્રે લિસ્ટમાં રાખી રહ્યાં છીએ. તેઓએ 34માંથી 30 શરતો પૂરી કરી છે. ચાર ઘણી જ મહત્વપૂર્ણ શરતો છે જેના પર હજુ કામ કરવાનું બાકી છે.

ખાસ વાત એ છે કે FATFએ જોર્ડન, માલી અને તુર્કી પર પણ નજર રાખવાનો નિર્ણય કર્યો છે. જો કે હાલ તેમને ગ્રે લિસ્ટમાં રાખવામાં આવ્યા કે નહીં તે અંગો કંઈ સ્પષ્ટ નથી.

દરેક દેશ માટે એક એક્શન પ્લાન
જે દેશને ગ્રે લિસ્ટમાં રાખવામાં આવ્યા છે, તે તમામને એક એક્શન પ્લાન પણ આપવામાં આવ્યો છે. ગ્રે લિસ્ટમાં આવવાથી બચવા કે બ્લેક લિસ્ટેડ થવાથી બચવા માટે તેઓએ આ એક્શન પ્લાનની તમામ શરતોને નિશ્ચિત સમયમર્યાદામાં પૂરી કરવી જરૂરી હોય છે.

FATFએ મોરેશિયસ અને બોત્સવાનાને અભિનંદન આપતા કહ્યું કે- આ બંને દેશોને ગ્રે લિસ્ટમાંથી બહાર કાઢવામાં આવે છે. તેનો અર્થ એ થયો કે હવે તેઓને વર્લ્ડ ફાયનાન્સિયલ ઈન્સ્ટીટ્યૂશનથી મદદ મળી શકશે.

એક સપ્તાહમાં બીજો ઝાટકો
માત્ર બે દિવસ પહેલાં IMFએ સ્પષ્ટ કરી દીધું કે જો પાકિસ્તાન તેમની શરતો પૂરી નહીં કરે તો તેઓને 6 બિલિયન ડોલરની લોન નહીં આપવામાં આવે. એટલું જ નહીં IMFએ પાકિસ્તાનને આ લોનનો પહેલો હપ્ત આપવાનો પણ ઈનકાર કરી દીધો હતો. વોશિંગ્ટનમાં 11 દિવસ ચાલેલી વાતચીત પછી પાકિસ્તાનનું ગ્રુપ ખાલી હાથ પરત ફર્યું હતું. હવે ન્યૂઝ એજન્સીના સૂત્રોના અહેવાલથી માહિતી મળી છે કે આગામી વર્ષે એપ્રિલમાં મળનારી FATFની મીટિંગમાં પણ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાંથી બહાર નહીં કાઢવામાં આવે. એટલે કે પાકિસ્તાનને માત્ર એક જ સપ્તાહમાં બીજો જોરદાર ઝાટકો લાગ્યો છે.

FATFના ગ્રે અને બ્લેક લિસ્ટમાં આવવાથી થનારા નુકસાન
ગ્રે લિસ્ટઃ આ લિસ્ટમાં તે દેશોને રાખવામાં આવે છે જેના પર ટેરર ફાયનાન્સિંગ અને મની લોન્ડ્રિંગમાં સામેલ હોવાનો કે તેને નકારવાની શંકા હોય છે. આ દેશોને કાર્યવાહી કરવા માટે સશર્ત ટાઈમ આપવામાં આવે છે. તેનું મોનિટરિંગ પણ કરાય છે. કુલ મળીને તમે તેને 'વોર્નિંગ વિથ મોનિટરિંગ' કહી શકો છે.

નુકસાનઃ ગ્રે લિસ્ટમાં આવતા દેશોને કોઈ પણ ઈન્ટરનેશનલ મોનિટરી બોડી કે દેશથી કર્જ લેતા પહેલાં ઘણી જ કડક શરતોને પૂરી કરવી પડે છે. મોટા ભાગની સંસ્થાઓ કર્જ આપવામાં આનાકાની કરે છે. ટ્રેડમાં પણ મુશ્કેલીઓ આવે છે.

બ્લેક લિસ્ટઃ જ્યારે પુરાવાથી તે પુરવાર થાય છે કે કોઈ દેશમાંથી ટેરર ફાયનાન્સિંગ અને મની લોન્ડ્રિંગ થઈ રહ્યું છે અને તેઓ તેના પર અંકુશ નથી રાખી રહ્યાં તો તેને બ્લેક લિસ્ટમાં નાખવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...