તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:ભારતમાં ઉત્પાદિત વેક્સિન પાકિસ્તાન WHO પાસેથી ખરીદશે

ઇસ્લામાબાદ8 મહિનો પહેલા

કોરોના માટે વેક્સિનની શોધ કરી રહેલા પાકિસ્તાનને છેવટે ભારત પાસેથી જ વેક્સિનના ડોઝ ખરીદવાની ફરજ પડી છે. પાકિસ્તાને એસ્ટ્રા જેનેકાના 1.70 કરોડ ડોઝ વિશ્વ આરોગ્ય સંસ્થા મારફતે મેળવ્યા છે. એસ્ટ્રા જેનેકા રસી ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બનાવવામાં આવે છે. ભારતે આ રસીને કોવિશિલ્ડ નામ આપ્યું છે.

પાક. વડાપ્રધાનના વિશેષ સલાહકાર ફૈઝલ સુલતાને કહ્યું કે પાકિસ્તાન ટૂંક સમયમાં જ રસીકરણ અભિયાનની શરૂઆત કરશે. ચીનની કંપની સિનોફોર્મના 5 લાખ ડોઝ અને એસ્ટ્રા જેનેકાના 7 લાખ ડોઝ ચાલુ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં આવી જશે.

અન્ય સમાચારો પણ છે...