તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઈમરાન સરકારની મુશ્કેલીઓમાં ફરીથી વધારો થવા જઇ રહ્યો છે. આવતા મહીને યોજાઇ રહેલી ફાઈનાન્સિયલ એકશન ટાસ્ક ફોર્સ (FATF)ની બેઠકમાં પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાથી બહાર નિકાલવાની કોઈ જ શક્યતા જણાઈ રહી નથી. તેનું કારણ એ છે કે ઇમરાન ખાનની સરકાર હજી પણ હાફિઝ સઇદના જમાત-ઉદ-દાવા (JUD)અને જૈશ-એ-મોહમ્મદ (JEM) સામે કોઈ જ નક્કર કાર્યવાહી કરી રહ્યું નથી. મીડિયા રિપોર્ટ દ્વારા આ માહિતી સામે આવી છે.
પાકિસ્તાન હાલમાં ગ્રે લિસ્ટમાં
પાકિસ્તાન ત્રણ વર્ષથી ગ્રે લિસ્ટમાં છે. 2018માં તેને આ લિસ્ટમાં સ્થાન આપવામાં આવ્યું હતું. FATFએ ગયા વર્ષે તેને 23 પોઇન્ટનો એક કાર્યક્રમ સોંપાયો હતો. સંગઠને કહ્યું હતું કે ફક્ત આ શરતો જ પૂરી કરવાની નથી, પરંતુ તેના મજબુત પુરાવા પણ આપવાના રહેશે. હવે greekcitytimes દ્વારા એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ઇમરાન સરકારની કાર્યવાહીથી FATF સંતુષ્ટ નથી. બની શકે છે કે તેને બ્લેકલિસ્ટ કરવામાં આવે અથવા છેલ્લી ચેતવણી તરીકે તેને ગ્રે લિસ્ટમાં જ રાખવામાં આવે.
આતંકી સંગઠનોને હજી પણ ફંડિંગ
અહેવાલ મુજબ, FATF પાસે એવી માહિતી હતી કે પાકિસ્તાન સરકાર દ્વારા અત્યાર સુધી જેયુડી અને જૈશ સામે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. આ બંને આતંકી સંગઠનો પાકિસ્તાનની ધરતીથી નિર્ભયતાથી કામ કરી રહ્યા છે. અમેરિકા પણ ગત દિવસોમાં કહ્યું હતું કે પાકિસ્તાનને આતંકવાદી સંગઠનોના આશ્રય તરીકે ઉપયોગ કરતા અટકાવવું જોઈએ. અમેરિકા માટે અફઘાનિસ્તાન મુશ્કેલીઓ પાકિસ્તાનના કારણે જ વધી રહી છે.
ચેતવણી પણ આપી હતી
FATFના પ્રમુખ માર્કસ પ્લેઅરે ઓક્ટોબરની સમીક્ષા બેઠકમાં કહ્યું હતું કે- પાકિસ્તાનની કાર્યવાહીમાં ખૂબ ગંભીર ભૂલો સામે આવી છે. અમે તેને એક વધુ તક આપી રહ્યા છીએ. ફેબ્રુઆરીમાં આ અંગે વિચારણા કરવામાં આવશે. અમે ઈચ્છીએ છીએ કે કાર્યવાહી પહેલા, ત્યાંની સરકારને વધુ એક તક આપવી જોઈએ. આ પછી, શું કાર્યવાહી કરવી તે નક્કી કરવામાં આવશે. અમે હંમેશાં રાહત આપી શકતા નથી.
રિપોર્ટ મુજબ, FATFની પાસે કેટલાક ઇંટેલિજન્સ વીડિયો ફૂટેજ પણ છે, જેનાથી જાણ થાઈ છે લે જમાત અને જૈશના આતંકી આકાઓ હજી પણ પાકિસ્તાનની ધરતી પર ખુલ્લેઆમ કામ કરી રહયા છે. એક વીડિયો ઓકટોબર 2020નો છે.
ફસાઈ જશે ઈમરાન
જો પાકિસ્તાન આવતા મહિને ગ્રે લિસ્ટ અથવા બ્લેક લિસ્ટ થઈ જશે તો ઇમરાન ખાન બંને પરિસ્થિતિમાં મુશ્કેલીમા આવી જશે. તેમની સરકાર બેહાલ બની ચૂકેલી અર્થવ્યવસ્થાને યોગ્ય નહીં કરી શકે અને વિશ્વનું કોઈ પણ સંગઠન તેને નાણાકીય મદદ કરી શકશે નહીં. ઘરેલું મોરચો પર, વિરોધીઓને તેમને ઘેરવા માટેની વધુ કે તક મળી જશે. તેઓ પહેલેથી જ ઘણા દબાણમાં છે અને વિપક્ષનો આરોપ છે કે તેઓ સેનાની મદદને કારણે જ સરકાર ચલાવી રહ્યા છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.