અફઘાનિસ્તાનમાં PAK સેનાની એરસ્ટ્રાઈક:પાકિસ્તાન તાલિબાનના બેઝને નિશાન બનાવાયું, 4 સામાન્ય નાગરિક માર્યા ગયા

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાકિસ્તાનની એરફોર્સે ગુરુવારે અફઘાનિસ્તાનમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન(TTP)ના બેઝ પર એરસ્ટ્રાઈક કરી હતી. જેનો અફઘાનિસ્તાનના એક અખબાર ‘હશ્ત-એ-સુબહ’ના એક રિપોર્ટમાં ખુલાસો થયો છે.

અખબાર મુજબ, આ હવાઈ હુમલા TTPના ગઢ મનાતા નાંગરહાર રાજ્યના સલાલા ગુશ્તા શહેરમાં કરવામાં આવ્યા હતા. બીજી બાજુ સોશિયલ મીડિયામાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ એરસ્ટ્રાઈકમાં એક ડેરી પર કામ કરવાવાળા ચાર સામાન્ય નાગરિકના પણ મોત થયા છે. જેમાં એક બાળક સામેલ છે. ત્યારે હજુ સુધી પાકિસ્તાની સેના કે અફઘાનિસ્તાનની તાલિબાન શાસને આ મામલે કંઈ પણ જણાવ્યું નથી.

ફક્ત બોમ્બમારો કર્યો
અખબારના રિપોર્ટ અને સોશિયલ મીડિયા પરથી મળેલા ઈનપુટ્સમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાન એરફોર્સના ફાઈટર જેટ્સે એક જ દિવસમાં બેવાર અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઈક કરી. પહેલો હુમલો ગુરૂવારે વહેલી સવારે અને બીજો સવારે 11 વાગ્યાની આસપાસ કરાયો. અખબારો મુજબ, આ દરમિયાન ફાયરિંગ નથી થયું, ફક્ત ઉંચાઈ પરથી બોમ્બમારો કરાયો હતો.

ત્રણ દિવસ અગાઉ જ મળ્યા હતા સંકેત
પાકિસ્તાનમાં TTPના હુમલા સતત તેજ થઈ રહ્યા છે. તેમની શ્રેણીમાં હવે રાજધાની ઈસ્લામાબાદ પણ આવી ગઈ છે. પાછલા અઠવાડિયે ઈસ્લામાબાદમાં એક ફિદાયીન હુમલો પણ થયો હતો. જેમાં એક પોલીસ ઓફિસર માર્યો ગયો હતો અને છ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

ત્યારબાદ શાહબાઝ શરીફે કેબિનેટ મીટિંગ બોલાવી હતી. મીટિંગ પછી હોમ મિનિસ્ટર રાણા સનાઉલ્લાહે કહ્યું હતું કે- પાકિસ્તાન તેની રક્ષા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. કદાચ અફઘાનિસ્તાનના તાલિબાન શાસને TTPને નહીં રોકી તો અમે અફઘાનિસ્તાનમાં ઘુસીને આ આતંકિઓને મારીશું. ત્યાર પછી ગુરુવારે એરસ્ટ્રાઈકના સમાચાર આવ્યા.

અફઘાનિસ્તાન ચુપ નહીં રહે
TTPને લઈ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે તણાવ ખતરનાક રૂપ લઈ રહ્યો છે. બંને દેશો વચ્ચે ડૂરંડ લાઈન પર તમામ એન્ટ્રી અને એગ્ઝિટ પોઈન્ટ્સને બંધ કરવામાં આવ્યા છે. હાલત એવી છે કે બે મહિનામાં બંને દેશો વચ્ચેના ફાયરિંગમાં 16 જેટલા પાકિસ્તાની સૈનિક માર્યા ગયા છે. ત્યારે પાકિસ્તાન સરકાર હુમલા માટે TTPને જવાબદાર ગણાવે છે.

રાણા સનાઉલ્લાહની ધમકીનો જવાબ તાલિબાનના સીનિયર લીડર અને ઉપ-પ્રધાનમંત્રી એહમદ યાસિરે સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કરીને આપ્યો હતો. તેમજ સાથે ઉર્દૂમાં એક કેપ્શન શેર કર્યું હતું. પહેલા આ ફોટો વિશે જાણી લો. આ ફોટો 1971માં ભારત અને પાક્સિતાનના યુદ્ધનો છે. પાકિસ્તાની સેનાની ખરાબ રીતે પરાજીત થઈ હતી. તેના 90 હજારથી વધુ સૈનિકોએ સરેન્ડર કર્યું હતું.

સરેન્ડર ડોક્યુમેન્ટ પર પાકિસ્તાનની તરફથી લેફ્ટનન્ટ જનરલ આમિર અબ્દુલ્લાહ ખાન નિયાજીએ સહી કરી હતી. તેમની બરાબર બાજુમાં હાજર હતા આપણી સેનાના લેફ્ટનન્ટ જનરલ જગજીતસિંહ અરોડા. આ સરેન્ડર પછી જ બાંગ્લાદેશ એક અલગ દેશ બન્યો હતો અને પાકિસ્તાનના બે ભાગ થયા હતા.

હવે વાત એ કેપ્શનની, જે તાલિબાન નેતા યાસિરે આ ફોટો સાથે લખ્યું. જેમાં કહેવામાં આવ્યું કે- રાણા સનાઉલ્લાહ, જબરદસ્ત. ભુલો નહીં કે આ અફઘાનિસ્તાન છે. આ એ અફઘાનિસ્તાન છે જ્યાં મોટી-મોટી તાકાતોની કબરો ખોદાઈ ગઈ હતી. અમારી પર સૈનિકોના હુમલાના સપના ના જોવો, નહીં તો, તેના પરિણામ એટલા જ શરમજનક હશે જેટલા ભારત સામે તમારા થયા હતા.

પાકિસ્તાન તાલિબાન અને અફઘાનિસ્તાન તાલિબાન કેમ અલગ છે?
15 ઓગસ્ટ 2021એ અફઘાન તાલિબાને કાબુલ સહિત આખા અફઘાનિસ્તાન પર કબ્જો કરી લીધા હતો. તાલિબાનના બે જૂથ છે. પહેલું- અફઘાનિસ્તાન તાલિબાન. જેમાં તાજિક, ઉજ્બેક, પશ્તૂન અને હજારા સહિત ઘણા સમુદાયના લોકો છે. બીજુ-TTP એટલે તાલિબાન પાકિસ્તાન. જેમાં વધારે પશ્તૂન અને પઠાન છે. તે પાકિસ્તાનના ખેબર પખ્તૂનખ્વા અને વજીરિસ્તાનમાં એક્ટિવ છે.

અફઘાન તાલિબાન અને પાકિસ્તાન તાલિબાનનો હેતુ કહીએ કે વિચારધારા એક જ જેવી છે. બંને જ કટ્ટર ઈસ્લામ અને શરિયા કાયદો લાગૂ કરવા માગે છે. TTPનું કહેવું છે કે પાકિસ્તાન અડધો ઈસ્લામી દેશ છે અને અહીંયા સંપૂર્ણ રીતે શરિયા કાયદો લાગૂ થવો જોઈએ.

પોતાની શરતો મનાવવા માટે TTP ખેબર પખ્તૂનખ્વા, વજીરિસ્તાન અને દેશ અન્ય ભાગોમાં હુમલા કરે છે. તેઓએ રાજધાની ઈસ્લામાબાદમાં એક ફિદાયીન હુમલો પણ કર્યો હતો. જેમાં એક પોલીસ ઓફિસરનું મૃત્યું થયું હતું અને ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

પાકિસ્તાની સૈનિકો અને સરકારની સૌથી મોટી મૂશ્કેલી એ છે કે હવે બલૂચિસ્તાનના બળવાખોરો પણ TTP સાથે હાથ મીલાવવી ચૂક્યા છે. કુલ મળીને પાકિસ્તાન માટે આ ઘણો ખતરનાક સંકેત છે. બીજી બાજુ, અફઘાન તાલિબાન TTPને તમામ રીતે સપોર્ટ કરી રહ્યું છે. અફઘાન તાલિબાન તો પાકિસ્તાન-અફઘાનિસ્તાન બોર્ડર એટલે ડૂરંડ લાઈનને પણ નથી માનતું. આ વિવાદના કારણે અગાઉ પણ ઘણી ફાયરિંગ થઈ હતી. જેમાં પાકિસ્તાનના ઘણા સૈનિકો અને સામાન્ય નાગરિક માર્યા ગયા હતા.

ડિફેન્સ મિનિસ્ટ્રી પણ કડક
આ નિવેદનના થોડા કલાકો પછી અફઘાનિસ્તાનની ડિફેન્સ મિનિસ્ટ્રીએ પણ અલગ સ્ટેટમેન્ટ જાહેર કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, પાકિસ્તાન પાયાવિહોણા આરોપ લગાવી રહ્યું છે. અમારી ત્યાં TTPનો કોઈ આશ્રય નથી. તેમણે ભ્રમમાં ન રહેવું જોઈએ કે અફઘાનિસ્તાન નબળું છે કે તેનું કોઈ માલિક નથી. અમને ઘણી સારી રીતે જાણ છે કે પોતાના દેશની રક્ષા કેવી રીતના કરી શકાય છે. જો હુમલો થયો તો અમે જડબાતોડ જવાબ આપીશું.

અન્ય સમાચારો પણ છે...