લંડનમાંથી મળેલું યુરેનિયમ અમારું નથી:પાકિસ્તાને કહ્યું-પરમાણુ મટિરિયલ કરાચીથી નથી મોકલાયું, બ્રિટને જાણકારી પણ ન આપી

24 દિવસ પહેલા
  • કૉપી લિંક

લંડનના હિથ્રો એરપોર્ટ પર ગયા મહિને મળેલું યુરેનિયમ પાકિસ્તાનથી નથી મોકલાયું. પાકિસ્તાનના વિદેશ મંત્રાલય અનુસાર બ્રિટિશ સરકાર કે તપાસ એજન્સીઓએ યુરેનિયમ મળવાની જાણકારી આપી નથી. એટલે એવું માનવામાં આવે છે કે આ મળવાને લઇને તેને કોઇ સંબંધ નથી.

બુધવારે બ્રિટિશ મીડિયાના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે 29 ડિસેમ્બરે ઓમાનથી લંડનના હિથ્રો એરપોર્ટ પર લેન્ડ થયેલી ફ્લાઇટના કાર્ગોમાંથી એક યુરેનિયમનું પેકેટ મળી આવ્યું હતું. આની ડિલિવરી લંડનમાં રહેનાર એક ઇરાની બિઝનેસમેન થવાની હતી. પેકેટ પાકિસ્તાનથી મોકલવામાં આવ્યું હતું.

યોગ્ય જવાબ પણ નથી પાકિસ્તાનની પાસે
‌‌‌‌BBC સહિત દુનિયાનાં તમામ મીડિયા હાઉસીસે બુધવારે બ્રિટિશ ઇન્ટેલિજન્સના હવાલાથી હિથ્રો પર યુરેનિયમ મળવાની ખબર પબ્લિશ કરી. બ્રિટનની જાસૂસી એજન્સીઓએ પણ માન્યું કે બોર્ડર સિક્યોરિટી ફોર્સે યુરેનિયમનું પેકેટ પ્રાપ્ત કર્યું હતું અને હકીકતમાં પાકિસ્તાનના કરાચીથી મોકલવામાં આવ્યું હતું.

લગભગ 15 દિવસ પહેલાં મળેલા આ પેકેટની બહુ સિક્રેટ રીતે તપાસ ચાલી રહી છે. જ્યારે પાકિસ્તાનનું નામ સામે આવ્યું તો તેમની તરફથી હંમેશાંની જેમ આ આરોપને પાયાવિહોણો બતાવ્યો.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયની પ્રવક્તા મુમતાઝ ઝાહરાએ કહ્યું- અમને આ બાબતની કોઇ ઓફિશિયલ ઇન્ફર્મેશન આપવામાં આવી નથી. એટલા માટે પાકિસ્તાન સરકાર એ માને છે કે બ્રિટિશ મીડિયાના રિપોર્ટમાં કોઇ સચ્ચાઇ નથી. હેરાનીની વાત તો એ છે કે પ્રવક્તાએ આ વાતનો જવાબ ન આપ્યો કે બ્રિટનની ઇન્ટેલિજન્સ એજન્સીઓએ પેકેટનું મૂળ પાકિસ્તાન બતાવ્યું છે.

સ્કોટલેન્ડ યાર્ડ પણ તપાસમાં સામેલ

  • 'ધ સન'ના રિપોર્ટ અનુસાર ઘટના 29 ડિસેમ્બરની છે. ત્યારે એક ફ્લાઇટ ઓમાનથી હિથ્રો એરપાર્ટ પહોંચી. આ ફ્લાઇટમાંથી એક પેકેટ મળ્યું. તેમાં યુરેનિયમ હતું. એરપોર્ટ પર હાજર બોર્ડર સિક્યોરિટી સ્ટાફે પેકેટને પોતાના કબજામાં લીધું અને ત્યાર બાદ સ્કોટલેન્ડ યાર્ડ અને ઇન્ટેલિજન્સ એજન્સીઓને તેના વિશે જાણકારી આપી.
  • સ્કોટલેન્ડ યાર્ડના અનુસાર કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટની એક સ્પેશિયલ ટીમને આ મામલાની તપાસ સોંપી દીધી છે. સાથે તપાસ એજન્સીઓ આ ટીમને મદદ કરશે. રૂટિન તપાસ દરમિયાન આ પેકેટને લઇને ખબર પડી. તપાસ દરમિયાન તેમાંથી યુરેનિયમ મળી આવ્યું.
  • રિપોર્ટ અનુસાર આ પેકેટ પાકિસ્તાનથી ઓમાન મોકલવામાં આવી રહ્યું હતું. ત્યાંથી તેને લંડન લાવવામાં આવ્યું. લંડનમાં આ પેકેટ એક ઇરાની બિઝનેસમેન સુધી પહોંચાડવાનું હતું. મામલાની ગંભીરતાને જોઇ તપાસ એજન્સીઓએ આ બાબતે કંઇ પણ બતાવવાથી ઇનકાર કરી દીધો છે.

બ્રિટિશ ઓફિસરોએ શું કહ્યું
બોર્ડર ફોર્સ કમાન્ડર રિચર્ડ સ્મિથે કહ્યું- હું સામાન્ય નાગરિકોને માત્ર એટલું કહેવા ઇચ્છું છું કે તેમને ડરવાની કે પરેશાન થવાની કોઇ જરૂરત નથી. પેકેટમાં યુરેનિયમની ક્વોન્ટિટી ઓછી હતી. આનાથી રેડિયેશનનું જોખમ નથી.અમારી તપાસ ચાલુ છે. હાલમાં કોઇ ખતરો નથી. આનાથી વધુ કંઇ પણ બતાવી શકીશું નહીં.

જોકે બે સવાલ દરેકના મનમાં છે. પહેલો- પાકિસ્તાનથી આ પેકેટ કોણે મોકલ્યું અને તે પહેલાં ઓમાન કેમ પહોંચ્યું. બીજો- લંડનમાં ઇરાનનો એ કયો કારોબારી છે, જેને આ પેકેટ હેન્ડઓવર કરવામાં કરવાનું હતું. આના સિવાય તપાસ એજન્સીઓ એ પણ બતાવવા માટે તૈયાર નથી કે શું પેકેટ કોઇ શખ્સ પાસેથી મળ્યું છે કે કોઇ લગેજમાં મૂકવામાં આવ્યું હતું. જો લગેજમાં હતું તો પેસેન્જર પ્લેનમાં આ લગેજનો માલિક કોણ હતો. બ્રિટનની હોમ મિનિસ્ટ્રીએ આ બાબતે કંઇ પણ કહેવાથી ઇનકાર કરી દીધો છે.

પાંચ પાકિસ્તાનીઓની તલાશ છે અમેરિકાને
જાન્યુઆરી 2020માં અમેરિકન તપાસ એજન્સીઓ એ પાકિસ્તાનના પાંચ નાગરિકોને પરમાણુ તકનિક અને સ્મગલિંગના આરોપમાં પકડવામાં આવ્યા હતા. તેમાંથી માત્ર એક પાકિસ્તાનમાં રહેતો હતો, જ્યારે ચાર બીજા દેશોમાં રહેતા હતા. બે લોકો કેનેડા, એક હોંગકોંગ, એક બ્રિટનમાં રહેતો હતો. આ પાંચેની ધરપકડ થઇ કે નહીં, તેની જાણકારી હજી સુધી સામે આવી શકી નથી.

અમેરિકન તપાસ એજન્સીઓએ ઇન્વેસ્ટિગેશન દરમિયાન જાણ્યું કે પરમાણુ તકનિકની સ્મગલિંગ માટે આ લોકોએ બિજનેસ વર્લ્ડ નામની એક બોગસ કંપની બનાવી હતી. ત્યાર બાદ લાઇસન્સ લીધા વિના ગેરકાયદેસર રીતે પરમાણુ તકનિક અને ન્યૂક્લિયર પ્લાન્ટની તસ્કરી કરવા લાગ્યા.

હંમેશાં શકના ઘેરાવામાં પાકિસ્તાન

  • પાકિસ્તાન પરમાણુ તાકાત રાખનાર એક માત્ર મુસ્લિમ દેશ છે, પરંતુ તેણે આ તાકાત કેવી રીતે હાસલ કરી? આના પર કેટલાય પ્રશ્નચિહ્ન છે. ભોપાલમાં જન્મેલા અને બાદમાં પાકિસ્તાની નાગરિકતા મેળવનાર અબ્દુલ કાદિર ખાનને પાકિસ્તાનના એટમ બોમ્બના જનક એટલે કે ફાઉન્ડર માનવામાં આવે છે.
  • આરોપ છે કે કાદિરે આ તકનિક કેનેડાની એક લેબમાં કામ કરતા ચોરી હતી. ત્યાર બાદ તે સ્વિડન જતા રહ્યા અને ત્યાંથી પાકિસ્તાન પહોંચ્યા. કહેવામાં આવે છે કે કાદિરે ઇરાન, લીબિયા અને ઉત્તર કોરિયા જેવા દેશને આ તકનિક વેચીને લાખો ડોલર કમાયા.
  • જ્યારે દુનિયાની સામે કાદિરની સચ્ચાઇ ઉજાગર થઇ તો તેમને પાકિસ્તાનમાં કેદ કરી લીધા. જેલમાંથી છૂટ્યા બાદ અમેરિકાના દબાવમાં કાદિરને હંમેશ માટે હાઉસ એરેસ્ટ કરી દેવામાં આવ્યો. કેટલાંક વર્ષ પહેલાં તેનું મૃત્યું થઇ ગયું.
  • 2015માં જ્યારે અમેરિકાએ પાકિસ્તાનના પરમાણુ હથિયારોની સિક્યોરિટી પર સવાલ ઉઠાવ્યા તો તપાસ શરૂ થઇ. આ તપાસ પછી હથિયારો સાથે સંકળાયેલા પાંચ લોકોને છોડી દેવામાં આવ્યા. ખાસ વાત એ છે કે આ બધા પાકિસ્તાનની ફોજના મોટા અધિકારીઓ હતા.
અન્ય સમાચારો પણ છે...