પ્રતિક્રિયા / ભારતને રાફેલ મળવાથી ચીન પછી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું, કહ્યું- ભારત સૈન્ય ક્ષમતા વધારી રહ્યું છે

X

દિવ્ય ભાસ્કર

Aug 01, 2020, 03:55 PM IST

ઈસ્લામાબાદ. ફ્રાન્સના રાફેલ આવવાથી ભારતીય વાયુસેનાની તાકાત વધી ગઈ છે, તો બીજી બાજુ પાડોસી દેશ ચીન અને પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. ચીને રાફેલ વિમાનને પોતાના J-20થી નબળું ગણાવ્યું છે. હવે પાકિસ્તાને કહ્યું કે ભારત સૈન્ય ક્ષમતા વધારી રહ્યું છે અને તેનાથી પરમાણુ હથિયારની હરીફાઈ થઈ રહી છે.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા આઈશા ફારુકીએ ભારતને રાફેલ મળવા અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું છે કે ભારતના પૂર્વ અધિકારીઓ અને ઘણા આંતરરાષ્ટ્રીય મેગેઝીન મુજબ રાફેલ વિમાન બેવડી ક્ષમતાવાળું છે અને તેનો ઉપયોગ પરમાણુ હથિયારો માટે થઈ શકે છે. તેણે વધુમાં કહ્યું હતું કે ભારત સતત પોતાના પરમાણુ હથિયારના જથ્થાને વધારી રહ્યું છે. ભારત એશિયામાં પોતાની સૈન્ય ક્ષમતા સતત વધારી રહ્યું છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી