તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડાપ્રધાન વાઈરલ થયા:કોરોના પોઝિટિવ પાકિસ્તાની PM ઈમરાને બોલાવી મીટિંગ, સોશિયલ મીડિયા પર ફજેતી થઈ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
ક્વોરન્ટિનના નિયમનો ભંગ કરવાની તસવીર સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ - Divya Bhaskar
ક્વોરન્ટિનના નિયમનો ભંગ કરવાની તસવીર સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ
  • પાકિસ્તાની સૂચના પ્રસારણ મંત્રી શિબલી ફરાઝે તેમના ટ્વિટર એકાઉન્ટથી બે ફોટો શેર કર્યા છે
  • વડાપ્રધાન ઈમરાન ખાને મીડિયા ટીમ સાથે બેઠક કરી હતી

કોરોના પોઝિટિવ પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાને મીટિંગ બોલાવી હોવાની તસવીર સોશિયલ મીડિયા પર વાઈરલ થયા પછી યુઝર્સે તેમની ખૂબ મજાક ઉડાવી છે. કોરોના પોઝિટિવ હોવા છતાં ઈમરાન ખાન એક રૂમમાં 6 લોકો સાથે જોવા મળી રહ્યા છે.

નોંધનીય છે કે, પાકિસ્તાન સૂચના પ્રસારણ મંત્રી શિબલી ફરાઝે તેમના ટ્વિટર એકાઉન્ટ પરથી બે ફોટો પોસ્ટ કર્યા છે. જેમાં તેમણે લખ્યું છે કે, વડાપ્રધાન ઈમરાન ખાન મીડિયા ટીમની સાથે બાની ગાલામાં બેઠક કરી રહ્યા છે. જોકે ઈમરાનના મંત્રીનું આ ટ્વિટ હવે સોશિયલ મીડિયા પર ફજેતીનું કારણ બની ગયું છે.

હકીકતમાં ગયા સપ્તાહે જ ઈમરાન ખાન કોરોના પોઝિટિવ નોંધાયા છે. પરંતુ પોઝિટિવ થયા પછી આઈસોલેશનમાં રહેવાની જગ્યાએ તેઓ મીડિયા ટીમની સાથે મીટિંગ કરતાં દેખાઈ રહ્યા છે. આ સંજોગોમાં જ્યારે કોરોના પોઝિટિવ ઈમરાનની તસવીરો મીટિંગ કરતાં વાઈરલ થઈ ત્યારે સોશિયલ મીડિયા પર તેમને ખૂબ બદનામીનો સામનો કરવો પડ્યો હતો.

જોકે મીટિંગ દરમિયાન પાકિસ્તાની વડાપ્રધાન અને બાકીના 6 લોકોએ માસ્ક પહેરી રાખ્યો હતો અને સોશિયલ ડિસ્ટન્સિંગ પણ જાળવી રાખ્યું હતું. તેમ છતાં સોશિયલ મીડિયા યુઝર્સે ઈમરાન ખાનને બેજવાબદાર ગણાવ્યા છે.

સોશિયલ મીડિયા ઉપર થઈ રહી છે બદનામી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો