પાકિસ્તાનનો ખોટો આરોપ / વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું- કરાચી સ્ટોક એક્સચેન્જ પર થયેલા હુમલા માટે ભારત જવાબદાર

કરાચી સ્ટોક એક્સચેન્જ પર સોમવારે 4 આતંકીઓએ હુમલો કર્યો હતો. જેમાં તમામ આતંકી ઠાર મરાયા હતા
X

  • 29 જૂને કરાચી સ્ટોક એક્સચેન્જ પર થયેલા હુમલામાં 9 લોકો માર્યા ગયા હતા, જેમાં 4 આતંકી પણ સામેલ હતા
  • હુમલાની જવાબદારી લિબરેશન આર્મીએ લીધી હતી, તેમણે ગત વર્ષે પણ ચીની દૂતાવાસ પર હુમલા કર્યા હતા

દિવ્ય ભાસ્કર

Jul 01, 2020, 04:15 PM IST

ઈસ્લામાબાદ. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને મંગળવારે કહ્યું કે, કરાચી સ્ટોક એક્સચેન્જ પર થયેલા હુમલા માટે ભારત જવાબદાર છે. સોમવારે થયેલા આ હુમલામાં 9 લોકોના મોત થયા હતા અને 7 ઘાયલ થયા હતા. જેમાં હુમલો કરવા આવેલા 4 આતંકવાદીઓને પણ ઠાર મરાયા હતા.

પાકિસ્તાની ન્યૂઝ ચેનલ જિયો ન્યૂઝવા જણાવ્યા પ્રમાણે, ઈમરાન ખાને સંસદમાં કહ્યું કે, સ્ટોક એક્સચેન્જ પર થયેલા આતંકી હુમલામાં ભારતની પણ ભૂમિકા હતી. જો કે, હુમલાની જવાબદારી બલૂચિસ્તાન આર્મીએ લીધી હતી. હુમલા માટે એક ગાડીમાં 4 આતંકી આવ્યા હતા. તેમની પાસેથી મોટી સંખ્યામાં વિસ્ફોસ્ટક અને AK47 રાઈફલ જપ્ત કરાઈ હતી. ગત વર્ષે કરાચીમાં ચીની દૂતાવાસ પર થયેલા હુમલાની પણ તેમણે જવાબદારી લીધી હતી. આ હુમલામાં પણ આ પ્રકારની ગાડીનો ઉપયોગ કરાયો હતો. 

વિદેશ મંત્રીએ પણ ભારતને જવાબદાર ઠેરવ્યું હતું
વડાપ્રધાન પહેલા પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ પણ હુમલા માટે ભારતને જવાબદાર ગણાવ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો હતો કે હુમલાની જવાબદારી લેનારી બલૂચ આર્મીનો ભારત સાથે સીધો સંબંધ છે. આ અંગે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે, કુરૈશીનું નિવેદન ખોટું છે. પાકિસ્તાન પોતાની આંતરિક સમસ્યાઓનો આરોપ અમારી પર ન લગાવી શકે. દુનિયાના કોઈ પણ ભાગમાં આતંકવાદની ટિકા કરવામાં ભારત ગભરાતું નથી.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી