પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન એક વાર ફરી સોશિયલ મીડિયા પર છવાયા છે. તેમનું એક નિવેદન વાઈરલ થઈ રહ્યું છે, જેને લોકો વખોડી રહ્યા છે. હકિકતમાં તેમણે પાકિસ્તાની મુસ્લિમ લીગ-એનની ઉપાધ્યક્ષ મરિયમ નવાઝ વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.
મુલ્તાનની રેલીમાં ઈમરાન ખાને મરિયમ નવાઝની સરગોધા રેલીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, કોઈએ મને સોશિયલ મીડિયમાં એક વીડિયો શેર કર્યો હતો. તેમાં મરિયમ ક્યાંય ભાષણ આપી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર જે ભાષણ મને મળ્યું તેમાં મરિયમ મારું નામ એટલા ઝનુનથી લેતી હતી કે તે જોઈને હું તેમને કહેવા માંગીશ કે, મરિયમ સાવધાન, તમે જે રીતે ઝનુનથી મારા નામનો ઉલ્લેખ કરો છો ક્યાંક તમારા પતિની મુશ્કેલી વધી ના જાય.
સોશિયલ મીડિયા પર થઈ રહી છે નિંદા
આ નિવેદન પછી સોશિયલ મીડિયા પર રાજનેતાઓ અને લોકોએ ઈમરાનને ઘેરી લીધા છે. લોકોએ આ નિવેદનની ખૂબ નિંદા કરી છે. એક યુઝરે લખ્યું છે કે, આ રાજનીતિ શિષ્ટાચારને કચડી નાખે તેવું નિવેદન છે.
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ, જે મરિયમ નવાઝના કાકા પણ છે. તેમણે ટ્વિટર પર ઈમરાન ખાનના નિવેદનનો ખૂબ વિરોધ કર્યો છે. તેમણે કહ્યું છે કે, આખા દેશે અને ખાસ કરીને મહિલાઓએ દેશની દિકરી મરિયમ નવાઝ સામે ઈમરાને જે શબ્દોનો ઉપયોગ કર્યો છે તેની ખૂબ નિંદા કરવી જોઈએ. શરીફે ટ્વિટ કરું છે કે, જે લોકો મસ્જિદ નબાવીની પવિત્રતાનું સન્માન ના કરી શકે તેમની પાસેથી કોઈની માતા, બહેન કે દિકરીઓના સન્માનની આશા કેવી રીતે રાખી શકાય?
ઈમરાન ખાનના આવા ગંદા નિવેદન પર પ્રતિક્રિયા આપતા પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારીએ કહ્યું કે, તેઓ PTI અધ્યક્ષના અપમાનજનક નિવેદનની નિંદા કરે છે. તેમણે કહ્યું કે, જેમના ઘરમાં માતા-બહેન હોય તેઓ બીજી મહિલાઓ માટે આવા નિવેદનનો ઉપયોગ નથી કરતાં. મહેરબાની કરીને રાજનીતિના નામે આટલી નીચી હદ સુધી ના જવું જોઈએ.
પૂર્વ પત્નીએ ઈમરાને ગણાવ્યો ઘટિયા માણસ
ઈમરાન ખાનની પૂર્વ પત્ની રેહમ ખાને મરિયમ નવાઝ વિશે કરેલી ટીપ્પણી વિશે કહ્યું છે કે, મારા માટે આ વાત ખૂબ શરમજનક છે કે, એક સમયે હું આ ઘટિયા માણસ સાથે જોડાયેલી હતી.
ઈમરાન ખાન પોતાની જાતને કહી ચૂક્યા છે ગધેડો
થોડા દિવસ પહેલાં ઈમરાન ખાનનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેણે પોતાની સરખામણી ગધેડા સાથે કરી હતી. તેણે કહ્યું હતું કે, હું બ્રીટિશ સમાજનો હિસ્સો છું, પણ મેં એનો ક્યારેય સ્વીકાર નથી કર્યો. તેઓ મારુ સ્વાગત કરે છે, છતાં હું તેને કદી મારું ઘર નથી માનતો, કારણ કે હું પાકિસ્તાની છું. ઈમરાને આગળ કહ્યું કે, હું જે ઈચ્છા પડે તે કરી લઉ તો પણ હું અંગ્રેજ તો નહીં જ બની શકું. તમે ગધેડા ઉપર લાઈનિંગ કરી લો તો એ ઝીબ્રા નથી બની જતો. ગધેડો ગધેડો જ રહે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.