તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Pakistan Is Removing Bitterness In Relations By Sending Carries To 32 Countries; Sent Back To China, America, Canada

કૂટનીતિક રણનીતિ:પાકિસ્તાને 32 દેશને કેરીઓ મોકલીને સંબંધોમાં આવેલી કડવાશ દૂર કરી રહ્યું છે; ચીન, અમેરિકા, કેનેડાએ પાછી મોકલી

ઇસ્લામાબાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેરી પરત કરનારા દેશોમાં નેપાળ, ઇજિપ્ત અને શ્રીલંકા પણ સામેલ

વૈશ્વિક મહામારીના સમયમાં દુનિયા કોરોના સંક્રમણથી પરેશાન છે ત્યારે પાકિસ્તાન કેરીના માધ્યમથી દુનિયાભરના દેશો સાથે સંબંધો સુધારવા મથી રહ્યું છે. આર્થિક તંગીનો સામનો કરી રહેલી ઇમરાન ખાન સરકારે નવી કૂટનીતિક રણનીતિ અપનાવી છે, જે અંતર્ગત તેણે 32 દેશને ચૌસા કેરીઓ ભેટ મોકલી છે. જોકે, પાક.ના પરમમિત્ર દેશ ચીનને તેની ‘મેન્ગો ડિપ્લોમસી’ માફક નથી આવી. તેણે પાક. દ્વારા મોકલાયેલી કેરીઓ પરત કરી દીધી છે. કેરીઓ પાછી મોકલનારા દેશોમાં ચીન એકલું નથી.

અમેરિકા, કેનેડા, નેપાળ, ઇજિપ્ત અને શ્રીલંકાએ પણ પાક. દ્વારા ભેટ મોકલાયેલી કેરીઓ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો. જોકે, તેમણે કોરોના સંક્રમણ રોકવા માટે લાગુ ક્વોરેન્ટાઇન નિયમને તે પાછળનું કારણ ગણાવ્યું છે. નવી કૂટનીતિ અંતર્ગત પાક. દુનિયાભરના દેશોને ચૌસા કેરીઓ ભેટ મોકલી રહ્યું છે. પાક. દ્વારા મોકલાતી કેરીઓમાં અગાઉ ‘અનવર રત્તોલ’ અને ‘સિંધારી’ કેરીઓ પણ સામેલ હતી પણ બાદમાં આ બંને જાતની કેરીઓ મોકલવાનું બંધ કરી દેવાયું. નિષ્ણાતોનું માનવું છે કે કોરોના મહામારી બાદ પાક. આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યું હોવાથી ‘મેન્ગો ડિપ્લોમસી’ દ્વારા આ દેશો સાથેના સંબંધો મજબૂત કરવા માગે છે.

ફ્રેન્ચ રાષ્ટ્રપતિ માટે પણ મોકલી હતી, કોઇ પ્રતિક્રિયા ન મળી
આ કેરીઓ પાક.ના રાષ્ટ્રપતિ ડૉ. આરિફ અલ્વી તરફથી 32 દેશોના વડા માટે મોકલાઇ હતી. પાક.ના વિદેશ મંત્રાલયની યાદીમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રોંનું નામ પણ હતું પરંતુ ફ્રાન્સે આ રણનીતિ અંગે કોઇ પ્રતિક્રિયા નથી આપી.

અન્ય સમાચારો પણ છે...