આ કેવા PM:સાઉદી પ્રિન્સ પાસેથી મળેલી 16 કરોડની ઘડિયાળ અને ઘરેણાં ઈમરાને વેચી માર્યાં; દેશને નથી આપી ભેટની માહિતી

એક મહિનો પહેલાલેખક: ત્રિદેવ શર્મા
  • એક પાકિસ્તાની શખસે ઈન્ફોર્મેશન કમિશનમાં અરજી કરીને ઈમરાનને મળેલી ભેટની માહિતી માગી હતી

વડાપ્રધાનોને વિદેશપ્રવાસ દરમિયાન ભેટ મળવી એ સામાન્ય વાત છે. નિયમ મુજબ વડાપ્રધાન આ ભેટની માહિતી જવાબદાર મંત્રાલયને આપે છે. જોકે પાકિસ્તાનમાં કંઈક વિચિત્ર ઘટના બની છે. વડાપ્રધાન ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીએ દેશને આ અંગે જાણ કર્યા વગર જ કરોડો રૂપિયાની ભેટને વેચી દીધી છે. જે પત્રકારે આ અંગેનો ખુલાસો કર્યો છે એનો જીવ હવે જોખમમાં મુકાયો છે. તો ચાલો, આ અંગે વિગતે.

પહેલા પ્રાથમિક વાત સમજીએ
ઈમરાન 2018માં વડાપ્રધાન બન્યા. તેમણે ઘણા દેશોની યાત્રા કરી, એમાં સાઉદી અરબ પણ સામેલ હતું. અહીંના પ્રિન્સ મોહમ્મદ બિલ સલમાને ઈમરાનને ખૂબ જ કીમતી રિસ્ટ વોચ ગિફ્ટ કરી હતી.

કઈ રીતે આ અંગે થયો ઘટસ્ફોટ
અબરાર ખાલિદ નામના એક પાકિસ્તાની શખસે ઈન્ફોર્મેશન કમિશનમાં એક અરજી દાખલ કરી. એમાં કહ્યું છે કે ઈમરાન ખાનને બીજા દેશોમાંથી મળેલી ભેટની માહિતી આપો. જવાબ મળ્યો- ભેટની માહિતી ન આપી શકાય. જોકે ખાલિદ આ અંગેની માહિતી મેળવવા અડગ હતા. તેમણે આ અંગે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જોકે એક સત્ય એ પણ છે કે ઈમરાન ઘણી વખત કહી ચૂક્યા છે કે બની ગાલા ખાતે આવેલું ભવ્ય ઘર તેમને ગિફ્ટમાં મળ્યું હતું, જોકે તેમને આ ઘર કોણે આપ્યું એ અંગે જણાવ્યું નથી.

કેવો કર્યો બચાવ
ઈસ્લામાબાદ હાઈકોર્ટે ઈમરાન સરકારને પૂછ્યું- તમે ભેટની માહિતી લોકોને શા માટે આપતા નથી? સરકારના વકીલને કહ્યું- એનાથી દેશની સલામતી એટલે કે સુરક્ષાને ખતરો છે. આ સિવાય બીજા દેશો સાથેના આપણા સંબંધો ખરાબ થઈ શકે છે. આ કારણે બીજા દેશોમાંથી મળેલી ભેટની માહિતી લોકોને આપતા નથી.

ચોરી પકડાઈ ગઈ
પાકિસ્તાની પત્રકાર આરિફ અજાકિયા અને ઈમદાદ અલી શૂમરોના જણાવ્યા મુજબ- ઈમરાનને સાઉદીના પ્રિન્સે સોના અને હીરા જડિત કીમતી રિસ્ટ વોચ ભેટમાં આપી હતી. તેમણે બે લિમિટેડ એડિશન ઘડિયાળ બનાવી હતી. એક પોતાની પાસે હતી. બીજી ઈમરાનને ભેટમાં આપી હતી. તેની કિંમત લગભગ 16 કરોડ રૂપિયા હતી.

ઈમરાને ઘરે આવીને આ રિસ્ટ વોચ પિંકી પીરાની(પત્ની બુશરા બીબી)ને રાખવા માટે આપી દીધી. બુશરાએ આ ઘડિયાળને એક સ્ટાફરને આપી અને કિંમત જાણવા માટે કહ્યું. સ્ટાફરે કહ્યું આ તો ખૂબ જ મોંઘી છે.

આ ફોટો 17 ફેબ્રુઆરી 2019નો છે. ત્યારે સાઉદી અરબના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન પાકિસ્તાન પ્રવાસે આવ્યા હતા.
આ ફોટો 17 ફેબ્રુઆરી 2019નો છે. ત્યારે સાઉદી અરબના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન પાકિસ્તાન પ્રવાસે આવ્યા હતા.

બુશરાએ આ સ્ટાફરને તેને વેચવા માટે કહ્યું. બ્રાન્ડેડ ઘડિયાળ જોઈને શોરૂમના માલિકે તેની મેન્યુફેકચરિંગ કંપનીને ફોન કરી દીધો અને અહીંથી ઈમરાનની વાતનો ઘટસ્ફોટ થયો. મેકર્સે સીધો પ્રિન્સની ઓફિસનો સંપર્ક કર્યો અને જણાવ્યું કે તમે જે બે ઘડિયાળ બનાવડાવી હતી એમાંથી એક વેચાણ માટે આવી છે, શું આ તમે મોકલાવી છે?

ફરીથી ઘડિયાળ ખરીદવા કહ્યું
પ્રિન્સ મામલો સમજી ગયા. તેમણે વોચ મેકર્સને કહ્યું- આ ઘડિયાળને ખરીદી લેવામાં આવે. આ રીતે તેમણે બનાવેલી સ્પેશિયલ એડિશન રિસ્ચ વોચ ફરી ફરીને તેમની પાસે જ પહોંચી ગઈ.

તો થયું હશે?
પત્રકાર સોમરો કહે છે- ઈમરાને આ ભેટની માહિતી તોશાખાના અને કેબિનેટ કમિટીને આપી હશે નહિ. તેમણે સામાન્ય ભાવે આ ચીજો ખરીદી લીધી અને પછીથી એને વેચીને મોટી રકમ પ્રાપ્ત કરી લીધી. ઈમરાનના ઈશારે જ આ બધું થયું. તેમણે દેશનું નાક કપાવ્યું.

શું છે નિયમ
પાકિસ્તાનના જાણીતા પત્રકાર આલિયા શાહના જણાવ્યા મુજબ- પાકિસ્તાનમાં વડાપ્રધાન, રાષ્ટ્રપતિ કે બીજાં પદો પર રહેનારા લોકોને મળેલી ભેટની માહિતી નેશનલ આર્કાઈવને આપવાની હોય છે. તોશાખાનામાં જમા કરાવવાની હોય છે.

જો આ ભેટ 10 હજાર પાકિસ્તાની રૂપિયાની કિંમતની હોય તો કોઈપણ પૈસા ચુકાવ્યા વગર તેને સંબંધિત વ્યક્તિ રાખી શકે છે. 10 હજારથી વધુ છે તો 20 ટકા કિંમત આપીને ગિફ્ટ પોતાની પાસે રાખી શકાય છે. જો 4 લાખ રૂપિયાની ભેટ છે તો માત્ર વજીર-એ-આઝમ(વડાપ્રધાન) કે સદર-એ-રિયાસત(રાષ્ટ્રપતિ) જ ખરીદી શકે છે. જો કોઈ ખરીદતું નથી તો એની હરાજી થશે.

અન્ય સમાચારો પણ છે...