તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિનપિંગના ભરોસે ઈમરાન:ચીનની સાયનોફાર્મા વેક્સિન ખરીદશે પાકિસ્તાન, ફેબ્રુઆરી સુધીમાં 12 લાખ ડોઝ મળવાની શક્યતા

ઈસ્લામાબાદ8 મહિનો પહેલા
પાકિસ્તાન સરકારે મંગળવારે ચીનની સાયનોફાર્મ વેક્સિન ખરીદવાનો નિર્ણય કર્યો છે. - Divya Bhaskar
પાકિસ્તાન સરકારે મંગળવારે ચીનની સાયનોફાર્મ વેક્સિન ખરીદવાનો નિર્ણય કર્યો છે.

પાકિસ્તાન સરકારે ચીનની સાયનોફાર્મ વેક્સિનને ખરીદવાનો નિર્ણય કર્યો છે. વડાપ્રધાન ઈમરાન ખાનના સ્પેશિયલ આસિસ્ટન્ટ સુલ્તાનના જણાવ્યા મુજબ, લાંબી વાતચીત પછી કેન્દ્ર સરકારે ચીનની વેક્સિન ખરીદવાનો નિર્ણય લીધો છે. સુલ્તાનના જણાવ્યા મુજબ, ફેબ્રુઆરી સુધી 12 લાખ ડોઝ પાકિસ્તાન પહોંચી જશે. પાકિસ્તાનના મીડિયામાં પહેલેથી આ ક્યાસ લગાવવામાં આવી રહ્યો હતો કે સરકારની પાસે કોઈ રસ્તો જ નથી, તે ચીનની પાસેથી જ વેક્સિન ખરીદશે.

કિંમતની સ્પષ્ટતા નથી થઈ
જિયો ન્યૂઝના જણાવ્યા મુજબ, ઈમરાન ખાને મંગળવારે કેબિનેટની મીટિંગ કરી હતી. એ પછી ડોક્ટર ફૈસલ સુલ્તાને ચીનમાંથી વેક્સિન ખરીદવાની માહિતી આપી. જોકે તેમણે એ વાત જણાવી નથી કે આ વેક્સિનની કિંમત શું હશે. જોકે એવી માહિતી આપવામાં આવી છે કે ફેબ્રુઆરી સુધીમાં 12 લાખ ડોઝ પાકિસ્તાન પહોંચી જશે. આ નિર્ણય મુજબ માર્ચના પ્રથમ સપ્તાહથી વેક્સિનેશની પ્રોસેસ શરૂ થઈ શકે છે.

પહેલા ફ્રન્ટલાઈન વર્કર્સને મળશે
સુલ્તાને કહ્યું- વેક્સિન માટે વિશ્વની ઘણી કંપનીઓ સાથે વાતચીત કરવામાં આવી હતી. અમને ચીનની વેક્સિન જ સસ્તી લાગી. નેશનલ કમાન્ડ એન્ડ ઓપરેશન સેન્ટરે ફ્રન્ટલાઈન વર્કર્સનું રજિસ્ટ્રેશન શરૂ કરી દીધું છે. તેમને પ્રથમ ફેઝમાં વેક્સિનેટ કરવામાં આવશે. પ્રથમ ફેઝમાં 12 લાખ વેક્સિન આવશે. એ પછી અમે બીજો કેટલોક ઓર્ડર આપીશું.

આમ જનતાને સપ્ટેમ્બરથી મળશે વેક્સિન
પાકિસ્તાન સરકારે પ્રાઈવેટ સેક્ટર માટે રજિસ્ટ્રેશન અને કિંમત અલગ રાખવાનો નિર્ણય કર્યો છે. તેના માટે ડ્રગ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ પાકિસ્તાનને જવાબદારી સોંપવામાં આવી છે. સરકારનું કહેવું છે કે આમ જનતાનું વેક્સિનેશન જૂન પછી શરૂ કરવામાં આવશે, સાથે જ એ આશા પણ વ્યક્ત કરવામાં આવી છે કે સપ્ટેમ્બર સુધીમાં એને પૂરું કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...