• Gujarati News
  • International
  • PAKISTAN GANG RAPE CASE| 4 Thieves In Police Uniforms Spot Couple Enjoying Honeymoon, Take Family Hostage And Commit Gang Rape On Wife

પાકિસ્તાનમાં હવસખોર ઠાર:પોલીસ વર્દીમાં આવેલા 4 ચોરની સુહાગરાત માણી રહેલા દંપતીને જોઈ દાનત બગડી, પરિવારને બાનમાં લઈ પત્ની પર સામૂહિક દુષ્કર્મ આચર્યું

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર.
  • પીડિતાના મેડિકલ રિપોર્ટમાં પણ દુષ્કર્મની ઘટના અંગે પુષ્ટિ થઈ હતી
  • સમગ્ર ઘટનાનાં પાક.માં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા, દોષિતો સામે કઠોર કાર્યવાહી માટે પોલીસે પગલાં ભર્યાં

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં 26 મેના રોજ 22 વર્ષીય યુવતી પર સુહાગરાતે સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. પોલીસે દુષ્કર્મના 1 આરોપીને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. મુલ્તાન જિલ્લાના શુજાબાદના ગામમાં લગ્નપ્રસંગ પછી પોલીસની વર્દીમાં 4 ચોર ઘરમાં ધસી આવ્યા અને પરિવારને બંધક બનાવ્યો હતો.

પતિ સામે પત્ની પર સામૂહિક દુષ્કર્મ આચર્યું
પોલીસે જણાવ્યું હતું કે 4 ચોર નવવિવાહિત દંપતીના રૂમમાં ધસી આવ્યા હતા. ત્યાં પહોંચીને આરોપીઓએ દંપતીને અડપલાં કરવાનું શરૂ કર્યું હતું. ત્યાર પછી આરોપીઓએ પતિની આંખો સામે પત્ની પર દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાના મેડિકલ રિપોર્ટમાં પણ આ વાતની પુષ્ટિ કરાઇ છે. આ સમગ્ર ઘટના વાયુવેગે ગામમાં વહેતી થઈ ગઈ હતી. મીડિયા અને ગ્રામજનોના દબાણને કારણે પાકિસ્તાનના વડાપ્રધાન અને પાક. પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી ઉસ્માને આ અંગે કાર્યવાહી હાથ ધરી હતી. તેમણે પાકિસ્તાનની પોલીસને આરોપીઓની તપાસ અર્થે સૂચન આપ્યું હતું.

પોલીસે સ્કેચના આધારે આરોપીની ધરપકડ કરી
પોલીસ અધિકારીઓએ પીડિતા અને તેના પરિવારના સભ્યો પાસેથી આરોપીઓના સ્કેચ બનાવડાવ્યા હતા. ત્યાર પછી તેમણે આ સ્કેચના આધારે પોલીસ રેકોર્ડમાં આરોપીની શોધખોળ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોપીની ઓળખ થઈ હતી, તેનું નામ આબિદી હતું અને અગાઉ પણ તેણે ચોરી અને દુષ્કર્મ જેવાં કૃત્ય આચર્યા હતા. પોલીસે આ તમામ વિગતોના આધારે આરોપીની ધરપકડ કરી હતી.

ફાઈલ તસવીર.
ફાઈલ તસવીર.

પોલીસે પીડિતા સમક્ષ આરોપીને હાજર કર્યો
સ્થાનિક પોલીસે આબિદીને પીડિતા સમક્ષ રજૂ કર્યો હતો. પતિ સહિત સમગ્ર પરિવાર દ્વારા આરોપીની ઓળખ હાથ ધરાતાં પોલીસે લૂંટેલા તમામ સામાનને જપ્ત કરવાની કામગીરી હાથ ધરી હતી.

લૂંટનો સામાન જપ્ત કરતાં સમયે પોલીસ પર હુમલો
પોલીસ જ્યારે આબિદીને લઈને ચોરી કરેલા સામને જપ્ત કરવા જઈ રહી હતી, ત્યારે તેના કેટલાક મિત્રોએ પોલીસની ટુકડી પર હુમલો કર્યો હતો. આ ઘર્ષણમાં બંને પક્ષો દ્વારા અંધાધૂંધ ગોળીબારી કરવામાં આવ્યો હતો, જેમાં આબિદીને તેના મિત્રોની ગોળી વાગી હતી, જેથી તેનું ઘટનાસ્થળ પર મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...