પાકિસ્તાનમાં પૂરની સ્થિતિમાં માનવતા સૌથી મોખરે:મંદિરમાં 300 મુસ્લિમોને જમવા-રહેવાનું, ભાગલા પહેલા પણ માનવતા સૌથી ઉપર રહી

19 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાકિસ્તાનમાં ભયાનક પૂરે લોકોની કમર તોડી દીધી છે. મદદ માટે લોકો દરબદર ભટકી રહ્યા છે. પૂરની મુશ્કેલ પરિસ્થિતિમાં બલુચિસ્તાન પ્રાંતમાં કચ્છી જિલ્લાના નાનકડા જલાલ ખાન ગામના મંદિરમાં નફરત ભૂલીને સૌના માટે દરવાજા ખોલી દીધા છે. એક રિપોર્ટ મુજબ, મંદિરમાં લગભગ 200થી 300 પૂરગ્રસ્ત લોકો છે, જેમાં મોટા ભાગના મુસ્લિમ છે, તેમના માટે તે રહેવા-ખાવાનું સુરક્ષિત સ્થળ બની ગયું છે.

નારી, બોલન અને લહરી નદીઓમાં પૂરને લીધે ગામનો સંપર્ક બીજા પ્રાંતોથી કપાઇ ગયો છે. તેનું કારણ દૂર દૂરના વિસ્તારોના નિવાસીઓએ જીવ બચાવવા માટે ઘર છોડી દીધું હતું. આ મુશ્કેલ સ્થિતિમાં ગામમાં ઊંચાઇ પર આવેલું 100 રૂમોવાળું બાબા માધોદાસ મંદિર પૂરના પાણીથી સુરક્ષિત સ્થળ બની રહ્યું છે.

UN સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટરેસ પાકિસ્તાન મુલાકાતે ગયા અને ત્યાં પુરના કારણે ઉભી થયેલી સ્થિતિની માહિતી લીધી
UN સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટરેસ પાકિસ્તાન મુલાકાતે ગયા અને ત્યાં પુરના કારણે ઉભી થયેલી સ્થિતિની માહિતી લીધી

મંદિરે પણ પૂરથી પ્રભાવિત લોકો અને તેમનાં પશુધન આશરો આપ્યો. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, બાબા માધોદાસ વિભાજન પહેલાંના હિંદુ સંત હતા. તેમનામાં આ વિસ્તારના મુસલમાન અને હિંદુઓની સમાન આસ્થા હતી. નારીના મહેસૂલ અધિકારી ઇલ્તફ બુજદાર હંમેશાં આ ગામમાં આવે છે. તેઓ ઊંટ પર યાત્રા કરે છે. તેમના માટે ધાર્મિક સીમાઓથી ઉપર લોકોની જાતિ અને વિશ્વાસ સિવાય માનવાતા સૌથી મોખરે છે.

રિપોર્ટમાં કહ્યું છે કે જલાલ ખાનામાં હિંદુ સમુદાયના અધિકાંશ સભ્યો રોજગાર અને અન્ય અવસરો માટે કચ્છીનાં અન્ય શહેરોમાં જતા રહ્યા છે. કેટલાક પરિવારો આ મંદિરની દેખભાળ માટે આ પરિસરમાં રહે છે. નારી તહસીલના એક દુકાનદાર 55 વર્ષીય રતનકુમાર હાલમાં હાલમાં મંદિરના પ્રભારી છે. ઇકરાર મુઘેરી નામના ડોક્ટરે અહીં મેડિકલ કેમ્પ રાખ્યો હતો. હિંદુઓ દ્વારા લાઉડ સ્પીકર પર શરણ લેવાની ઘોષણા કરવામાં આવી.

અન્ય સમાચારો પણ છે...