તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈમરાન સરકારની મુશ્કેલી:પાકિસ્તાન FATFના ગ્રે લિસ્ટમાંથી બહાર નીકળે એવી કોઈ શક્યતા નથી; બ્લેક લિસ્ટ થવાનું પણ જોખમ

ઈસ્લામાબાદ3 મહિનો પહેલા

પાકિસ્તાન ફાઇનાન્શિયલ એક્શન ટાસ્કફોર્સ(FATF)ના ગ્રે લિસ્ટમાંથી બહાર નીકળે એવી શક્યતા દેખાતી નથી. એનું કારણ એ છે કે કેટલાક યુરોપિયન દેશોનું માનવું છે કે ઈમરાન સરકારે આતંકવાદની વિરુદ્ધ તમામ કાયદાઓને અત્યારસુધીમાં સંપૂર્ણ રીતે લાગુ કર્યા નથી. સોમવારથી પેરિસમાં શરૂ થનારી વર્ચ્યુઅલ મીટિંગમાં પાકિસ્તાન સહિત ઘણા દેશોને ગ્રે લિસ્ટમાંથી બહાર કરવા કે તેમને બ્લેક લિસ્ટ કરવાનો નિર્ણય થઈ શકે છે.

22થી 25 ફેબ્રુઆરી સુધી પેરિસમાં થશે બેઠક
પાકિસ્તાનના ન્યૂઝપેપર ડોનની વેબસાઈટના જણાવ્યા મુજબ, FATFનું ફુલ સેશન 22થી 25 ફેબ્રુઆરી સુધી પેરિસમાં ચાલશે, જેમાં પાકિસ્તાન સહિત ગ્રે લિસ્ટના વિવિધ દેશોના મામલા પર ચર્ચા થશે અને અંતે આ મામલે નિર્ણય લેવામાં આવશે. ગત વર્ષે ઓક્ટોબરમાં આયોજિત મીટિંગમાં પાકિસ્તાનને ફેબ્રુઆરી 2021 સુધી ગ્રે લિસ્ટમાં જ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

આતંકી સંગઠનોને હાલ પણ ફન્ડિંગ
રિપોર્ટના જણાવ્યા મુજબ, FATFની પાસે એ વાતની માહિતી છે કે પાકિસ્તાન સરકારે અત્યારસુધી જેયુડી અને જૈશની વિરુદ્ધ ઠોસ કાર્યવાહી કરી નથી. આ બંને સંગઠન પાકિસ્તાનની જમીન પરથી જોરદાર કામ કરી રહ્યાં છે. અમેરિકાએ પણ થોડા દિવસો પહેલાં કહ્યું હતું કે પાકિસ્તાને આતંકી સંગઠનો સામે કાર્યવાહી કરવી પડશે. અમેરિકા માટે અફઘાનિસ્તાનમાં મુશ્કેલી પાકિસ્તાનને કારણે વધી રહી છે.

હાલ ગ્રે લિસ્ટમાં
પાકિસ્તાન ત્રણ વર્ષથી ગ્રે લિસ્ટમાં છે. જૂન 2018માં તેને આ લિસ્ટમાં રાખવામાં આવ્યું હતું. FATFએ તેને 23 પોઈન્ટનો એક પ્રોગ્રામ સોંપ્યો હતો. સંગઠને કહ્યું હતું કે આ શરતોને પૂરી કરવા ઉપરાંત આ અંગેના પૂરતા પુરાવા પણ આપવા પડશે. એના માટે પાકિસ્તાનને ડિસેમ્બર 2019 સુધીનો સમય આપવામાં આવ્યો હતો. પછી કોરોનાને કારણે આ ડેડલાઈનને પણ વધારવામાં આવી હતી.

ચેતવણી પણ આપી હતી
FATFના પ્રેસિડેન્ટ માર્કસ પ્લીયરે ગત વર્ષે ઓક્ટોબરની રિવ્યુ બેઠકમાં કહ્યું હતું કે પાકિસ્તાનની કાર્યવાહીમાં ખૂબ જ ગંભીર ખામીઓ પ્રકાશમાં આવી છે. અમે તેને વધુ એક તક આપી રહ્યા છે. આ અંગે ફેબ્રુઆરીમાં વિચાર કરવામાં આવશે. અમે ઈચ્છીએ છીએ કે કાર્યવાહી પહેલાં ત્યાંની સરકારને વધુ એક તક આપવામાં આવે. એ પછી નક્કી કરવામાં આવે કે શું પગલાં લેવામાં આવે. અમે હંમેશાં રાહત ન આપી શકીએ. રિપોર્ટ મુજબ FATFની પાસે કેટલાક ઈન્ટેલિજન્સ વીડિયો ફૂટેજ છે, એની પરથી કહી શકાય છે કે જમાત અને જૈશના આતંકી સંગઠન હાલ પણ પાકિસ્તાનમાં ખુલ્લેઆમ કામ કરી રહ્યાં છે. એક વીડિયો ઓક્ટોબર 2020નો છે.

ફસાઈ જશે ઈમરાન
જો પાકિસ્તાન ગ્રે લિસ્ટમાં રહે છે કે બ્લેક લિસ્ટ થાય છે તો બંને સ્થિતિમાં ઈમરાન ખાનની મુશ્કેલી વધશે. ખાસ કરીને અર્થવ્યવસ્થાને તેમની સરકાર ઠીક કરી શકશે નહિ અને વિશ્વનું કોઈપણ સંગઠન તેમને આર્થિક મદદ આપી શકશે નહિ. ઘરેલુ બાબતોમાં વિપક્ષને તેમને ઘેરવાની વધુ એક તક મળશે. ઈમરાન પહેલેથી જ ઘણા દબાણમાં છે અને વિપક્ષનો આરોપ છે કે માત્ર સેનાની મદદને કારણે જ તે સરકાર ચલાવી રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

વધુ વાંચો