• Gujarati News
  • International
  • Pakistan Failed To Meet 6 Important Conditions Of FATF; No Action Was Taken Against Masood Azhar And Hafiz Saeed

પાકિસ્તાન સામે કાર્યવાહીની શક્યતા:FATFની 6 મહત્વની શરતો પૂરી કરવામાં પાકિસ્તાન નિષ્ફળ રહ્યુ; મસૂદ અઝહર અને હાફિઝ સઈદ સામે કોઈ પગલા ભર્યા નહીં

નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાકિસ્તાન ફાયનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ની 6 મહત્વની શરતોને પૂરી કરવામાં નિષ્ફળ રહ્યું છે. આ સંજોગોમાં FATF તેની સામે પગલા લઈ શકે છે. સંસ્થા તરફથી પાકિસ્તાનને છ જેટલી જરૂરી નોટ સોંપવામાં આવી હતી, જેમાં ભારતના બે વોન્ટેડ આતંકવાદી મસૂદ અઝહર અને હાફિઝ સઈદ સામે કાર્યવાહી કરવાની બાબતનો સમાવેશ થતો હતો.

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સત્તાવાર યાદીમાંથી 4,000થી વધારે આતંકવાદીઓના નામ અચાનક ગુમ થઈ જવાથી પણ પાકિસ્તાનના ગ્રે લિસ્ટમાં જ જળવાઈ રહેવાની શક્યતા વધી ગઈ છે. FATFની 21છી 23 ઓક્ટોબરને વર્ચ્યુઅલ મીટિંગ હશે, જેમાં મની લોન્ડ્રિંગ અને ટેરર ફન્ડિંગ સામે લડાઈમાં ગ્લોબલ કમિટમેન્ટ તથા માપદંડોને પૂરા કરવામાં પાકિસ્તાનના વલણને લઈ સમીક્ષા કરશે. ત્યારબાદ તેને ગ્રે લિસ્ટમાં બનાવી રાખવા અથવા હટાવવા પર અંતિમ ચુકાદો લેવામાં આવશે.

પાકિસ્તાને 27 પૈકી 21 ટાસ્ક જ પૂરા કર્યા
એક અધિકારીએ કહ્યું છે કે FATFએ પાકિસ્તાનને ટેરર ફન્ડિંગ પર સંપૂર્ણપણે અંકૂશ લગાવવા માટે કુલ 27 સૂત્રિય કાર્યયોજના સોંપી હતી. તે પૈકી અત્યાર સુધી 21 પૂર્ણ કર્યા છે. જ્યારે કેટલાક ટાસ્ક કરવામાં નિષ્ફળ રહ્યા છે. જે ટાસ્કને પૂર્ણ કરવામાં પાકિસ્તાન નિષ્ફળ રહ્યું છે. તેમા જૈશ-એ-મોહમ્મદ સરગના મસૂદ અઝહર, લશ્કર-એ-તોઈબાના વડા હાફિઝ સઈદ અને સંગઠનના ઓપરેશનલ કમાન્ડર જાકિર ઉર રહેમાન લખવી જેવા સંયુક્તરાષ્ટ્ર દ્વારા પ્રતિબંધિત તમામ આતંકવાદીઓ સામે કાર્યવાહિનો સામેલ છે.
અમેરિકા અને બ્રિટન પણ પાકિસ્તાનથી સંતુષ્ટ નથી
આ ઉપરાંત ચાર નોમિનેટિંગ કન્ટ્રી-અમેરિકા, બ્રિટન, ફ્રાંસ અને જર્મની પણ પાકિસ્તાનના સક્રિય આતંકવાદી સમૂહો સામે કડક કાર્યવાહી કરવાની પ્રતિબદ્ધતાતી સંતુષટ નથી. અજહર, સઈદ અને લખવી 26/11ના મુંબઈ આતંકવાદી હુમલા તથા ગયા વર્ષ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં CRPFની બસ પર બોમ્બ ધડાકા સાહિત અનેક હુમલામાં સામેલ રહ્યો છે.ત્રણેય ભારતમાં સૌથી વોન્ટેડ આતંકવાદી છે.

તો પાકિસ્તાનને બ્લેક લિસ્ટ પણ કરવામાં આવી શકે છે
ટેરર ફન્ડિંગ અને મની લોન઼્ડિંગ પર નજર રાખનારી આંતરરાષ્ટ્રીય સંસ્થા ફાયનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)એ જૂન,2018માં પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં નાંખી દીધુ હતું. સંસ્થાએ પાકિસ્તાનને બ્લેક લિસ્ટથી બચવા માટે 27 સૂત્રિય એક્શન પ્લાન સોંપ્યો હતો. જો પાકિસ્તાન આ પ્લાન પર ઠીકથી કામ ન કરી શકે તો સંસ્થા તેને બ્લેક લિસ્ટ કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...