પાકિસ્તાનમાં 6ની તીવ્રતાનો ભૂકંપ:બલુચિસ્તાન પ્રાંતમાં બિલ્ડિંગ ધરાશાયી થતાં 1 મહિલા અને 6 બાળક સહિત 20 લોકોનાં મોત; કાટમાળમાં અનેક લોકો દટાયા હોવાની આશંકા

14 દિવસ પહેલા
બલુચિસ્તાનમાં મકાન ધરાશાયી.

પાકિસ્તાનમાં ગુરુવારે સવારે 3.30 વાગ્યાની આસપાસ બલુચિસ્તાન પ્રાંતના હરનેઈ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઓછામાં ઓછા 20 લોકોનાં મોત થયા હોવાના અહેવાલ છે. એમાં એક મહિલા અને 6 બાળકનો સમાવેશ થાય છે. લગભગ 200 લોકો ઘાયલ પણ થયા છે.

ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6 તરીકે આંકવામાં આવી છે. US જિયોલોજિકલ સર્વેના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર જમીનથી 20.8 કિમી નીચે હોવાનું જાણવા મળ્યું છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારીઓનું કહેવું છે કે બચાવકાર્ય શરૂ કરવામાં આવ્યો છે. મૃત્યુઆંક વધુ વધી શકે છે.

દીવાલ ધરાશાયી થતાં લોકોનાં મોત
સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે ભૂકંપને કારણે દીવાલ ધરાશાયી થતાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ આંચકા સિબી, પિશિન, મુસ્લિમ બાગ, સૈફલ્લાહ કાચલક કિલ્લા, હરનઈ અને બલુચિસ્તાન અને ક્વેટાના આસપાસના વિસ્તારોમાં અનુભવાયા હતા. એ પછી, ઘણા વિસ્તારોમાં લોકો તેમના ઘરની બહાર રસ્તા પર આવી ગયા હતા.

કોલસાની ખાણોમાં 4નાં મોત
સ્થાનિક ડેપ્યુટી કમિશનર સુહેલ અનવર શાહીને જણાવ્યું હતું કે અહીં કોલસાની ખાણોમાં કામ કરતા ઓછામાં ઓછા 4 લોકો ત્યાં ફસાઈને મૃત્યુ પામ્યા હતા. તેમના જણાવ્યા અનુસાર હરનઈ અને શહરાગ શહેરોમાં દીવાલો અને મકાનોની છત ધરાશાયી થતાં ઘણા લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા.

હોસ્પિટલોમાં ઈમર્જન્સી લાગુ
ભૂકંપમાં ડઝનબંધ ખાનગી અને સરકારી ઇમારતોને નુકસાન થયું હતું. આ વિસ્તારોમાં મૃત્યુઆંક વધુ વધી શકે છે. દરમિયાન હરનઈની તમામ હોસ્પિટલોમાં ઇમર્જન્સી લાગુ કરવામાં આવી છે. ડોકટરો અને પેરામેડિકલ સ્ટાફને ફરજ પર મૂકવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...