તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • Pakistan Army Bajwa Kashmir India | Pakistan Army Chief Qamar Javed Bajwa Visited LoC Talk About Kashmir Without Naming India.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જુસ્સો વધારવાનો પ્રયાસ:પાકિસ્તાની આર્મી ચીફ LOC પર તહેનાત સૈનિકોને મળવા પહોંચ્યા, કહ્યું- દરેક પડકાર માટે તૈયાર રહેવું પડશે

ઈસ્લામાબાદ5 મહિનો પહેલા
પાકિસ્તાનના આર્મી ચીફ કમ જાવેદ બાજવા શનિવારે LOC પર તહેનાત સૈનિકોને મળવા માટે પહોંચ્યા
  • પાકિસ્તાનના આર્મી ચીફ બાજવા સાથે સેનાના અન્ય દિગ્ગજ અધિકારી પણ હાજર હતા
  • બાજવાએ LOC પર સૈનિકો સાથે મુલાકાત દરમિયાન કાશ્મીરનો પણ ઉલ્લેખ કર્યો

LOC પર ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. આ સાથે જ પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ LOCની મુલાકાત કરી હતી. બાજવાની આ મુલાકાત પહેલાથી નક્કી ન હતી અને તેની માહિતી મીડિયાને પણ આપવામાં આવી નથી. બાજવાએ અહીંયા સૈનિકોનો જુસ્સો વધારતી વખતે કાશ્મીરનો પણ ઉલ્લેખ કર્યો છે.

દરેક પડકાર માટે તૈયાર રહો
બાજવા સૌથી પહેલા ખુરૈટા સેક્ટર પહોંચ્યા હતા. અહીંયા પણ સ્થિતિની સમીક્ષા કરી. ત્યારપછી સૈનિકોની પણ મુલાકાત કરી. પછી પાકિસ્તાનના સેનાના મીડિયા વિંગ ડીજી ISPRએ આર્મી ચીફના આ મુલાકાતની માહિતી એક નિવેદન દ્વારા આપી હતી. નિવેદન પ્રમાણે, બાજવાએ સૈનિકોને દરેક પડકાર માટે તૈયાર રહેવા માટે કહ્યું હતું. તેમણે કાશ્મીરનો ઉલ્લેખ પણ કર્યો અને કહ્યું કે, પાકિસ્તાન કાશ્મીરીઓનું સમર્થન કરવાનું ચાલું રાખશે.

પાકિસ્તાન સામે ઘણા પડકાર
બાજવાએ કહ્યું- દેશ માટે આ ઘણો કપરો સમય છે કારણ કે પડકાર એક સાથે સામે આવ્યા છે. ઘણી બહારની શક્તિ છે જે પાકિસ્તાનને નબળું કરવાનું કાવતરું કરી રહી છે. એટલા માટે સેનાની જવાબદારી વધી જશે. સેનાએ સરહદની રક્ષા તો કરવાની જ છે, સાથે દેશની અંદરની સ્થિતિ અંગે પણ નજર રાખવાની છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે અનેક પ્રકારની ગતિવિધિઓમાં તમે વ્યસ્ત રહેશો. સાથે જ સામાજિક સીમા પણ વધશે. તમે કોઇ વિશેષ પ્રયોજનને પ્રાપ્ત કરવામાં સમર્થ રહેશો. લોકો તમારી યોગ્યતાના વખાણ કરશે. નેગેટિવઃ- ધ્યાન રાખો કે થ...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser