તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

નવી ચાલ:પાકિસ્તાને રાજકીય નકશો બદલ્યો, કાશ્મીર ઉપરાંત જૂનાગઢ-માણાવદરને પણ પોતાનો હિસ્સો ગણાવ્યા

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન (ફાઈલ ફોટો)
  • ગુજરાતના CM રૂપાણીએ જવાબ આપતા કહ્યું-પાકિસ્તાનના PMને ગ્રાઉન્ડ રિયાલિટીનો ખ્યાલ જ નથી
  • અહેમદ પટેલે કહ્યું કે સરદાર પટેલના અથાગ પરિશ્રમથી જૂનાગઢ ભારતનું અભિન્ન અંગ બન્યું છે

નેપાળની જેમ પાકિસ્તાન પણ ભારત વિરુદ્ધ એક નવી ચાલ ચાલ્યુ છે. પાકિસ્તાનની ઈમરાનખાન સરકારે વિવાદાસ્પદ નકશાને મંજૂરી આપી છે. નકશામાં પાકિસ્તાને કાશ્મીરને પોતાનો ભાગ ગણાવ્યો છે. અગાઉ પાકિસ્તાન ફક્ત પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ને પોતાનો હિસ્સો દર્શાવતુ હતું, પણ હવે નવા નકશામાં કાશ્મીરનો પણ સમાવેશ કર્યો છે. આ ઉપરાંત નવો વિવાદ ઉભો કરતા પાકિસ્તાને નવા નકશાથી લદ્દાખ, સિયાચિન ઉપરાંત ગુજરાતના જૂનાગઢ અને માણાવદર પર પણ પોતાનો દાવો કર્યો છે.

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાતે તેને પાકિસ્તાનના ઈતિહાસમાં સૌથી ઐતિહાસ દિવસ ગણાવ્યો છે. વિવાદિત નકશાને કેબિનેટ તરફથી મંજૂરી મળી છે.વિદેશ પ્રધાન સાથે દેશને સંબોધિત કરતા ઈમરાન ખાને જણાવ્યુ હતું કે કેબિનેટ તરફથી મંજૂરી મળ્યા બાદ આ નકશાનો શાળા તથા કોલેજોમાં પણ ઉપયોગ કરવામાં આવશે.

કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન

પાકિસ્તાન આવા કૃત્ય કરવા માટે વિશ્વમાં પંકાયેલું છે. નેપાળ બાદ પાકિસ્તાન બીજો પાડોશી દેશ છે જેણે આવું કૃત્ય કર્યું છે. કેન્દ્રની મોદી સરકાર પાડોશી દેશો સાથે સંબંધ સુધારે છે. ચાઇના જમીનમાં અને આ બંને દેશ નકશામાં ઘૂસણખોરી કરે છે. નેપાળ-ચાઈના-પાકિસ્તાન મેપ સાથે ચેડા કરે, ભારતની મોદી સરકાર એપ- એપ રમે છે. 56 ઇંચની છાતીની જાહેરાત નહીં હકીકતમાં કામ કરી બતાવે સરકાર.

જૂનાગઢના સાંસદની પ્રતિક્રિયા

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો