• Gujarati News
  • International
  • PAK Artoni General Said Jadhav Should Not Be Allowed To Meet Any Indian Alone; The High Court Extended The Time To Appoint A Lawyer

કુલભૂષણ જાધવ કેસ:PAK અટોર્ની જનરલે કહ્યું- જાધવને કોઈ ભારતીય સાથે એકલામાં નહિ મળવા દઈએ; હાઇકોર્ટે વકીલની નિમણૂક કરવા સમય વધાર્યો

ઈસ્લામાબાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઈસ્લામાબાદ હાઈકોર્ટે પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ માટે સ્થાનિક વકીલ નિમણૂક કરવાની સમયસીમા વધારી દીધી છે. મંગળવારે આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટે પાકિસ્તાન સરકારના વકીલને કહ્યું- ભારત સાથે સંપર્ક કરો. તેમને કહો કે જાધવ માટે વકીલની નિમણૂક કરવા માટે અમે વધુ સમય આપી રહ્યા છે. જોકે હાઈકોર્ટની ત્રણ સભ્યની બેન્ચે એ જણાવ્યું નથી કે આ સમય કેટલો હશે.

પહેલા જાધવ કેસને સમજો
પાકિસ્તાનનો દાવો છે કે જાધવ RAWના એજન્ટ છે અને તેમને બલુચિસ્તાનથી 2016માં ધરપકડ કરવામાં આવી હતી. બીજી તરફ ભારત કહે છે કે જાધવ ઈન્ડિયન નેવીના રિટાયર્ડ અધિકારી છે. તેઓ કારોબાર કરવા ઈરાન ગયા હતા. ત્યાં તેમને ISIએ બંધક બનાવ્યા હતા.
પાક મિલિટરી કોર્ટે 2017માં જાધવને સજા-એ-મોતનો ચુકાદો સંભળાવ્યો હતો. ભારતે તેને ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ એટલે કે ICJમાં પડકાર્યો હતો. ત્યારથી આ કેસ પેન્ડિંગ છે. 2019માં ICJએ સજા પર પ્રતિબંધ લગાવ્યો હતો, સાથે જ પાકિસ્તાનને કહ્યું હતું કે તે ભારતને જાધવ સાથે મળવા માટે કાઉન્સેલર એક્સેસ આપે. કેસને રિવ્યુ કરે.

સુનાવણીમાં શું થયું
પાકિસ્તાન સરકાર તરફથી અટોર્ની જનરલ ખાલિદ જાવેદ ખાન ઈસ્લામાબાદ કોર્ટમાં હાજર થયા હતા. તેમણે કહ્યું હતું કે અમે 5 મેના રોજ એક ઓર્ડર જાહેર કરીને અમારા અધિકારીઓને કહ્યું હતું કે તે જાધવ માટે વકીલ નિમણૂક કરવાના સંબંધમાં ભારતનો સંપર્ક કરે. વિદેશ મંત્રાલયના અધિકારીઓએ ભારત સુધી આ સંદેશ પહોંચાડ્યો, જોકે ભારતે અત્યારસુધીમાં વકીલ નિમણૂક કરવા અંગે તો કોઈ માહિતી આપી નથી. આ સિવાય કોઈ પગલું પણ ભર્યું નથી.

જાધવને કોઈની પણ સાથે એકલામાં મળવા દેવાશે નહિ
ખાલિદે હાઈકોર્ટની બેન્ચને કહ્યું- ભારત કાઉન્સેલર એક્સ ઈચ્છે છે. તે ઈચ્છે છે કે તેમના અધિકારી જાધવ સાથે અલગ રૂમમાં અને એકલામાં મુલાકાત કરે. અમે એની મંજૂરી ન આપી શકીએ. અમે જાધવને કોઈ ભારતીય સાથે એકલામાં મળવા દેવાનું જોખમ ન લઈ શકીએ. તે માત્ર હાથ મિલાવીને જાધવને નુકસાન પહોંચાડી શકે છે. અમે ICJના રિવ્યુ આદેશનું પાલન કર્યું છે. ભારત પાછળ હટી રહ્યું છે.

જોકે સત્ય પણ જાણી લો
ખાલિદ હાઈકોર્ટને ગેરમાર્ગે દોરી રહ્યા છે. પાકિસ્તાન ઈચ્છે છે કે જાધવ માટે ભારત કોઈ એવો વકીલ પસંદ કરે, જે પાકિસ્તાની છે. ભારતે પાકિસ્તાનની આ ચાલને નાકામ કરવા માટે અત્યારસુધી કોઈ વકીલની નિમણૂક કરી નથી. ભારતની માગ છે કે જાધવ માટે કોઈ બિનપાકિસ્તાની વકીલની નિમણૂક કરવાની મંજૂરી મળે. આ મામલો એટલા માટે ફસાયો છે, કારણ કે ICJના આદેશમાં જ જાધવ માટે નિમણૂક કરવામાં આવનાર વકીલની રાષ્ટ્રીયતાને લઈને તસવીર સાફ નહોતી.

સુનાવણી ફરી ટળી
ત્રણ સભ્યવાળી બેન્ચમાં સામેલ જસ્ટિસ મિનલ્લાહ ખાને કહ્યું- ભારતને વધુ એક તક આપવામાં આવે, જેથી તે જાધવ માટે નવો વકીલ એપોઈન્ટ કરી શકે. એની પર અટોર્ની જનરલે કહ્યું- ભારત તો કોઈ બિનપાકિસ્તાની વકીલની નિમણૂક કરવાની માગ કરી રહ્યું છે. તેની પર જસ્ટિસ ખાને ફરી એક વખત કહ્યું- વધુ એક તક આપવામાં આવે. અમે તેમની મુશ્કેલીઓ સાંભળવા માગીએ છીએ. ઈન્ડિયન એમ્બેસી દ્વારા ભારત સરકારનો સંપર્ક કરો.

એ પછી બેન્ચે સુનાવણી આગામી આદેશ સુધી ટાળી દીધી.

અન્ય સમાચારો પણ છે...