તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:પાક.માં સૈન્ય અને સરકાર પર કટાક્ષ કરતા મીડિયાને અટકાવતો કાયદો બનશે

ઈસ્લામાબાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકતંત્રનો અવાજ દબાવવા મામલે ચીન અને પાકિસ્તાન એક જેવા

પાકિસ્તાનની ઈમરાન ખાન સરકાર લોકતંત્ર અને મીડિયાની આઝાદી મામલે તેના ગાઢ મિત્ર ચીનના નક્શેકદમ પર ચાલી રહી છે. અાટલું નહીં તે હવે મીડિયાના કટાક્ષોથી બચવાનો માર્ગ શોધી રહી છે. ભલે પછી તેના લોકોનો અવાજ દબાવવો પડે. ખરેખર ઈમરાન સરકારે મીડિયા અંગે નવા નિયમોનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. તેમાં મીડિયા પર અનેક પ્રકારની રોક અને શરતો લગાવવાની જોગવાઈ કરી છે.

તેના માટે સરકાર પાકિસ્તાની મીડિયા ડેવલપમેન્ટ ઓથોરિટી ઓર્ડિનન્સ,2021 લાવવા માગે છે. તે હેઠળ અનેક કાયદા સાથે એક એવો કાયદો પણ પ્રસ્તાવિત છે જેમાં મીડિયા પર સૈન્ય કે સરકાર સામે કટાક્ષ કરવા અંગે પ્રતિબંધ મૂકી દેવાશે. સૌથી વધુ વિરોધ આ જોગવાઇનો જ થઈ રહ્યો છે. તેના બાદથી જ ડ્રાફ્ટનો વિરોધ શરૂ થઇ ગયો છે. જો કાયદો લાગુ થશે તો કોઈ પણ મીડિયા પાકિસ્તાનની સરકાર કે સૈન્ય વિરુદ્ધ ટિપ્પણી નહીં કરી શકે.

ચીન : ગલવાન ખીણ અંગે સત્ય બોલનારા બ્લોગરને જેલ ચીનની કોમ્યુનિસ્ટ સરકાર પણ મીડિયા કે પ્રજાના દમન માટે બદનામ જ છે. તાજેતરના કેસમાં તેણે ગલવાન ખીણમાં ભારતીય જવાનો અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી અથડામણનું સત્ય બહાર લાવનારા બ્લોગરને આઠ મહિના માટે જેલમાં ધકેલી દીધો છે. ખરેખર બ્લોગર ચાઉ જિમિંગે જૂન 2020માં ગલવાન ખીણમાં થયેલી અથડામણમાં ચીનના 40 સૈનિકોનાં મોતની વાત કહી હતી. ભારતે પણ કહ્યું હતું કે રશિયાની એજન્સીએ આ આંકડો સાચો ઠેરવ્યો હતો. જોકે ચીન ફક્ત 4નો જ આંકડો જણાવે છે. આ ખુલાસાથી ભડકેલા ચીને જિમિંગને 8 મહિનાની જેલની સજા કરી છે. સરકારે જિમિંગને ચીનના નાયકો અને શહીદોને બદનામ કરવાનો દોષિત ઠેરવ્યો છે. તે માર્ચમાં પસાર થયેલા નવા સુરક્ષા કાયદા હેઠળ સજા મેળવનાર પ્રથમ વ્યક્તિ છે. ચીનના સીનાવીબો માઈક્રોબ્લોગિંગ પર જિમિંગના 25 લાખથી વધુ ફોલોઅર્સ છે. નાનજિંગ જિયાનયે પીપલ્સ કોર્ટે સજા સંભળાવતા કહ્યું કે જિનિંગ મુખ્ય પ્લેટફોર્મ અને મીડિયા પર 10 દિવસની અંદર જાહેરમાં માફી માગે.

ટીવી-ચેનલોની જેમ લાઇસન્સ જરૂરી થઈ જશે
નવા કાયદાના ડ્રાફ્ટમાં આ મુખ્ય જોગવાઈઓ સામેલ -

  • નવા કાયદા હેઠળ મીડિયા સાથે જોડાયેલા ગત અનેક કાયદાઓને નાબૂદ કરવાનો પ્રસ્તાવ રખાયો છે.
  • એક ઓથોરિટીની રચના કરાશે જે તમામ પ્રકારના મીડિયાનું નિયમન કરશે. તેમાં 11 સભ્ય અને એક ચેરપર્સન હશે. તેમની નિમણૂક કેન્દ્ર સરકારની સલાહ પર રાષ્ટ્રપતિ કરશે.
  • પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિકથી લઈને ડિજિટલ મીડિયાની પણ નિયમાવલી નક્કી કરાશે.
  • અખબાર-ડિજિટલ મીડિયાના સંચાલન માટે ટીવી ચેનલોની જેમ લાઈસન્સ જરૂરી થઈ જશે.
  • નવા કાયદાના ડ્રાફ્ટમાં નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ, યુટ્યૂબ ચેનલો, વીડિયો લોગ્સ વગેરે અંગે નિયમો નક્કી કરવાની વાત કહેવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...