ઈમરાન ખાનની ફજેતી:સર્બિયામાં PAK એમ્બેસીએ પુછ્યું- 3 મહીનાથી વેતન મળ્યું નથી, શું આ જ નવું પાકિસ્તાન છે

ઇસ્લામાબાદ7 મહિનો પહેલા
  • મોંઘવારીના મુદ્દા અંગે ઈમરાન ખાન સામે કટાક્ષ કરવામાં આવ્યો

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની તેમના જ અધિકારીઓએ ફજેતી કરી છે. સર્બિયામાં પાકિસ્તાની એમ્બેસીએ પોતાના ઓફિશિયલ ટ્વીટર પર એક પોસ્ટ શેર કરી હતી. તેમાં મોંઘવારીના મુદ્દા અંગે ઈમરાન ખાન પર કટાક્ષ કરવામાં આવ્યો છે. તેમાં પુછ્યું છે કે, ત્રણ મહીનાથી વેતન મળ્યું નથી, શું આ જ નવું પાકિસ્તાન છે?

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે બાદમાં સ્પષ્ટતા કરીને કહ્યું, એકાઉન્ટ હેક કરી લેવામાં આવ્યું છે, જો કે ત્યાં સુધીમાં તો આ પોસ્ટ વાયરલ થઈ ચૂકી હતી. પોસ્ટમાં ઈમરાનના તે નિવેદનના મીમ્સ પણ શેર કરવામાં આવ્યું જેમાં તેમણે લોકોને કહ્યું હતું કે તમારે ગભરાવાનું નથી.

અધિકારીઓએ કહ્યું- અમારી પાસે કોઈ રસ્તો નથી
ટ્વીટમાં અધિકારીઓએ પુછ્યું કે મોંઘવારીએ બધા જ જૂના રેકોર્ડ તોડી રહી છે, એવામાં તમને શું લાગે છે કે અમે સરકારી સેવકો ક્યાં સુધી ચૂપ રહીશું અને ક્યાં સુધી વેતન વિના જ કામ કરીશું? ત્રણ મહીનાથી વેતન પણ નથી મળ્યું. બાળકોની ફી ન ભરવાને કારણે તેમને શાળા છોડાવી પડી છે. છું આ જ તમારું નવું પાકિસ્તાન છે? આ ટ્વીટ બદલ માફી, પરતું અમારી પાસે પણ કોઈ રસ્તો નથી.

'તમારે ગભરાવાનું નથી' નારાની મજાક ઉડાવાઇ
ટ્વીટ સાથે જે વીડિયો શેર કરવામાં આવ્યો છે તેમાં ઈમરાનના નવા પાકિસ્તાનના સૂત્રોચ્ચારની મજાક ઉડાવવામાં આવી છે. જુલાઇમાં રાષ્ટ્રને સંબોધન કરતાં ઇમરાને મોંઘવારીના મુદ્દાનો ઉલ્લેખ કર્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, સૌથી પહેલા તમારે ગભરાવાનું નથી. તેમના આ નિવેદનની લાઇન પર જોક્સ અને મીમ્સ બનાવવામાં આવી રહ્યા છે.

ઇમરાને પોતે પણ સ્વીકાર્યું હતું- અર્થતંત્રની ખરાબ સ્થિતિ
ગયા દિવસોમાં ઈમરાન ખાને પોતે પણ સ્વીકાર્યું હતું કે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ મુશ્કેલભર્યા સમયમાંથી પસાર થઈ રહી છે. હંમેશાની જેમ તેમણે આ સ્થિતિ માટે પહેલાની સરકારને જવાબદાર ઠેરવી હતી. પાકિસ્તાન અને IMFની વચ્ચે ત્રણ મહીનાથી વાતચીત ચાલી રહી છે, પરંતુ હજી સુધી કોઈ જ પરિણામ આવ્યું નથી. IMFએ બજેટ ખાધ ઘટાડવા અને ટેક્સ વધારવા માટે ખૂબ જ કડક શરતો ઈમરાન સરકાર સમક્ષ મુકી છે. હવે મુશ્કેલીઓ તે છે કે આગામી વર્ષે યોજનારી ચૂંટણીને ધ્યાનમાં લેતા તે શરતો માનવી શક્ય નથી. પાકિસ્તાને IMFથી 3 હપ્તામાં 6 અબજ ડોલરની લોન માંગી છે.

સાઉદી અરબે 26 ઓકટોબરે ત્રણ અબજ ડોલરની લોન મંજૂર કરી હતી, પરંતુ કડક શરતોવાળી આ લોન પણ પાકિસ્તાનની સ્ટેટ બેન્ક સુધી પહોંચી શકી નથી.

અન્ય સમાચારો પણ છે...