• Gujarati News
  • International
  • Pak Based Terrorists Release Al Qaeda Video To 'Create Panic' In India, Sources Say FATF Watching Closely

કાશ્મીર, બાબરી, જેહાદ:એક સપ્તાહમાં અલકાયદા આતંકીઓએ જાહેર કર્યો બીજો વીડિયો, કહ્યું- કાશ્મીર અમારું છે, ભારત સામે ઓક્યું ઝેર

4 દિવસ પહેલા

ભારતની ઈન્ટેલિજન્સ એજન્સીઓને ગેરમાર્ગે દોરવા માટે આતંકી સંગઠનો નવી રમત રમી રહ્યા છે. મીડિયાને મળેલી ખાનગી માહિતી પ્રમાણે પાકિસ્તાનમાં આવેલા કાશ્મીર (PoK)માં આતંકી ટ્રેનિંગ આપવા માટે લશકર-એ-તોઈબા અને જૈશ-એ-મોહમ્મદનું નામ બદલી દેવામાં આવ્યું છે.

લશકરનું નામ બદલીને અલ-બુરાક અને જૈશનું નામ અલ-ઉમર-મુઝાહિદ્દીન રાખવામાં આવ્યું છે. માનવામાં આવે છે કે, આંતરરાષ્ટ્રીય પ્રેશરમાંથી બચવા માટે પાકિસ્તાન આવી રમત રમી રહ્યું છે. આ દરમિયાન કાશ્મીર વિશે અલકાયદા ઈન્ડિયન સબ કોન્ટિનેન્ટે નવો વીડિયો જાહેર કર્યો છે. જેમાં જેહાદ શરૂ કરવાની વાત કરવામાં આવી છે.

અલકાયદા મીડિયા વિંગ As Sahavએ વીડિયો જાહેર કર્યો છે. વીડિયોની શરૂઆતમાં અલકાયદા ચીફ અલ જવાહિરના ઓડિયો નિવેદનથી થાય છે. ત્યારપછી વીડિયોમાં 5 આતંકીઓ હથિયાર સાથે દેખાઈ રહ્યા છે. જેમાં એક બોલતો સંભળાય છે કે, મારુ નામ મીર મહિબુલ્લા છે, હું કાશ્મીર સાથે સંબંધ ધરાવું છું, ત્યારપછી તે કાશ્મીરમાં જેહાદની વાત કરી રહ્યો છે. વીડિયોમાં ભારત સરકાર સામે પણ જેહાદ શરૂ કરવાની વાત કરવામાં આવી છે અને ઝાકિર મૂસાને પણ યાદ કરવામાં આવ્યો છે. વીડિયો અંદાજે 1 મીનિટ 30 સેકન્ડનો છે. એટલે એક બાજુ ઈન્ટેલિજન્સ એજન્સીનું એવું પણ માનવું છે કે, અલકાયદાના નામે વાયરલ કરવામાં આવેલો આ વીડિયો ભારતને પરેશાન કરવા માટે પાકિસ્તાનના આતંકીઓ દ્વારા બનાવવામાં આવ્યો છે.

'કાશ્મીર હમારા હૈ' નામથી વીડિયો જાહેર કરાયો
આતંકવાદી સંગઠન અલકાયદાના આતંકીઓએ 'કાશ્મીર હમારા હૈ' નામથી એક વીડિયો જાહેર કર્યો છે. 18 મીનિટના આ વીડિયોમાં બાબરી મસ્જિદ વિધ્વંસ, બાળકો અને મહિલાઓ પર અત્યાચાર વિશે વાત કરી હતી. તેમાં ભારતીય સેના દ્વારા કરવામાં આપવામાં આવેલી પીડાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. અલ-કાયદાએ તેમના વીડિયોમાં કહ્યું છે કે, તેમણે ઉપર જણાવેલી વાતોના કારણે બંદૂકો ઉઠાવી છે.
નોંધનીય છે કે, ગયા સપ્તાહે અલકાયદાએ જાહેર કરેલા વીડિયોમાં આસામમાં બદલો લેવાની વાત કરવામાં આવી હતી. મુખ્ય ઈન્ટેલિજન્સ એજન્સીઓએ જણાવ્યું છે કે, અલ-કાયદા, ટીઆરએફ અને અન્ય આતંકવાદી સંગઠનો પાકિસ્તાન દ્વારા બનાવવામાં આવ્યા છે.

ભારતને મુશ્કેલીમાં મુકવા વીડિયો પાકિસ્તાનના આંતકી દ્વારા બનાવાવમાં આવ્યો હોય તેવું માનવામાં આવે છે
ભારતને મુશ્કેલીમાં મુકવા વીડિયો પાકિસ્તાનના આંતકી દ્વારા બનાવાવમાં આવ્યો હોય તેવું માનવામાં આવે છે

પાકિસ્તાનમાં લખાઈ સ્ક્રિપ્ટ
ભારતની મુખ્ય ઈન્ટેલિજન્સ એજન્સીઓએ જણાવ્યું છે કે, એટીએફ અને અન્ય આંતરરાષ્ટ્રીય સંગઠનો દ્વારા પાકિસ્તાનને ગ્રે-લિસ્ટમાં નાખ્યા પછી હવે પાકિસ્તાને તેમના આવા બનાવેલા સંગઠનોનો ઉપયોગ પ્રચાર ફેલાવવા માટે શરૂ કરી દીધો છે.
ગયા મહિને પાકિસ્તાન મીડિયાના એક રિપોર્ટમાં તાલિબાન તરફથી કહેવામાં આવ્યું હતું કે, કાશ્મીર સહિત દરેક મુસ્લિમોના પક્ષમાં બોલવાનો તેમને અધિકાર છે. જોકે જ્યારે આ વિશે મીડિયા દ્વારા તાલિબાનના પ્રવક્તા સુહૈલ શાહીનો સંપર્ક કર્યો ત્યારે તેમણે કહ્યું કે, તેમના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે અને કાશ્મીર મુદ્દે તાલિબાનની તે જ વિચારસરણી છે જે આંતરરાષ્ટ્રીય સ્તર પર છે. તાલિબાને કહ્યું હતું કે, કાશ્મીર મુદ્દો ભારત અને પાકિસ્તાન વચ્ચેનો છે. ભારત અને પાકિસ્તાને જ આ સમસ્યાનો ઉકેલ લાવવાનો છે. તાલિબાનને આ સાથે કોઈ લેવા દેવા નથી.

ભારતીય મુસ્લિમો પર બોલ્યા તાલિબાનો
તાલિબાનના પ્રવક્તા સુલૈહ શાહિને મીડિયા સાથે વાત કરતાં કહ્યું છે કે, જે રીતે ભારત અફઘાન હિન્દુઓ અને સિખો વિશે ચિંતિત છે તેવી જ અમે દુનિયાના મુસ્લિમો અને કાશ્મીર વિશે ચિંતિત છે. તેમણે ફરી રીપિટ કર્યું હતું કે, અફઘાનિસ્તાન કાશ્મીર ક્ષેત્રે હસ્તક્ષેપ નહીં કરે. પ્રવક્તાએ કહ્યું કે, તાલિબાનની નીતિ કોઈ પણ દેશ વિરુદ્ધ 'સશસ્ત્ર અભિયાન' ચલાવવાની નથી અને તાલિબાન તે માટે તેમની જમીનનો ઉપયોગ નહીં થવા દે.
દોહામાં તેમના રાજકિય કાર્યાલયથી તાલિબાનના પ્રવક્તા શાહિને ગુરુવારે વીડિયો લિંકના માધ્યમથી બીબીસીને એક ઈન્ટરવ્યૂ આપ્યો હતો. જેમાં તાલિબાન પ્રવક્તાએ કહ્યું હતું કે, અમે અમારો અવાજ ઉઠાવીશું અને કહિશું કે, કાયદા અંતર્ગત મુસ્લિમ તમારા પોતાના લોકો છે, તમારા નાગરિક છે અને તેઓ સમાન અધિકારોના હકદાર છે.

કાશ્મીર પર તાલિબાનોએ શું કહ્યું
દોહાથી તાલિબાન પ્રવક્તા સુહૈલ શાહિને કહ્યું કે, મુસ્લિમ તરીકે કાશ્મીર અને અન્ય દેશમાં રહેતા અન્ય મુસ્લિમો વિશે બોલવાનો સંગઠનને અધિકાર છે, કારણકે અફઘાનિસ્તાન એક ઈસ્લામિક અમીરાત દેશ છે. જોકે એક વાર જ્યારે સુહૈલ શાહિનને ચીનમાં શિનજિંયાગમાં ઉઈગર મુસ્લિમો પર થતાં અત્યાચાર વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે તે વિશે નિવેદન આપવાનો ઈનકાર કરી દીધો હતો. નિષ્ણાતોનું કહેવું છે કે, તાલિબાન ચીન પાસેથી આર્થિક મદદ ઈચ્છે છે પરંતુ તેઓ ઉઈગર મુસ્લિમો વિશે કોઈ અવાજ ઉઠાવશે નહીં.

અલકાયદાની ધમકી
તાલિબાન પ્રવક્તાનું નિવેદન તે સમયે સામે આવ્યું જ્યારે અલકાયદાએ તેમની ટીવી ચેનલ અલ સાહબ મીડિયા પર એક નિવેદન જાહેર કરતા કહ્યું હતું કે, મુસ્લિમ સમુદાયને અફઘાનિસ્તાનમાં આઝાદી મળ્યા પછી અન્ય જગ્યાઓ પર મુસ્લિમ જમીનોને મુક્ત કરવા માટે જેહાદ શરૂ કરવો જોઈએ. તે સાથે જ અલકાયદાએ કાશ્મીરને જેહાદ કરવાના લિસ્ટમાં ઉમેર્યું છે.

અન્ય સમાચારો પણ છે...