કોરોના સહિત ઘણી બીમારીઓ અને કેટલીક ઇજાઓ એવી હોય છે જેમાં શરીર જીવિત રહેવા ફેફસાંમાંથી પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મેળવવા સંઘર્ષ કરે છે. ગંભીર સ્થિતિમાં દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવે છે. પરંતુ વેન્ટિલેટરની અછતના કારણે ઘણી વખત દર્દીને જરૂરિયાતના સમયે આ જીવનરક્ષક મશીન મળી શકતું નથી તેથી દર્દીના શરીરમાં અણીના સમયે પૂરતો ઓક્સિજન મેળવવાની દિશામાં વિજ્ઞાનીઓને નવી સફળતા મળી છે.
આ ઉપાય વેન્ટિલેટરની જરૂરિયાતને એક હદ સુધી ઘટાડી શકે છે. પારંપરિક મિકેનિકલ વેન્ટિલેટર ઉપરાંત એક્સ્ટ્રાકોરપોરિયલ મેમ્બ્રેન ઓક્સિજન (એક્સો) નામની વધુ એક ટેક્નોલોજી છે, જેમાં લોહીને શરીરની બહાર લઇ જઇ શકાય છે જેથી ઓક્સિજનને તેમાં ભેળવી શકાય અને કાર્બન ડાયોક્સાઇટને દૂર કરી શકાય. પરંતુ હવે આ નવી શોધથી ઓક્સિજનને સીધા લોહીમાં જોડી શકાશે અને દર્દીનુંં લોહી જ્યાં છે, ત્યાં જ રહી શકે છે.
નવી ટેક્નિક ઓક્સિજનથી ભરેલા પ્રવાહીને નાના આકારના ઘણા નોઝલ એક સીરિઝથી ચેનલાઇઝ કરી એટલા નાના પરપોટામાં બદલી દેવાય છે. જે લોહીની નસોથી પણ નાના હોય છે. એટલે તેને લોહીની નસોને બ્લોક કર્યા વિના જ સીધા નસોમાં સેલાઇન દ્વારા ઇન્જેક્ટ કરી શકાય છે. આ નવી ટેક્નોલોજીથી જે દર્દીને ઓક્સિજન આપવામાં આવ્યું, તેનું સારું પરિણામ આવ્યું. તેનું ઓક્સિજન લેવલ થોડી જ મિનિટોમાં 15 ટકાથી વધીને 95 ટકા સુધી પહોંચી ગયું.
ઓક્સિજનના સૂક્ષ્મ પરપોટાની લિપિડ મેમ્બ્રેનથી કોટિંગ
લોહીમાં ભેળવતા પૂર્વે ઓક્સિજનના સૂક્ષ્મ પરપોટાની લિપિડ મેમ્બ્રેનથી કોટિંગ કરાય છે, જે ઝેરી અસરથી બચાવે છે. પરપોટાને ભેગા થવાથી રોકે છે. સોલ્યુશન નસોમાં ઇન્જેક્ટ થયા બાદ કરચલી મિશ્રિત થાય છે અને ઓકિસજન લોહીમાં ભળી જાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.