ભાસ્કર વિશેષ:ઓક્સિમીટર અશ્વેત દર્દીઓનું ઓક્સિજન લેવલ ખોટું દર્શાવે છે, ઘેરા રંગના કારણે સેન્સર રીડિંગમાં તફાવત

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાઇટ સેન્સર અશ્વેત ત્વચાને ઓક્સિજનયુક્ત બ્લડ સેલ માની લે છે

ઓક્સિમીટરમાં મોટી ખામી સામે આવી છે. દર્દીઓમાં ઓક્સીજનનું સ્તર માપવાનું આ ઉપકરણ અશ્વેત ત્વચાવાળા દર્દીઓમાં સચોટ સ્તર નથી દર્શાવતું. શોધમાં ખુલાસો થયો છે કે ઓક્સિમીટર શ્વેત ત્વચાના આધાર પર બનાવવામાં આવ્યું છે. તેનું લાઇટ સેન્સર ત્વચાના નીચે વહી રહેલા રક્તના રંગ અનુસાર ઓક્સીજનના સ્તરને માપે છે. એટલે કે રેડ બ્લડ સેલ (આરબીસી)નો જેટલો ઘેરો રંગ એટલું જ વધારે ડિજોલ્વડ ઓક્સીજનનું રીડિંગ આવે છે.

અશ્વેત, એશિયન અને હિસ્પેનિકની ત્વચાનો રંગ ઘરો હોવાના કારણે ઓક્સિમીટર આ લોકોની ત્વચાના રંગને પણ ઉચ્ચ ઓક્સીજનવાળા આરબીસી માનીને રક્તમાં ઉચ્ચ સ્તરનો અોક્સીજન હોવાનું ખોટું રીડિંગ આપે છે. બોસ્ટન હોસ્પિટલના આઇસીયૂમાં દાખલ 3069 દર્દીઓ પર હાથ ધરવામાં આવેલા સ્ટડીમાં સામે આવ્યું કે અશ્વેત દર્દીઓને ઓક્સિમીટરના ખોટા રીડિંગના કારણે ઓછો ઓક્સીજન સપોર્ટ આપવામાં આવ્યો. તેના કારણે કેટલાક દર્દીઓની તબિયત બગડી પણ થઈ.

સ્ટડીના પ્રમુખ અને મૈસાચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટના ડૉ. લિયો એન્થની સેલીએ કહ્યું કે અમને પલ્સ ઓક્સિમીટર દર્દીઓ વિશે ખોટા રીડિંગ આપે છે. અમને આ ખોટી જાણકારી આપવામાં આવી કે દર્દી ઠીક છે. ડૉ. સેલીએ કહ્યું કે આ સ્ટડીમાં અમને જાણવા મળ્યું કે અશ્વેત દર્દીઓને જરૂરિયાતથી ઓછા ઓક્સીજનની ટ્રીટમેન્ટ આપવામાં આવી છે. આ સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે ડૉક્ટરો અને દર્દીઓ માટે હવે એ જરૂરી થઈ ગયું છે કે ઓક્સી પલ્સમીટરની આ ખામીને દૂર કરવામાં આવે.

ડૉક્ટર ઈચ્છે છે કે કલર ન્યૂટ્રલ ઓક્સિમીટર મોડલ બને
ઓક્સિમીટરનું રીડિંગ ખોટું હોવાનો મુદ્દો છેલ્લા ઘણા લાંબા સમયથી ડૉક્ટર ઉઠાવી રહ્યા છે. કોરોના કાળમાં આ વાત વધુ સામે આવ્યા બાદ ડૉક્ટરોનું કહેવું છે કે કલર ન્યૂટ્રલ ઓક્સિમીટર બનાવવા જોઈએ. જેનાથી દર્દીઓને ઓક્સીજન સપોર્ટ યોગ્ય રીતે આપી શકાય.

અન્ય સમાચારો પણ છે...