તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • Oxford Will Now Recruit Children For The Corona Vaccine Trial, With More Than 10,000 Selected From Britain

કોરોના સામે જંગ:હવે કોરોનાની રસીની ટ્રાયલ માટે ઓક્સફર્ડ બાળકોની ભરતી કરશે, બ્રિટનમાંથી 10 હજારથી વધુ લોકો પસંદ કરવામાં આવશે

લંડન4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર

ઓક્સફર્ડ યુનિવર્સિટીની કોરોનાની રસી ટ્રાયલના આગામી તબક્કામાં પહોંચી ગઇ છે. યુનિ.એ જણાવ્યું કે રસી પર કામ કરી રહેલા રિસર્ચર્સ આગામી તબક્કાના ટેસ્ટ માટે બાળકો અને પુખ્તોની ભરતી કરી રહ્યા છે. તે માટે હવે સમગ્ર બ્રિટનમાંથી 10,260 લોકોની પસંદગી કરાશે. એપ્રિલમાં શરૂ થયેલી હ્યુમન ટ્રાયલમાં 1,000 લોકોને લેવાયા હતા. પ્રથમ તબક્કો પૂરો થઇ ગયો છે અને તેના પરિણામોનો અભ્યાસ ચાલી રહ્યો છે. રસી પર હવે બીજા અને ત્રીજા તબક્કાની ટ્રાયલ થશે. બીજા તબક્કામાં 5થી 12 વર્ષના બાળકો, 56થી 69 વર્ષના તથા 70 વર્ષથી મોટા વૃદ્ધોને સામેલ કરાશે. વિવિધ વયજૂથમાં રસીની રોગ પ્રતિકારક શક્તિના વિકાસનો અભ્યાસ કરાશે. ત્રીજા તબક્કામાં જોવામાં આવશે કે 18 વર્ષથી વધુ ઉંમરના ઘણા બધા યુવાનોના જૂથમાં રસી કેટલી કારગત નીવડે છે?

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો