તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • Oxford Vaccine Approved In Britain; Now It's India's Turn, January 1, 2021 To Decide On Two Vaccines For Serum And Bharat Biotech

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હેપ્પી વેક્સિન યર:બ્રિટનમાં ઓક્સફોર્ડની વેક્સિનને મંજૂરી; હવે ભારતનો વારો, 1 જાન્યુઆરી 2021એ સીરમ અને ભારત બાયોટેકની બે વેક્સિન મુદ્દે નિર્ણય

લંડન, નવી દિલ્હી2 મહિનો પહેલા
બ્રિટને ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની વેક્સિન કોવિશિલ્ડના ઈમર્જન્સી ઉપયોગની મંજૂરી આપી દીધી - Divya Bhaskar
બ્રિટને ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની વેક્સિન કોવિશિલ્ડના ઈમર્જન્સી ઉપયોગની મંજૂરી આપી દીધી
  • દેશમાં કોરોનાના નવા સ્વરૂપવાળા દર્દીઓની સંખ્યા વધીને 20 થઈ

બ્રિટને ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની વેક્સિન કોવિશિલ્ડના ઈમર્જન્સી ઉપયોગની મંજૂરી આપી દીધી છે. તેનાથી નવા વર્ષે ભારતમાં વેક્સિનેશન શરૂ થવાની આશા વધી ગઈ છે. ભારતમાં ઓક્સફોર્ડની વેક્સિનનું ઉત્પાદન પૂણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટમાં થઈ રહ્યું છે. બુધવારે નવી દિલ્હીમાં સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી (એસઈસી) સમક્ષ સીરમ અને ભારત બાયોટેકની વેક્સિનના ત્રીજા તબક્કાના ડેટા રજૂ કરાયા. આ સમિતિ તેની સમીક્ષા કરીને પહેલી જાન્યુઆરીએ આ કંપનીઓ સાથે બેઠક કરીને આખરી નિર્ણય લેશે. બીજી તરફ, ફાઈઝરે છેલ્લા પ્રેઝન્ટેશન માટે સમય માંગ્યો છે. સીરમે વેક્સિનના છ કરોડ ડૉઝ તૈયાર કરી લીધા છે અને ફેબ્રુઆરી સુધી 10 કરોડ ડૉઝ તૈયાર થઈ જશે. મંજૂરી મળતા જ ડિલિવરી પણ શરૂ થઈ જશે. વેક્સિન સૌથી પહેલાં દેશના હેલ્થ વર્કરોને અપાશે. જે રાજ્યોમાં હેલ્થ વર્કર વધારે હશે, ત્યાં વધુ ડૉઝ મોકલાશે. બીજી તરફ, દેશમાં બુધવારે કોરોનાના નવા સ્વરૂપથી સંક્રમિત વધુ 13 દર્દી મળ્યા હતા, જેથી આવા દર્દી વધીને 20 થઈ ગયા છે.

ભાસ્કર હેલ્થ વર્કર સૌથી પહેલાં
લોકોના મનમાં સવાલ છે - ભારતમાં વેક્સિન ઉપલબ્ધ થશે ત્યારે તેમને તે ક્યારે મળશે. જાણો દરેક સવાલના જવાબ...
સવાલઃ શું તમો કોરોના ડ્યુટીમાં ફ્રન્ટલાઈન વર્કર છો? જેમ કે ડૉક્ટર, નર્સ, આશા વર્કર વગેરે?
જવાબઃ તમને બધાને વેક્સિન સૌથી પહેલાં મળશે. રાજ્યોએ 31 ડિસેમ્બર રાત્રે 12 વાગ્યે આ બધાનો ડેટા કેન્દ્ર સરકારને સોંપવાનો છે. દેશમાં હેલ્થ વર્કર્સની સંખ્યા એક કરોડ છે.

સવાલઃ તમે પોલીસ, સૈન્ય, નગરનિગમ જેવી જરૂરી સેવામાં છો?
જવાબઃ તમને પણ પહેલી બેચમાં વેક્સિન મળશે પણ હેલ્થ વર્કરોના રસીકરણ બાદ.

સવાલઃ શું તમારી વય 50 વર્ષ કે તેનાથી વધુ છે અને અસ્થમા, હૃદય રોગ, ડાયાબિટીસ જેવા રોગ છે?
જવાબઃ તમને હેલ્થવર્કર અને જરૂરી સેવામાં તહેનાત લોકો પછી વેક્સિન મળશે. વેક્સિનની પ્રથમ કે બીજી બેચ તમારા માટે જ હશે.

સવાલઃ શું તમે કન્ટેનમેન્ટ ઝોનમાં રહો છો?
જવાબઃ
તમને હેલ્થવર્કર, જરૂરી સેવા અને વૃદ્ધો તથા ગંભીર બીમારીઓથી પીડાતા લોકો પછી વેક્સિન મળશે.
જે ઉપરોક્ત કોઈ કેટેગરીમાં નથી તેમને પણ વેક્સિન મળશે. સરકાર વેક્સિનની ઉપલબ્ધતા વધતા રસીકરણનો દાયરો વધારવાનો નિર્ણય કરી શકે છે.

બ્રિટનમાં હવે બે વેક્સિન, કોવિશીલ્ડ પહેલાં ફાઇઝરને ઇમરજન્સી મંજૂરી અપાઇ હતી
કોવિશીલ્ડ: 2 ડોઝ, 20,260 લોકો પર ટ્રાયલ

  • બ્રિટનમાં 8 ડિસેમ્બરે વેક્સિનેશન શરૂ થયું. ફાઇઝરની રસીના 6,25,981 ડોઝ અપાઇ ચૂક્યા છે.
  • 51 લાખથી વધુ ડોઝ અપાઇ ચૂક્યા છે અત્યાર સુધીમાં દુનિયામાં. અમેરિકામાં 23,20,379.

કોવિશીલ્ડ રસી 100% સુરક્ષિત

  • જે ગંભીર દર્દીઓને દાખલ થવાની જરૂર છે તેમને પણ અમારી રસી 100% સુરક્ષા આપી રહી છે. > પાસ્કલ સોરિયોટ, સીઇઓ, એસ્ટ્રાજેનેકા

નવા વર્ષે દેશમાં આ રીતે ચલાવાશે અત્યાર સુધીનું સૌથી મોટું રસીકરણ અભિયાન

  • પહેલા તબક્કામાં આશરે 30 કરોડ લોકોને વેક્સિન અપાશે. આ અભિયાનમાં કો-વિન (Co-Win) મોબાઈલ એપ, વેબસાઈટનો ઉપયોગ થશે.
  • કો-વિન પર રજિસ્ટ્રેશન માટે વૉટર આઈડી સહિત 12 ફોટો આઈડી માન્ય હશે. નોંધાયેલા લોકોને જ વેક્સિન અપાશે.
  • નોંધાયેલી વ્યક્તિને એસએમએસથી વેક્સિન ક્યાં, ક્યારે લગાવાશે તેની માહિતી મોકલાશે. રોજ દરેક બુથ પર 100 લોકોને વેક્સિન અપાશે. ત્યાં વેઈટિંગ રૂમ પણ હશે.

જાગૃત કરવા ઘણાં દેશોના વડાએ ટીવી પર લાઇવ રસી લીધી
વિશ્વમાં ઘણાં દેશોના વડા તથા નિષ્ણાતો રસી લેવા પોતે વોલન્ટિયર બન્યા. હેતુ હતો- લોકોને રસીની સુરક્ષા અને અસરકારકતા અંગે શંકા ન રહે. તેમાં સામેલ છે...

  • યુએસના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપ્રમુખ જો બાઇડેન અને ઉપરાષ્ટ્રપ્રમુખ કમલા હેરિસે ટીવી પર લાઇવ રસી લીધી. મુખ્ય તબીબી સલાહકાર ડૉ. એન્થની ફૉસીએ પણ રસી લીધી. { ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂ.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો