દુનિયાભરમાં જાણીતી અને પ્રતિષ્ઠિત ઓક્સફોર્ડ યુનિવર્સિટી વિશ્વની સૌથી ધનવાન શૈક્ષણિક સંસ્થાઓમાંની એક છે. આ સંસ્થા પાસે 6.4 અબજ પાઉન્ડની જમા રકમ છે. 2020-21માં ઓક્સફોર્ડને 80 કરોડ પાઉન્ડની રિસર્ચ ગ્રાન્ટ મળી હતી, જે કોઈ પણ બ્રિટીશ યુનિવર્સિટીને મળેલી સૌથી મોટી રકમ છે.
જોકે, અહીં કોન્ટ્રાક્ટ પર કામ કરતી ફેકલ્ટી અયોગ્ય સેવા શરતો અને ઓછા વેતન જેવી મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. અહીં વર્ષો સુધી આ રીતે નોકરી કર્યા પછી પણ શિક્ષકો નિયમિત નોકરી નથી મેળવી શકતા. બ્રિટનના 2019-20ના ઉચ્ચ શિક્ષણના આંકડા પ્રમાણે, કુલ એકેડેમિક સ્ટાફમાંતી એક તૃતિયાંશ તો કોન્ટ્રાક્ટ પર છે. ઓક્સફોર્ડમાં આ આંકડો બે તૃતિયાંશ છે. કોન્ટ્રાક્ટની શતોમાં ફક્ત શિક્ષણના કલાકોની રીતે ચૂકવણી કરાય છે, પરંતુ એક કલાકના શિક્ષણ માટે શિક્ષકોએ ત્રણ-ચાર કલાક તૈયારી કરવી પડે છે, જે ચૂકવણીમાં સામેલ નથી.
આ શિક્ષકોએ એક કલાકના શિક્ષણના 25 પાઉન્ડ મળે છે, જ્યારે તૈયારી સહિત તેઓ ચાર કલાકનો સમય આપે છે. આ રીતે તેમનું લઘુતમ વેતન 10.42 પાઉન્ડ પ્રતિ કલાકથી પણ ઓછું થઈ જાય છે. ખુદ સંસ્થા પણ માને છે કે, એક એકલા અન્ડરગ્રેજ્યુએટ કે પોસ્ટ ગ્રેજ્યુએટને સામાન્ય જીવન જીવવા વાર્ષિક ધોરણે 14,600થી 21,100 પાઉન્ડની જરૂર પડે છે.
નવેમ્બરમાં શિક્ષકોએ હડતાળ પણ કરી હતી
ગયા નવેમ્બરમાં ઓક્સફોર્ડ સહિત 150 સંસ્થાના 70 હજાર લેક્ચરરે યોગ્ય શરતોની માંગ સાતે ત્રણ દિવસની હડતાળ પાડી હતી. તે દેશના ઉચ્ચ શિક્ષણના ઈતિહાસની સૌથી મોટી હડતાળ હતી. એ વખતે તેમણે ફિક્સ્ડ ટર્મ કોન્ટ્રાક્ટના મુદ્દા પણ ઉઠાવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.