તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

બ્રિટને વેક્સિનને લીલીઝંડી આપી:ઓક્સફોર્ડે કોરોના રસીની ટ્રાયલ ફરી શરૂ કરી, એક વ્યક્તિ બીમાર પડી જતા ટ્રાયલ બંધ કરી દેવામાં આવી હતી

લંડન8 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર

બ્રિટનમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટી સાથે કોરોનાની રસી બનાવી રહેલી એસ્ટ્રાજેનેકાએ રસીના અંતિમ તબક્કાની ટ્રાયલ ફરી શરૂ કરી દીધી છે. એસ્ટ્રાજેનેકાનું કહેવું છે કે મેડિસિન્સ હેલ્થ રેગ્યુલેટરી એજન્સીએ સમગ્ર કેસની તપાસ કરી તે સુરક્ષિત હોવાનું જણાતા ક્લિનિકલ ટ્રાયલની ફરી મંજૂરી આપી દીધી છે. પ્રથમ અને બીજા તબક્કામાં સફળતા મળ્યાં પછી તેની ત્રીજા તબક્કાની ટ્રાયલ ચાલી રહી હતી પરંતુ એક સ્વયંસેવકની તબિયત બગડતાં તેને અટકાવવામાં આવી હતી. એવું મનાય છે કે જો આ ટ્રાયલ સફળ થશે તો આગામી વર્ષના પ્રારંભે આ રસી બજારમાં આવી શકે છે.

ભારતમાં પણ ટ્રાયલ અટકાવાઈ હતી
ઓક્સફોર્ડે ટ્રાયલ અટકાવતા ભારતમાં પૂણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પણ તેની ટ્રાયલ શરૂ કરાઈ હતી તે અટકાવી દેવાઈ હતી. હવે બ્રિટનમાં જો ફરી ટ્રાયલ શરૂ થશે તો ભારતમાં પણ તેની શરૂઆત કરાશે. સોમવાર સુધીમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ આ રસીની ટ્રાયલ શરૂ કરી દે તેમ માનવામાં આવી રહ્યું છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઈઝેશનમાં ડેટા સેફ્ટિ મોનિટરીંગ બોર્ડની બેઠક સોમવારે મળશે. તેમાં સીરમના પ્રતિનિધિ પણ હાજર રહેશે.

એક્સ્ટ્રાજેનેકા ટ્રાયલ સાથે 30 હજાર સ્વયંસેવક જોડાયેલા છે
એક્સ્ટ્રાજેનેકાની વેક્સિન એઝેડડી 1222ની ત્રીજા તબક્કાની ટ્રાયલમાં અમેરિકા, બ્રિટન, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાના લગભગ 30 હજાર સ્વયંસેવક જોડાયા છે. ભારતમાં પણ હજારો લોકોએ પોતાના પર ટ્રાયલ કરવા તૈયારી બતાવી હતી. ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ આ ટ્રાયલ કરી રહ્યું છે. કોરોના રોગના ભયને જોઈને રસીના પરીક્ષણ માટે ઘણા બધા લોકો આગળ આવ્યા છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો