તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • International
 • Oxford Hindi Term For 'self reliance' 2020, The Use Of The Term Increased After Modi Emphasized Self reliance

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિન્દી વર્ડ ઑફ ધ યર:‘આત્મનિર્ભરતા’2020નો ઓક્સફર્ડ હિન્દી શબ્દ, મોદીએ આત્મનિર્ભરતા પર ભાર મૂક્યા બાદ આ શબ્દનો ઉપયોગ વધ્યો

લંડન23 દિવસ પહેલા
 • કૉપી લિંક
આ વર્ષે પ્રજાસત્તાક દિનની પરેડમાં પણ બાયોટેક્નોલોજી વિભાગે તેના ટેબ્લોનું નામ ‘આત્મનિર્ભર ભારત’ રાખ્યું હતું. - Divya Bhaskar
આ વર્ષે પ્રજાસત્તાક દિનની પરેડમાં પણ બાયોટેક્નોલોજી વિભાગે તેના ટેબ્લોનું નામ ‘આત્મનિર્ભર ભારત’ રાખ્યું હતું.
 • આત્મનિર્ભરતાનો ખ્યાલ ગાંધીજીના ગ્રામીણ અર્થતંત્રના વિઝન મળતો આવે છે

ઓક્સફર્ડ લેંગ્વેજીસે ‘આત્મનિર્ભરતા’ શબ્દને વર્ષ 2020નો ઓક્સફર્ડ હિન્દી શબ્દ પસંદ કર્યો છે. ઓક્સફર્ડ લેંગ્વેજીસે જણાવ્યું કે, વર્ડ ઑફ ધ યર તરીકે કોઇ એવો શબ્દ પસંદ કરાય છે કે જેમાંથી વીતેલા વર્ષનો મૂડ અને લોકોની વ્યસ્તતા ઝળકતા હોય અને જેનું આવનારા સમયમાં પણ સાંસ્કૃતિક મહત્ત્વ રહેવાનું હોય. આત્મનિર્ભરતાનો ખ્યાલ અને આ શબ્દનો અર્થ ગત વર્ષે મોટાભાગના ભારતીયોની લાગણીઓ સાથે જોડાયેલો રહ્યો છે. વીતેલું વર્ષ ભારત માટે ઘણી મુશ્કેલીઓથી ભરેલું રહ્યું. કોરોના મહામારીના કારણે ભારતમાં લાંબું અને કડક લૉકડાઉન કરાયું હતું. લોકોની મુક્ત અવરજવર પરના પ્રતિબંધોની સીધી અસર દેશના અર્થતંત્ર પર થઇ, જેની અસર લાખો લોકોને થઇ. આ મુશ્કેલ સમયમાં લોકોએ તેમના પ્રયાસ જારી રાખ્યા અને આત્મનિર્ભરતાનો પુરાવો આપ્યો.

હિન્દી વર્ડ ઑફ ધ યરની સલાહકાર સમિતિનાં કૃતિક અગ્રવાલે કહ્યું, ‘અમને એન્ટ્રી તરીકે ઘણાં શબ્દ મળ્યા હતા પણ આત્મનિર્ભરતા શબ્દ એટલા માટે પસંદ કરાયો કે તે અગણિત ભારતીયોનો રોજિંદો સંઘર્ષ અને મહામારી સામેનો તેમનો જંગ દર્શાવે છે.’ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના મહામારીના શરૂના દિવસોમાં કોરોના પેકેજ જાહેર કર્યું ત્યારે કહ્યું હતું કે મહામારીમાંથી નીકળવા માટે આપણે એક દેશ તરીકે, સમાજ તરીકે, અર્થતંત્ર તરીકે અને સ્વયં તરીકે આત્મનિર્ભર બનવું પડશે. ત્યાર બાદ આ શબ્દનો ઉપયોગ ઘણો વધી ગયો. લોકો સામાન્ય બોલચાલમાં પણ આ શબ્દ વાપરવા લાગ્યા.

આ વર્ષે પ્રજાસત્તાક દિનની પરેડમાં પણ બાયોટેક્નોલોજી વિભાગે તેના ટેબ્લોનું નામ ‘આત્મનિર્ભર ભારત’ રાખ્યું હતું. જોકે, ઓક્સફર્ડ લેંગ્વેજીસે એમ પણ કહ્યું કે, આત્મનિર્ભરતાનો ખ્યાલ નવો નથી. તે ગાંધીજીના ગ્રામીણ અર્થતંત્ર અંગેના વિઝનને મળતો આવે છે. ગાંધીજીનું કહેવું હતું કે દરેક ગામનો એક આત્મનિર્ભર એકમ તરીકે વિકાસ થવો જોઇએ. 1960 અને 1970ના દાયકાઓમાં ભારત સરકારે હરિત ક્રાંતિ અને શ્વેત ક્રાંતિ નામથી જે પગલાં લીધા હતા તે પણ આ જ દિશામાં કરાયેલા પ્રયાસ હતા. તે સમયમાં દેશમાં ખાદ્યાન્ન સંકટને પહોંચી વળવા સરકારે આવા પગલાં લીધા હતા.

ઉલ્લેખનીય છે કે સોમવારે રજૂ કરેલા બજેટમાં પણ આત્મનિર્ભર શબ્દ પર ભાર મૂકવામાં આવ્યો હતો. લોકલ ફોર વોકલ શબ્દ પણ આત્મનિર્ભરતા પરથી જ વધુ પ્રચલિત બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો