કેનેડા સરકારનો મહત્વનો નિર્ણય:કેનેડામાં ભણતા ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ દર અઠવાડિયે 20થી વધુ કલાકો કામ કરી શકશે

2 મહિનો પહેલા
  • અભ્યાસના ભોગે વધુ કામ ન કરવાની સલાહ અપાઈ છે
  • સ્ટુડન્ટ્સ અને બિઝનેસ પર્સન માટે ફાયદાકારક નિર્ણય

કેનેડામાં અભ્યાસ કરતા ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ માટે કેનેડા સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે જેનાથી 5 લાખથી વધુ ઇન્ટરનેશનલ સ્ટુડેન્ટ્સને લાભ થશે. કેનેડા સરકારે મહત્વપૂર્ણ માહિતી આપતાં કહ્યું કે, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ સ્ટડી પરમિટ પર દર અઠવાડિયે 20થી વધુ કલાકો કામ કરી શકશે.

કેનેડાની રાજધાની ઓટ્ટાવા ખાતેથી ઇમિગ્રેશન મિનિસ્ટર સીન ફ્રેઝરે આ જાહેરાત કરી હતી. જેમાં 15 નવેમ્બર 2022થી 31 ડિસેમ્બર 2023 સુધી કેનેડામાં રહેનારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ તેમની સ્ટડી પરમિટ પર ઑફ-કેમ્પસ વર્ક કરી શકશે. તેમને દર અઠવાડીયે 20થી વધુ કામ કરવાની મંજૂરી આપવામાં આવશે. જો કે સ્ટુડન્ટ્સને અભ્યાસના ભોગે વધુ કામ ન કરવાની સલાહ અપાઈ છે.

જે ઇન્ટરનેશનલ સ્ટુડન્સે તારીખે (7 ઓક્ટોબર 2022) સ્ટડી પરમિટની અરજી સબમિટ કરી છે. જો ઇમિગ્રેશન, રેફ્યુજીસ અને સિટીઝનશિપ કેનેડા તેમની અરજી મંજૂર કરે તો તેઓ પણ આ પોલિસીનો લાભ મેળવી શકશે.

વિદ્યાર્થીઓ તેમનો ખર્ચ કાઢી શકશે: ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ પાર્થેશ ઠક્કર
આ અંગે ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ પાર્થેશ ઠક્કરે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે આ નિર્ણય વિદ્યાર્થીઓને તેમના ખર્ચને આવરી લેવામાં અને અભ્યાસ કરતી વખતે વધુ કમાણી કરવામાં મદદ કરશે. ભણવાની સાથેસાથે રોજરોજના ખર્ચામાં પણ વિદ્યાર્થીઓને રાહત મળશે.

કેનેડા હાલ કામ કરનારા લોકોની તંગી
ઇમિગ્રેશન મિનિસ્ટર સીન ફ્રેઝરના જણાવ્યા અનુસાર, આ નિર્ણયનો ઉદ્દેશ્ય સમગ્ર કેનેડામાં અનુભવાઈ રહેલા લેબર ક્રાઈસિસની અછતને દૂર કરવાનો છે. કેનેડા ઐતિહાસિક શ્રમની તંગી અને બેરોજગારી દર સામે ઝઝૂમી રહ્યું છે. આજે સવારે સ્ટેટિસ્ટિક્સ કેનેડાએ અહેવાલ આપ્યો હતો કે સપ્ટેમ્બરમાં કેનેડાનો બેરોજગારીનો દર ઘટીને 5.2 ટકા થયો હતો, જે ઓગસ્ટમાં 5.4 ટકા હતો.

વિદ્યાર્થીઓ દર અઠવાડિયે 20થી વધુ કલાક સુધી કામ કરી શકશે
હાલમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ કે જેઓ લાયક કેનેડિયન શૈક્ષણિક કાર્યક્રમમાં અભ્યાસ માટે અરજી કરે છે, તો તેઓ અભ્યાસ દરમિયાન દર અઠવાડિયે 20થી વધુ કલાક સુધી કામ કરી શકશે. ઉનાળા અને શિયાળાની રજાઓ જેવા શેડ્યુલ બ્રેક દરમિયાન આ લીમિટ હટાવવામાં આવે છે. આ નીતિ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ કેનેડામાં કામ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે તેમના અભ્યાસ પૂર્ણ કરવા પર ધ્યાન પણ કેન્દ્રિત કરે તે સુનિશ્ચિત કરવા માટે છે. અત્યારે કેનેડામાં લગભગ 10 લાખ નોકરીની ખાલી જગ્યા પડી છે. જો કામ કરનારા લોકો નહીં મળે તો કેનેડાની ઇકોનોમિને ખરાબ અસર થાય તેમ છે.

5 લાખથી વધુ વિદેશી વિદ્યાર્થીઓને થશે લાભ
કેનેડામાં ભારતના અંદાજે એક લાખ વિદ્યાર્થીઓ છે, જે 2019માં કોરોના પહેલાં 1 લાખ 32 હજાર હતા. ભારતના આ સ્ટુડન્ટ્સ અને વિદેશના જે સ્ટુડન્ટ્સ કેનેડામાં ભણ છે તેવા 5 લાખ જેટલા સ્ટુડન્ટ્સને લાભ થશે.

કેનેડા એ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે વિશ્વના મુખ્ય ડેસ્ટિનેશન્સ પૈકી એક છે. 2021માં કેનેડા સરકારે 6 લાખ 20 હજારથી વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના અભ્યાસની વ્યવસ્થા કરી હતી. આ સંખ્યા છેલ્લા બે દાયકામાં ત્રણ ગણી વધી ગઈ છે. કેનેડાએ ગયા વર્ષે જ લગભગ 4 લાખ 50 હજાર નવી સ્ટડી પરમિટ જાહેર કરી હતી. દેશની એજ્યુકેશનલ ઇન્સ્ટીટ્યુશન્સ, મલ્ટીકલ્ચરિઝ્મ, કેનેડિયન ડૉલરની અફોર્ડબિલીટી અને કામ અને પર્મેનેન્ટ રેસિડેન્સ ઓપર્ચ્યુનિટી જેવા વિવિધ પરિબળોને કારણે કેનેડામાં અભ્યાસ કરવાની માંગ ખૂબ જ રહે છે.

અન્ય સમાચારો પણ છે...