તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • 'Overflow' From Cartons: Discussion Of Attractive Hats In Horse Races; This Is A Sculpture, Not A Real One

વિશ્વભરનું અવનવું તસવીરોમાં:પૂંઠાથી ‘ઓવરફ્લો’: ઘોડાની રેસમાં આકર્ષક ટોપીની ચર્ચા; આ અસલી નહીં, શિલ્પ છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કેનેડાના સાસ્કેશ્ચાનમાં ટોર્નેડોની લેવાયેલી આ અદભૂત તસવીર છે. અહીં ટોર્નેડો અવારનવાર સર્જાય છે. ટોર્નેડો ચક્રવાત કરતાં અલગ પ્રકારનું તોફાન છે. ટોર્નેડોની પૂંછડી જે સ્થળેથી પસાર થાય ત્યાં વિનાશ સર્જાય છે અને ત્યાંની ભારેખમ વસ્તુઓને પણ કાગળની જેમ હવામાં ખૂબ ઊંચાઈ સુધી ઊંચકી જાય છે.

ઘોડાની રેસમાં આકર્ષક ટોપીની ચર્ચા

બ્રિટનમાં બર્કશાયરના એસ્કોટ રેસ કોર્સમાં ચાલી રહેલી રેસના બીજા દિવસે લેડિઝ ડે પર રેસ જોવા આવેલી યુવતીઓ. રેસમાં ઘોડાદોડની સાથોસાથ મુલાકાતી મહિલાઓની હેટ પણ આકર્ષણનું કેન્દ્ર રહે છે.

પૂંઠામાંથી બનાવ્યું ‘ઓવરફ્લો’

કેનેડા...ટોરન્ટોમાં આર્ટિસ્ટ જોન નોટેને પૂંઠાંમાંથી બનાવેલું આર્ટ ઇન્સ્ટોલેશન ‘ઓવરફ્લો’. આ કલાકૃતિના માધ્યમથી જોને આઇસ શીટ્સ પીગળતાં દરિયામાં વધતા જળપ્રવાહથી થતું ક્લાઇમેટ ચેન્જ દર્શાવ્યું છે.

આ અસલી નહીં, શિલ્પ છે

બ્રિટનમાં લંડનના ગ્રીન પાર્કમાં કો-એક્ઝિસ્ટન્સ કેમ્પેન દરમિયાન આર્ટિસ્ટ શુભ્રા નાયરે તૈયાર કરેલા હાથીનાં શિલ્પ. તે સ્ટીલના બનેલા છે અને તેના પર એક ખાસ પ્રકારનું આવરણ ચઢાવાયું છે.

લોકડાઉન ખૂલતા પોલાર રીંછ પણ ગેલમાં

ઓસ્ટ્રિયામાં વિયેના ખાતે કોરોના મહામારીનું જોર ઘટતા પ્રતિબંધો હટી રહ્યા છે. ઘણા સમયથી બંધ રહેલા પ્રાણી સંગ્રહાલયો પણ ખૂલ્યા છે. વિયેનામાં ઝૂ ઓપન થયા પછી મુલાકાતીઓની સંખ્યા વધી રહી છે. ઝૂમાં પોતાની મસ્તીમાં મસ્ત પોલાર રીંછ જોવા મળે છે.